શેરબજારમાં ભૂકંપ: સેન્સેક્સ 1300 પોઈન્ટથી વધુ ગબડ્યો, નિફ્ટીમાં પણ મોટું ગાબડું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Stock Market News : ઈરાન અને અમેરિકા-ઈઝરાયલનું યુદ્ધ વધુ ભીષણ થવાના સંકેત તથા વૈશ્વિક સ્તરે વધી રહેલા ભૌગોલિક-રાજકીય તણાવની સીધી અસર ભારતીય શેરબજાર પર જોવા મળી રહી છે. સપ્તાહના પ્રથમ દિવસે જ બજાર ખૂલતાની સાથે જ રોકાણકારોમાં ફાળકો પડ્યો છે અને સેન્સેક્સ-નિફ્ટી બંને ઇન્ડેક્સ લાલ નિશાન સાથે ટ્રેડ થઈ રહ્યા છે.
SENSEX: 73,000 ના સ્તરની નજીક
સેન્સેક્સમાં આજે મોટું ધોવાણ જોવા મળ્યું છે. સેન્સેક્સમાં આજે પ્રચંડ કડાકો બોલાઈ ગયો છે. શેરબજાર ખુલતાં જ તેમાં 1385થી વધુ પોઈન્ટનો કડાકો નોંધાયો હતો જેના કારણે રોકાણકારોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. જાણો આજની સેન્સેક્સની સ્થિતિ શું છે?
અગાઉનો બંધ (Prev Close): 74,532.96
આજનો ઓપન ભાવ (Open): 73,732.58
હાલની સ્થિતિ: સેન્સેક્સ -1,385.62 (-1.86%) પોઈન્ટના ઘટાડા સાથે 73,142.70 પર ટ્રેડ થઈ રહ્યો છે.
દિવસનું લો (Low): માર્કેટ નીચામાં 72,977.34 સુધી ગયું હતું, જ્યારે આજનું હાઈ 73,732.58 રહ્યું છે.
52-વીક હાઈ/લો: સેન્સેક્સનું 52 અઠવાડિયાનું ઉચ્ચ સ્તર 86,159.02 અને નીચું સ્તર 71,425.01 છે.
NIFTY 50એ 23,000 ની સપાટી ગુમાવી
નેશનલ સ્ટોક એક્સચેન્જનો ઇન્ડેક્સ નિફ્ટી પણ આજે પ્રેશરમાં જોવા મળી રહ્યો છે. તેમાં પણ એક મજબૂત સપાટી બ્રેક થઇ જે રોકાણકારોની ચિંતા વધારી શકે છે. જોઈ લો નિફ્ટીની શું છે સ્થિતિ?
અગાઉનો બંધ (Prev Close): 23,114.50
આજનો ઓપન ભાવ (Open): 22,824.35
હાલની સ્થિતિ: નિફ્ટી -428.20 (-1.85%) પોઈન્ટના ઘટાડા સાથે 22,686.30 પર પહોંચી ગયો છે.
દિવસનું લો (Low): ટ્રેડિંગ દરમિયાન નિફ્ટી નીચામાં 22,634.55 સુધી ગયો હતો.
52-વીક હાઈ/લો: નિફ્ટીનું 52 અઠવાડિયાનું ઉચ્ચ સ્તર 26,373.20 અને નીચું સ્તર 21,743.65 નોંધાયું છે.
આ ઘટાડાનું કારણ શું?
મિડલ ઈસ્ટમાં ઈરાન-ઈઝરાયલ વચ્ચે વધતા યુદ્ધના તણાવ અને ક્રૂડ ઓઈલની વધતી કિંમતોને કારણે રોકાણકારો સુરક્ષિત રોકાણ તરફ વળ્યા છે, જેના લીધે બજારમાં પ્રોફિટ બુકિંગ અને વેચવાલીનો માહોલ સર્જાયો છે.
એશિયન બજારમાં હાહાકાર
ભારતીય શેરબજારમાં પહેલાથી જ વિદેશી નકારાત્મક સંકેત જોવા મળી રહ્યા હતા. સોમવારે તમામ એશિયન શેર બજારોમાં હાહાકારની સ્થિતિ જોવા મળી હતી. જાપાનનો નિક્કેઈ ઈન્ડેક્સ 4.10 ટકા તૂટી 50800ના લેવલે ધરાશાયી થઈ ગયો હતો. હોંગકોગનો હેંગસેંગ ઈન્ડેક્સ પણ 3% સુધી તૂટી 24532 પર કારોબાર કરતો દેખાયો હતો. જ્યારે સાઉથ કોરિયાનું કોસ્પી પણ 5.10 ટકા તૂટી 5409 પર આવી ગયો હતો.




