Business

ભારતના ફોરેક્સ રિઝર્વમાં 33.22 અબજ ડોલરનો ઘટાડો નોંધાયો

By GS Team
3 Oct 20261 min read
TukuTouch Logo
મુંબઈમાં RBIના આંકડા મુજબ, ભારતના ફોરેક્સ રિઝર્વમાં એક સપ્તાહમાં 18.34 અબજ ડોલરનો જંગી ઘટાડો નોંધાયો છે. 25 સપ્ટેમ્બરે પૂરા થયેલા સપ્તાહમાં દેશનું વિદેશી મુદ્રા ભંડાર ઘટીને 747.56 અબજ ડોલર થયું છે. ગોલ્ડ રિઝર્વમાં પણ 2.59 અબજ ડોલરનો ઘટાડો થયો છે, જે ચિંતાનો વિષય બન્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભારતના ફોરેક્સ રિઝર્વમાં 33.22 અબજ ડોલરનો ઘટાડો નોંધાયો
  • આરબીઆઈના બે અઠવાડિયાના આંકડાનું તારણ
  • એક અઠવાડિયામાં ૧૮.૩૪ અબજ ડોલરનો ઘટાડો : ગોલ્ડ રિઝર્વમાં પણ ૨.૫૯ અબજ ડોલરનો ઘટાડો

મુંબઈ : ભારતના ફોરેક્સ રિઝર્વમાં એક અઠવાડિયામાં ૧૮.૩૪ અબજ ડોલરનો ઘટાડો નોંધાયો છે. ૨૫ સપ્ટેમ્બરે પૂરા થયેલા અઠવાડિયામાં દેશનું વિદેશી મુદ્રા ભંડાર ઘટીને ૭૪૭.૫૬ અબજ ડોલર થયું છે. આરબીઆઈ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, અગાઉના અઠવાડિયામાં પણ ફોરેક્સ રિઝર્વમાં ૧૪.૮૮ અબજ ડોલરનો ઘટાડો થયો હતો. બે અઠવાડિયામાં કુલ ૩૩.૨૨ અબજ ડોલરનો ઘટાડો નોંધાયો છે.
આંકડા મુજબ, ૨૫ સપ્ટેમ્બરના અઠવાડિયામાં ફોરેન કરન્સી એસેટ્સ ૧૫.૫૭ અબજ ડોલર ઘટીને ૬૧૫.૪૧ અબજ ડોલર થઈ હતી. એફસીઆર ભારતના ફોરેક્સ રિઝર્વનો સૌથી મોટો હિસ્સો છે. તેમાં, ડોલર, યુરો, પાઉન્ડ અને યેન જેવી અન્ય કરન્સીની એસેટ્સનો સમાવેશ થાય છે. દેશના ગોલ્ડ રિઝર્વમાં પણ ૨.૫૯ અબજનો ઘટાડો નોંધાયો હતો. ગોલ્ડ રિઝર્વ ઘટીને ૧૦૮.૭૦ અબજ ડોલર થયું હતું. આ ઉપરાંત ભારતના એસડીઆર હોલ્ડિંગમાં ૯૭ મિલિયન ડોલર અને આઈએમએફમાં રિઝર્વ પોઝિશનમાં ૮૬ મિલિયન ડોલરનો ઘટાડો થયો હતો. ૧૮ સપ્ટેમ્બરના રોજ પૂરા થયેલા અઠવાડિયામાં ફોરેક્સ રિઝર્વ ૧૪.૮૮ અબજ ડોલર ઘટીને ૭૬૫.૯૦ અબજ થયું હતું.