Business

ફરી એકવાર પેટ્રોલ-ડીઝલના ભાવ વધવાના એંધાણ, ભારતનું ક્રૂડ બાસ્કેટ 20 દિવસમાં 52% મોંઘું

By GS Team
26 Jul 20262 mins read
TukuTouch Logo
અમદાવાદમાં ક્રૂડ ઓઈલના ભાવ વધતા સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓ પર ફરી દબાણ વધ્યું છે. 23 જુલાઈએ ક્રૂડનો ભાવ $103.33/બેરલ થયો, જે 3 જુલાઈના $68.21 કરતાં 51.5% વધુ છે. યુએસ-ઈરાન શાંતિ કરારની અપેક્ષાએ ભાવ ઘટ્યા હતા. હવે લાલ સમુદ્રમાં અવરોધો અને યુએસ-ઈઝરાયેલ-ઈરાન તણાવને કારણે ભાવ વધ્યા છે, જે રિટેલર્સની નાણાકીય કામગીરીને અસર કરશે.

Summarized by AI; it may make mistakes. Check important info

ફરી એકવાર પેટ્રોલ-ડીઝલના ભાવ વધવાના એંધાણ, ભારતનું ક્રૂડ બાસ્કેટ 20 દિવસમાં 52% મોંઘું

Crude oil Price : ભારતની ક્રૂડ ઓઇલની બાસ્કેટ 23 જુલાઈના રોજ વાૃધીને 103.33 ડોલર પ્રતિ બેરલ થઈ ગઈ છે, જે 3 જુલાઈના 68.21 ડોલરની સરખામણીએ 51.5% વધુ છે. જુલાઈના નીચા સ્તરે યુએસ-ઈરાન શાંતિ કરારની અપેક્ષાઓને કારણે ભાવમાં થોડો સમય ઘટાડો થયો હતો. તેના કારણે નુકસાન વેઠી રહેલી સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓ પર ફરીથી દબાણ શરૂ થયું છે. જેના કારણે ફરી એકવાર પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં વધારો ઝીંકવામાં આવે તેવી શક્યતાઓ વધી ગઈ છે. ઉલ્લેખનીય છે કે હાલમાં ભારતમાં ઈથેનોલ મિશ્રિત પેટ્રોલના ભાવ ઓલ રેડી 100 રૂપિયા પ્રતિ લિટરથી ઉપર ચાલી રહ્યા છે અને જો હવે ફરી એકવાર વધારો કરવામાં આવશે તો પ્રજાને તકલીફ પડી શકે છે.

તાજેતરનો ઉછાળો સપ્ટેમ્બરના કોન્ટ્રેક્ટ્સમાં જોવા મળી રહ્યો છે. જો આગામી થોડા અઠવાડિયા સુધી ક્રૂડના ભાવ ઊંચા રહેશે, તો તેની અસર બીજી અને ત્રીજી ત્રિમાસિક ગાળામાં ઓઇલ રિટેલર્સની નાણાકીય કામગીરી પર પડી શકે છે તેમ ઓઇલ માર્કેટિંગ કંપનીના સુત્રોએ જણાવ્યું હતું.

23 જુલાઈનો સ્તર જુલાઈના સરેરાશ 79.10 ડોલર પ્રતિ બેરલ કરતાં 30.6% વાૃધુ અને જૂનની સરેરાશ 83.22 ડોલર કરતાં 24.2% વધુ હતો. તે મે મહિનાના 106.23 ડોલર કરતાં માત્ર 2.7 % નીચો અને એપ્રિલના 114.48 ડોલર કરતાં 9.7% નીચો હતો.
શુક્રવારે ઓઇલ વાયદામાં 3% કરતાં વાૃધુનો ઘટાડો નોંાૃધાયો હતો, પરંતુ લાલ સમુદ્રમાં ઊર્જાના પુરવઠામાં વાૃધી રહેલી અડચણો અને યુએસ-ઇઝરાયેલ તથા ઇરાન વચ્ચે વાૃધતા તણાવના ડર વચ્ચે તે સાપ્તાહિક ધોરણે મજબૂત વધારા તરફ આગળ વધી રહ્યો હતો.

વિશ્લેષકોએ જણાવ્યું હતું કે જૂનમાં બજારમાં થોડા સમય માટે સ્થિરતા જોવા મળી હતી, પરંતુ તાજેતરના જીઓપોલિટિકલ વિકાસે દર્શાવ્યું છે કે ઓપરેટિંગ વાતાવરણ કેટલી ઝડપથી બદલાઈ શકે છે. રશિયન ક્ડ તેલ પર ડિસ્કાઉન્ટ ન મળવાને કારણે ચિંતા વાૃધી છે, જોકે તે પુરવઠાની સ્થિરતા પૂરી પાડવાનું ચાલુ રાખે છે.

બાબ અલ-મંદેબ મધ્યમ માર્ગ પર થતી અડચણો આગામી ઊર્જા-સુરક્ષા પડકાર તરીકે ઉભરી શકે છે. કોઈપણ લાંબા ગાળાની અડચણ સાઉદી અરેબિયા અને રશિયાથી ક્રૂડના પુરવઠાને જોખમમાં મૂકી શકે છે, જ્યારે ફ્રેટ (ભાડા) ખર્ચ અને વૈશ્વિક તેલના ભાવમાં વધારો કરી શકે છે.

જો સંઘર્ષ એક મહિના સુાૃધી મર્યાદિત રહેશે, તો બ્રેન્ટ માસિક સરેરાશ 94 ડોલરની આસપાસ સીમિત રહેવાની સંભાવના છે. જો અડચણો ત્રણ મહિના સુાૃધી લંબાય છે, તો દરેક વાૃધારાનો મહિનો બ્રેન્ટમાં 7-8 ડોલર પ્રતિ બેરલ ઉમેરી શકે છે અને તેની માસિક સરેરાશને લગભગ 114 ડોલર સુધી જઈ શકે છે.