Business

ભારતીય કોર્પોરેટ જગતે 'ઝોમ્બી' કંપનીઓમાંથી મુક્તિ મેળવી

By GS Team
29 Sep 20262 mins read
TukuTouch Logo
અમદાવાદ: ભારતના કોર્પોરેટ ક્ષેત્રમાં ઝોમ્બી (દેવાદાર) કંપનીઓનો હિસ્સો વર્ષ 2017ના 8.1% થી ઘટીને 2025માં 5.5% થયો છે. ડન એન્ડ બ્રેડસ્ટ્રીટના રિપોર્ટ મુજબ, કંપનીઓ હવે દેવું ચૂકવવા સક્ષમ છે. 6,000 લિસ્ટેડ કંપનીઓના અભ્યાસમાં જણાયું કે 20.4% કંપનીઓ એકવાર ઝોમ્બી બની હતી. 55% ઝોમ્બી કંપનીઓમાં સુધારાના સંકેત મળ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભારતીય કોર્પોરેટ જગતે 'ઝોમ્બી' કંપનીઓમાંથી મુક્તિ મેળવી

ઝોમ્બી (નબળી/દેવામાં ડૂબેલી) કંપનીઓનો હિસ્સો વર્ષ ૨૦૧૭ના ૮.૧ ટકાથી ઘટીન ૨૦૨૫માં ૫.૫ ટકા થયો
અમદાવાદ : ભારતના કોર્પોરેટ ક્ષેત્રમાં ઝોમ્બી (નબળી/દેવામાં ડૂબેલી) કંપનીઓનો હિસ્સો વર્ષ ૨૦૧૭ના ૮.૧ ટકાથી ઘટીને વર્ષ ૨૦૨૫માં ૫.૫ ટકા થયો છે. આ દર્શાવે છે કે કંપનીઓ હવે પોતાના દેવાની ચુકવણી વધુ સારી રીતે કરી શકે તેવી સ્થિતિમાં છે તેમ ડન એન્ડ બ્રેડસ્ટ્રીટના તાજેતરના અહેવાલમાં જણાવાયું હતું.
આ અભ્યાસમાં વર્ષ ૨૦૧૫થી ૨૦૨૫ દરમિયાન અંદાજે ૬,૦૦૦ લિસ્ટેડ કંપનીઓનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. જો કોઈ કંપનીનો ઇન્ટરેસ્ટ કવરેજ રેશિયો સતત ત્રણ વર્ષ સુધી ૧ કરતાં ઓછો રહે, તો તેને 'ઝોમ્બી' ગણવામાં આવી હતી, અને જો આ રેશિયો કોઈપણ એક વર્ષમાં ૧થી નીચે જાય, તો તેને 'સ્ટ્રેસ્ડ' (દબાણ હેઠળની) ગણવામાં આવી હતી. ઇન્ટરેસ્ટ કવરેજ રેશિયાની ગણતરી વ્યાજ અને કર પહેલાંના નફાને વ્યાજના ખર્ચ વડે ભાગીને કરવામાં આવે છે.
આ સમયગાળા દરમિયાન તણાવગ્રસ્ત અને ઝોમ્બી કંપનીઓનો સંયુક્ત હિસ્સો ૨૩.૫ ટકાની ટોચે પહોંચ્યા બાદ ઘટીને ૨૦૨૫માં ૧૪.૨ ટકા થયો હતો. જે કંપનીઓનું મૂલ્યાંકન શક્ય બન્યું હતું તેમાંથી લગભગ ૨૦.૪ ટકા કંપનીઓ આ દાયકામાં ઓછામાં ઓછી એક વાર ઝોમ્બી કેટેગરીમાં આવી ચૂકી હતી.
જે ૭૬૪ ઝોમ્બી કંપનીઓની ૨૦૨૫ની સ્થિતિ જાણી શકાઈ હતી, તેમાંથી લગભગ ૫૫ ટકા કંપનીઓમાં સુધારાના સંકેતો જોવા મળ્યા હતા. અહેવાલ મુજબ ૩૮.૯ ટકા કંપનીઓ સંપૂર્ણપણે સંકટમાંથી બહાર આવી ગઈ (રિકવર થઈ) હતી, ૧૬ ટકા કંપનીઓમાં કામચલાઉ સુધારો થયો હતો, જ્યારે ૩૨.૩ ટકા કંપનીઓ હજુ પણ ઝોમ્બી સ્થિતિમાં જ હતી.
સંકટમાંથી બહાર આવેલી કંપનીઓ માટે સરેરાશ ફેલ્યોર રો સ્કોર ૧,૩૮૮ રહ્યો હતો, જ્યારે તંદુરસ્ત કંપનીઓ માટે તે ૧,૪૧૯ અને ઝોમ્બી કંપનીઓ માટે ૧,૧૮૩ હતો. વધારે સ્કોરનો અર્થ નિષ્ફળ થવાનું ઓછું જોખમ થાય છે.