Business

અમેરિકા-ઈરાન યુદ્ધ વચ્ચે પણ ભારતીય શેરબજારમાં તેજી, સેન્સેક્સ-નિફ્ટીમાં મોટો ઉછાળો

By GS Team
10 Jul 20262 mins read
TukuTouch Logo
મિડલ ઈસ્ટના તણાવ છતાં શુક્રવારે ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી. Sensex 800 પોઈન્ટ ઉછળી 77,543 પર, જ્યારે Nifty 250 પોઈન્ટ વધી 24,212 પર પહોંચ્યો. TCSના સારા પરિણામોને કારણે IT શેરોમાં ભારે ખરીદી નીકળી હતી, જેના પગલે BSEના 28 શેરો લીલા નિશાન સાથે ટ્રેડ થયા. વૈશ્વિક બજારોમાં પણ ઉછાળો જોવા મળ્યો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

અમેરિકા-ઈરાન યુદ્ધ વચ્ચે પણ ભારતીય શેરબજારમાં તેજી, સેન્સેક્સ-નિફ્ટીમાં મોટો ઉછાળો

Sensex and Nifty News : મિડલ ઈસ્ટમાં અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો હોવા છતાં ભારતીય શેરબજારમાં શુક્રવારે શાનદાર તેજી જોવા મળી રહી છે. વૈશ્વિક કટોકટી અને હોર્મુઝ જળમાર્ગ પર વધતા તણાવ વચ્ચે પણ બજારે મજબૂતી જાળવી રાખી છે. શુક્રવારે કારોબાર દરમિયાન Sensex 800 પોઈન્ટ અથવા 1.04% ના ઉછાળા સાથે 77,543 ના લેવલ પર ટ્રેડ કરી રહ્યો હતો. બીજી તરફ, Nifty પણ 250 પોઈન્ટ અથવા 1.04% વધીને 24,212 ના સ્તરે પહોંચી ગયો હતો. આ તેજીની વચ્ચે Nifty Bank માં પણ 680 પોઈન્ટનો જોરદાર વધારો જોવા મળ્યો છે.

BSE સેન્સેક્સમાં જબરદસ્ત તેજી

BSE ના ટોપ 30 શેરોની વાત કરીએ તો, Zomato અને Bharti Airtel ને બાદ કરતાં બાકીના તમામ 28 શેરો લીલા નિશાન સાથે કારોબાર કરી રહ્યા હતા. માર્કેટમાં સૌથી વધુ તેજી TCS માં 3%, Adani Ports માં 2.50%, Tata Steel માં 2.37% અને Tech Mahindra ના શેરોમાં 2% ની નોંધાઈ હતી. ટાટા ગ્રુપની દિગ્ગજ કંપની અને ભારતની સૌથી મોટી આઈટી ફર્મ ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS) ના ત્રિમાસિક પરિણામો અપેક્ષા કરતાં ઘણા સારા આવવાને કારણે આજે આઈટી શેરોમાં ભારે ખરીદી નીકળી હતી, જેણે સમગ્ર માર્કેટને મજબૂત સપોર્ટ આપ્યો હતો. TCS ની પાછળ Infosys, HCL Tech અને Wipro જેવી અન્ય IT કંપનીઓના શેરો પણ ઉછળ્યા હતા.

એશિયન માર્કેટમાં પણ ઉછાળો

વૈશ્વિક સ્તરે, સેમિકન્ડક્ટર અને AI શેરોમાં આવેલી શાનદાર ખરીદીને કારણે એશિયન માર્કેટ્સમાં પણ મોટો ઉછાળો જોવા મળ્યો હતો. સાઉથ કોરિયાનો Kospi ઇન્ડેક્સ 4% અને Hang Seng ઇન્ડેક્સ 2% સુધી વધી ગયા હતા. આ પોઝિટિવ સેન્ટિમેન્ટને કારણે ભારતીય માર્કેટમાં ડરનો ગ્રાફ દર્શાવતો ઇન્ડિકેટર India VIX 6% સુધી ગગડીને 12.63 ના લેવલ પર આવી ગયો હતો, જે બજારમાં સ્થિરતાનો સંકેત આપે છે.

ક્રૂડ ઓઈલની શું છે સ્થિતિ?

બીજી તરફ, આંતરરાષ્ટ્રીય તણાવને કારણે કાચા તેલના ભાવમાં વધારો ચાલુ છે અને Brent Crude Oil 0.45% વધીને 76.64 ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ કરી રહ્યું હતું. આ વૈશ્વિક દબાણ હોવા છતાં ઘરેલું બજાર પર તેની કોઈ નકારાત્મક અસર જોવા મળી નથી. BSE પર ટ્રેડ થનારા કુલ 3,970 શેરોમાંથી 2,760 સ્ટોક્સમાં તેજીનો માહોલ હતો, જ્યારે 984 શેરો ઘટાડા સાથે ટ્રેડ થતા હતા. આ સિવાય, 110 શેરો પોતાના 52-વીકના હાઇ લેવલ પર અને 49 શેરો 52-વીકના લોઅર લેવલ પર કારોબાર કરી રહ્યા હતા, જ્યારે 141 શેરોમાં અપર સર્કિટ લાગી હતી.