જૂનમાં ભારતની ક્રુડ તેલની પ્રતિ દિન ૪૯.૩૦ લાખ બેરલની વિક્રમી આયાત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

રશિયા ખાતેથી ઊંચી આયાત થતા જૂનમાં અત્યારસુધીની સૌથી ઊંચી ખરીદી
મુંબઈ : પશ્ચિમ એશિયા વિસ્તારમાંથી પૂરવઠો ખોરવાઈ જવાને કારણે દેશના રિફાઈનરો દ્વારા રશિયા ખાતેથી ક્રુડની આયાતમાં વધારો થતાં જૂનમાં ભારતની ક્રુડ તેલ આયાતનો આંક પ્રતિ દિન ૪૯.૩૦ લાખ બેરલ્સ રહ્યો છે જે જૂન મહિના માટેનો અત્યારસુધીનો વિક્રમ છે.
જૂનમાં રશિયા ખાતેથી ક્રુડ આયાત પ્રતિ દિન ૨૬ લાખ બેરલ્સ જેટલી રેકોર્ડ રહી છે. મેની સરખામણીએ જૂનની આયાતનો આંક ૩૭ ટકા વધુ છે. મેમાં પ્રતિ દિન આયાત ૧૯ લાખ બેરલ્સ રહી હતી એમ રિસર્ચ પેઢી કેપ્લરનો રિપોર્ટ જણાવે છે.
પશ્ચિમ એશિયા સંઘર્ષ વચ્ચે પણ ભારતની વિક્રમી ક્રુડ આયાત તેના આયાત સ્રોતમાં વૈવિધ્યકરણને પરિણામે જોવા મળી છે. ભારતની રિફાઈનરીઓએ ઓગસ્ટ સુધી પૂરતી માત્રામાં ક્રુડ તથા લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ (એલપીજી)ની આયાત અંકે કરી લીધી છે. આને કારણે ઘરઆંગણે ઉપલબબ્ધતાની ચિંતા હળવી થઈ છે એમ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે. સામાન્ય રીતે રિફાઈનરો એકથી બે મહિનાની ખરીદી એડવાન્સમાં કરી લેતા હોય છે.
આફ્રિકા, વેનેઝુએલા તથા રશિયા ખાતેથી ભારતની ક્રુડ તેલની આયાતમાં વધારો થયો છે. આ ઉપરાંત ઓર્ગેનાઈઝેશન ઓફ ધ પેટ્રોલિયમ એકસપોર્ટિંગ કન્ટ્રીઝ (ઓપેક) દ્વારા ઉત્પાદનમાં વધારો તથા હોર્મુઝ ખાડી ખૂલી જતા ભારત માટે ક્રુડ માટે પૂરતા સ્રોતો ઉપલબ્ધ બન્યા છે.









