સ્માર્ટફોનના જોરે ભારતીય ઈલેક્ટ્રોનિક્સ નિકાસ ૨૬.૬૬ અબજ ડૉલરને પાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ઈલેક્ટ્રોનિક્સ ક્ષેત્ર દેશની ટોચની ૧૦ કોમોડિટીઝમાં સૌથી ઝડપથી વિકસતી નિકાસ તરીકે ઉભરી આવ્યું
અમદાવાદ : વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરના આંકડા મુજબ, નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ના પ્રથમ પાંચ મહિનામાં (એપ્રિલથી ઓગસ્ટ દરમિયાન) ભારતની ઈલેક્ટ્રોનિક્સ નિકાસ ૩૯.૪ ટકાના શાનદાર વધારા સાથે ૨૬.૬૬ અબજ ડાલર પર પહોંચી ગઈ છે. આ સાથે ઈલેક્ટ્રોનિક્સ ક્ષેત્ર દેશની ટોચની ૧૦ કમોડિટીઝમાં સૌથી ઝડપથી વિકસતી નિકાસ તરીકે ઉભરી આવ્યું છે.
આ પ્રભાવશાળી વૃદ્ધિમાં સ્માર્ટફોનનો ફાળો સૌથી મોટો રહ્યો છે, જેણે કુલ ઈલેક્ટ્રોનિક્સ નિકાસમાં લગભગ ૬૦ ટકા (અંદાજે ૧૫.૯૬ અબજ ડૉલર) યોગદાન આપ્યું છે. આ ઉપરાંત, પ્રિન્ટેડ સકટ બોર્ડની નિકાસમાં પણ ૨૯૧૩ ટકાનો જંગી ઉછાળો નોંધાયો છે અને તે ૧.૪૬ અબજ ડૉલર પર પહોંચી ગઈ છે, જે અગાઉ મોટાભાગે આયાત પર નિર્ભર હતી.
સરકારની પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ યોજના અને ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ્સ મેન્યુફેક્ચરિંગ સ્કીમના કારણે દેશમાં એપલ, સેમસંગ, ફોક્સકોન અને ટાટા ઇલેક્ટ્રોનિક્સ જેવી વૈશ્વિક અને સ્થાનિક કંપનીઓ દ્વારા ઉત્પાદન વેગવંતુ બન્યું છે. અમેરિકા, યુએઈ અને ચીન ભારતીય ઈલેક્ટ્રોનિક્સ ઉત્પાદનોના મુખ્ય બજારો રહ્યા છે, જેનાથી ભારત વૈશ્વિક સપ્લાય ચેઈનમાં વધુ મજબૂત બની રહ્યું છે.




