Get The App

ચાલુ વર્ષમાં ભારતની કંપનીઓ દ્વારા UAEમાં 1.20 અબજ ડોલરનું રોકાણ

- અમેરિકા બાદ યુએઈ ભારતનું બીજુ મોટું ઓડીઆઈ મથક

Updated: Mar 21st, 2026

GS TEAM

Google News
Google News
ચાલુ વર્ષમાં ભારતની કંપનીઓ દ્વારા UAEમાં 1.20 અબજ ડોલરનું રોકાણ 1 - image

મુંબઈ : વર્તમાન નાણાં વર્ષમાં ભારત દ્વારા  યુનાઈટેડ આરબ અમીરાતસ (યુએઈ)માં ૧.૨૦ અબજ ડોલર જેટલું   વિદેશી ડાયરેકટ ઈન્વેસ્ટમેન્ટસ (ઓડીઆઈ) થયું છે જે વર્તમાન નાણાં વર્ષના એપ્રિલથી ફેબુ્રઆરીના ગાળામાં થયેલા કુલ ઓવરસીઝ  ડાયરેકટ ઈન્વેસ્ટમેન્ટસના સાત ટકા જેટલું થવા જાય છે.

અખાતી દેશોમાં થયેલા ભારતના ઈન્વેસ્ટમેન્ટ પશ્ચિમ એશિયામાં હાલમાં ચાલી રહેલા યુદ્ધને કારણે જોખમમાં મુકાયા છે.  ભારતની નાની તથા મધ્યમ કદની કંપનીઓ દ્વારા વધુ પડતા રોકાણ કરવામાં આવ્યા છે અને તે પણ લોજિસ્ટિકસ તથા વેરહાઉસિંગ, રેસ્ટોરાં અને હોટેલ્સ જેવા ક્ષેત્રમાં વધુ થયા છે. 

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના ડેટા પ્રમાણે એપ્રિલ ૨૦૨૩થી ઓગસ્ટ ૨૦૨૫માં યુએઈમાં ભારતની કંપનીઓએ એકંદરે પાંચ અબજ ડોલરનું  ઓડીઆઈ કર્યું છે જે આ ગાળામાં ભારતના થયેલા કુલ ઓડીઆઈના દસ ટકા જેટલું છે. 

ભારતની કંપનીઓએ યુએઈમાં ઈક્વિટી, લોન તથા ગેરન્ટીના સ્વરૂપમાં રોકાણ કર્યું છે. 

અગાઉ કરાયેલા ઈન્વેસ્ટમેન્ટ પર ભારતીય કંપનીઓને તબક્કાવાર વળતર છૂટયું છે પરંતુ વર્તમાન નાણાં વર્ષમાં થયેલા ઈન્વેસ્ટમેન્ટ જોખમમાં મુકાઈ ગયાનું કહી શકાય એમ છે રિઝર્વ બેન્કના સુત્રોએ જણાવ્યું હતું.  છેલ્લા બે વર્ષમાં અમેરિકા બાદ યુએઈ ભારતનું બીજું મોટું ઓડીઆઈ મથક બન્યું છે.