એફસીએનઆર-બી સ્કીમ હેઠળ ૬૫ અબજ ડોલરથી વધુનો ઈન્ફલો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

બેન્કોનું ઈન્ટરેસ્ટ માર્જિન સંકોચાવા વકી
મુંબઈ : રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ની ખાસ ડોલર-રુપી ફોરેકસ સ્વાપ ફેસિલિટી હેઠળ દેશમાં ફોરેકસ ઈન્ફલો શુક્રવારના અંત સુધીમાં ૭૨.૮૫ અબજ ડોલર પહોંચી ગયાનું રિઝર્વ બેન્કે શનિવારે જણાવ્યું હતું.
ફોરેન કરન્સી નોન રેસિડેન્ટ (બેન્ક) (એફસીએનઆર-બી)સ્કીમ હેઠળ ૨૧મી ઓગસ્ટ સુધીમાં બેન્કોએ ૬૫.૩૯ અબજ ડોલર પ્રાપ્ત કર્યા છે જ્યારે એકસટર્નલ કમર્સિઅલ બોરોઈંગ્સ હેઠળ ૨.૫૯ અબજ ડોલર તથા ઓવરસીઝ ફોરેન કરન્સી બોરોઈંગ્સ મારફત ૪.૮૬ અબજ ડોલર મેળવાયા હોવાનું રિઝર્વ બેન્ક દ્વારા જણાવાયું છે.
૮ જૂનથી શરૂ કરાયેલી એફસીએનઆર -બી સ્કીમ તેની નિર્ધારિત ૩૦ સપ્ટેમ્બરની મુદત કરતા એક મહિનો વહેલી બંધ કરે દેવાની રિઝર્વ બેન્કે ગયા સપ્તાહમાં જાહેરાત કરી હતી.
સદર સ્કીમ હેઠળ જંગી કરોડો ડોલરના ઈન્ફલોને કારણે થાપણમાં વૃદ્ધિ ઉપરાંત તેના દર નીચા આવશે પરંતુ તેનાથી બેન્કોના નેટ ઈન્ટરેસ્ટ માર્જિન પર પણ સાધારણ દબાણ આવવાની શકયતા વ્યકત કરવામાં આવી રહી છે.
જો કે આ દબાણ કામચલાઉ હશે અને આગળ જતા તે દૂર થઈ જશે તેમ એક બેન્કરે જણાવ્યું હતું. ડોલરના જંગી પ્રવાહને કારણે દેશની ચૂકવણીની સમતુલા વધુ મજબૂત બનશે.
પશ્ચિમ એશિયા યુદ્ધને કારણે ક્રુડ તેલના ભાવ આસમાને જતા ભારતીય રૂપિયા પર દબાણ આવ્યું છે અને ચૂકવણીની સમતુલા પણ લથડી ગઈ હતી જેને ધ્યાનમાં રાખી રિઝર્વ બેન્કે ડોલર પ્રવાહ વધારવા કેટલીક શરતો સાથે એફસીએનઆર - બી ડીપોઝિટ સ્કીમ શરૂ કરી હતી.









