Business

'ભારતીય ગુરુનો બોધપાઠ કામ લાગ્યો..' દિગ્ગજ લેખક રોબર્ટ કિયોસાકીની પોસ્ટ વાઈરલ

By GS Team
2 Jul 20263 mins read
TukuTouch Logo
'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીની એક પોસ્ટ વાયરલ થઈ છે. તેમણે ભારતીય ગુરુની વાતને ટાંકીને જીવનના હેતુ વિશે જણાવ્યું છે. કિયોસાકીએ કહ્યું કે, તેમનું શરીર પહેલાં પૈસા કમાવવામાં વ્યસ્ત હતું, પરંતુ ગુરુની વાતથી તેમને આત્માનો હેતુ સમજાયો. તેમને સમજાયું કે તેમની આત્માનો હેતુ લોકોને શીખવવાનો છે. તેમણે મફતમાં શીખવવાનું શરૂ કર્યું, જે હવે મલ્ટી-મિલિયન ડોલરનો બિઝનેસ બન્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

'ભારતીય ગુરુનો બોધપાઠ કામ લાગ્યો..' દિગ્ગજ લેખક રોબર્ટ કિયોસાકીની પોસ્ટ વાઈરલ

Robert Kiyosaki Viral Post: પ્રખ્યાત પુસ્તક 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકી (Robert Kiyosaki) સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને અવારનવાર પોતાની પોસ્ટ દ્વારા લોકોને રોકાણની સલાહ આપતા રહે છે. મોટાભાગે તેમની વાઈરલ પોસ્ટ્સમાં અવારનવાર સોના-ચાંદી (Gold-Silver)માં રોકાણ સૌથી ઉપર રહે છે, જેને તેઓ અમીર બનવાનું માધ્યમ ગણાવે છે. આ ઉપરાંત તેઓ ક્રિપ્ટો એસેટ્સ, ખાસ કરીને બિટકોઈનમાં રોકાણને પણ સારો વિકલ્પ ગણાવે છે.

ભારતીય ગુરુનો બોધપાઠ કામ લાગ્યો

હવે કિયોસાકીની એક નવી પોસ્ટ વાઈરલ થઈ રહી છે, જેમાં તેમણે કોઈ ઈન્વેસ્ટમેન્ટ ટિપ્સ આપવાને બદલે પોતાના જીવનના હેતુ વિશે વાત કરી છે અને આ હેતુને સમજવામાં એક ભારતીય ગુરુનું મોટું યોગદાન હોવાનું જણાવ્યું છે. તેમણે લખ્યું કે, 'ભારતીય ગુરુ (Indian Guru)ની વાતોએ મને હચમચાવી મૂક્યો હતો.'

'Rich Dad Poor Dad'ના લેખક કિયોસાકીએ પોતાના X હેન્ડલ પર એક પોસ્ટ કરતા લખ્યું કે, 'તમારા જીવનનો હેતુ શું છે? વર્ષો પહેલાં હું એક ભારતીય ગુરુને સાંભળી રહ્યો હતો, જેમણે કહ્યું હતું કે તમારા શરીરનો હેતુ તમારી આત્માના લક્ષ્યને પૂરો કરવાનો છે. તેમની આ વાતોએ મને અંદરથી હચમચાવી દીધો હતો, કારણ કે તે સમયે મારું શરીર માત્ર પૈસા કમાવવામાં જ વ્યસ્ત હતું.'

મને સમજવામાં ઘણો સમય લાગ્યો

કિયોસાકીએ પોતાની પોસ્ટમાં આગળ લખ્યું કે, 'મને એ સમજવામાં ઘણો સમય લાગ્યો કે મારી આત્માનો હેતુ શું છે? આખરે મને સમજાયું કે મારી આત્માનો હેતુ લોકોને શીખવવાનો એટલે કે ટીચર બનવાનો હતો. આ એક એવું કામ હતું જેના વિશે મેં એક સમયે વિચાર્યું હતું કે હું આ બનીશ, કારણ કે હું સ્કૂલમાં ફેલ થયો હતો અને મને સ્કૂલ પ્રત્યે નફરત હતી.'

પૈસાની બાબતમાં જૂઠું બોલવું

કિયોસાકીએ આગળ લખ્યું કે, 'હું જાણતો હતો કે જ્યારે પૈસાની વાત આવે છે, ત્યારે આપણી સ્કૂલ આપણી સાથે જૂઠું જ બોલે છે. આ જ કારણ છે કે 50 વર્ષ કરતાં પણ પહેલાં મેં મેન્યુફેક્ચરર તરીકેનું કામ છોડી દીધું અને લોકોને એ જ શીખવવાનું શરૂ કર્યું, જે મારા અમીર ડેડે મને શીખવ્યું હતું. ત્યારબાદ મારું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું. આટલા વર્ષોમાં મેં જોયું છે કે ઘણા લોકો પોતાની આત્માનો સાચો હેતુ શોધી શકતા નથી, કારણ કે તેઓ માત્ર પોતાનું ગુજરાન ચલાવવામાં અને પૈસા કમાવવા માટે કામ કરવામાં જ ખૂબ વ્યસ્ત રહે છે.'

વર્ષો સુધી મારી મજાક ઉડાવી

સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમણે આગળ કહ્યું કે, 'પોતાનો સાચો હેતુ શોધવાનો એક રસ્તો એ છે કે તમે તમારી જાતને પૂછો કે માનવતાની સેવા કરવા માટે તમારું દિલ શું કરવા માંગે છે? ત્યારબાદ જે કામ તમારું દિલ કરવા માંગતું હોય, તે મફત (ફ્રી)માં કરવાનું શરૂ કરી દો. મારા ડેડે મને જે શીખવ્યું હતું, તે મેં લોકોને મફતમાં શીખવવાનું શરૂ કર્યું. 'વર્ષો સુધી મારી મજાક ઉડાવવામાં આવી હતી, કારણ કે હું શીખવતો હતો. બચત કરનારાઓ હારે છે અને દેવું તમને અમીર બનાવી શકે છે. હવે એ જ મફત શિક્ષણ આજે મલ્ટી-મિલિયન ડોલરના બિઝનેસમાં ફેરવાઈ ગયું છે.'

લેખકે આગળ કહ્યું કે, 'જેમ માર્ટિન લૂથરે પોતાની હત્યાના એક દિવસ પહેલાં કહ્યું હતું કે, હું બસ ભગવાનની મરજી પૂરી કરવા માંગું છું. અને બની શકે કે હું તમારી સાથે એ 'પ્રોમિશ્ડ લેન્ડ' સુધી ન પહોંચી શકું. લોકો તેમના કામથી ડરેલા હતા, તે જાણતા હોવા છતાં પણ તેઓ ભગવાનની મરજી પૂરી કરી રહ્યા હતા.' અંતમાં તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું કે, 'તમે પોતે પોતાની જાતને પારખો અને જાણો કે તમારી આત્માનો હેતુ શું છે? પોતાનું ધ્યાન રાખો.'