2025માં ભારતીય અર્થવ્યવસ્થા સાધારણ નબળી રહેશે : IMF

નવી દિલ્હી : ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઈએમએફ)ના મેનેજિંગ ડિરેક્ટર ક્રિસ્ટાલિના જ્યોર્જિવા માને છે કે વૈશ્વિક વૃદ્ધિ સ્થિર રહેવા છતાં, ભારતીય અર્થતંત્ર ૨૦૨૫ માં 'થોડુંક નબળું' રહી શકે છે. વાર્ષિક બ્રીફિંગમાં, તેમણે જણાવ્યું હતું કે વૈશ્વિક વૃદ્ધિ ૨૦૨૫ માં સ્થિર રહેવાની સંભાવના છે, પરંતુ પ્રાદેશિક તફાવતો હશે. ખાસ કરીને અમેરિકાની વેપાર નીતિને લઈને આ વર્ષે વૈશ્વિક સ્તરે ઘણી અનિશ્ચિતતા રહેશે.
ભારતીય અર્થવ્યવસ્થા 'થોડી નબળી' રહેશે. જોકે તેમણે ભારતીય અર્થવ્યવસ્થા 'થોડી નબળી' રહેવા અંગે વધુ વિગતો આપી ન હતી. તેમણે કહ્યું કે આ અંગે વધુ માહિતી વર્લ્ડ ઈકોનોમી આઉટલુક અપડેટ વીકમાં ઉપલબ્ધ થશે.
ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા ચીનમાં ડિફ્લેશન દબાણ અને સ્થાનિક માંગમાં સતત પડકારોને જુએ છે. યુએસ અપેક્ષા કરતા વધુ સારું પ્રદર્શન કરી રહ્યું છે, યુરોપિયન યુનિયન અમુક અંશે સ્થિરતાનો સામનો કરી રહ્યું છે, અને ભારત થોડી નબળી સ્થિતિમાં છે. બ્રાઝિલ અંગે તેમણે કહ્યું કે ત્યાં મોંઘવારી થોડી ઉંચી રહે છે.
ઓછી આવક ધરાવતા દેશો, તેમના તમામ પ્રયત્નો છતાં, એવી પરિસ્થિતિમાં છે જ્યાં કોઈ પણ નવો આંચકો તેમને નોંધપાત્ર રીતે નકારાત્મક અસર કરી શકે છે.




