Get The App

ભારતની અમેરિકા સાથે ઐતિહાસિક ડીલ, વાર્ષિક 10% LPG ખરીદવા માટે કર્યા કરાર

Updated: Nov 17th, 2025

GS TEAM

Google News
Google News
ભારતની અમેરિકા સાથે ઐતિહાસિક ડીલ, વાર્ષિક 10% LPG ખરીદવા માટે કર્યા કરાર 1 - image

India-America LPG Deal : ભારતે અમેરિકા પાસેથી 2026માં LPG ખરીદવા માટે ઐતિહાસિક સમજૂતી કરાર કર્યા છે. ડીલ મુજબ, ભારત પોતાના એલપીજી આયાતનો લગભગ 10 ટકા હિસ્સો અમેરિકાથી આયાત કરશે. રિપોર્ટ મુજબ ભારતની જાહેર ક્ષેત્રની ઓઇલ કંપનીઓ ઈન્ડિયન ઓઇલ (IOC), BPCL, HPCL સંયુક્ત રીતે 2026માં અમેરિકાના ગલ્ફ કોસ્ટમાંથી આશરે 2.2 મિલિયન ટન એલપીજી ખરીદશે.

અમેરિકા સાથે ઐતિહાસિક ડીલ : કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી

કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ અમેરિકા સાથેની ડીલને પ્રથમ ઐતિહાસિક ગણાવી છે. આ ડીલ અમેરિકન કંપનીઓ શેવરોન, ફિલિપ્સ 66 અને ટોટલએનર્જીસ ટ્રેડિંગ દ્વારા કરવામાં આવી છે. આ ડીલનો મુખ્ય ફાયદો એ છે કે, ભારતની પરંપરાગત પશ્ચિમ એશિયાઈ સપ્લાયરો (સાઉદી અરેબિયા, યુએઈ, કતાર, કુવૈત) પરની નિર્ભરતા ઘટશે અને અમેરિકન ઊર્જા બજાર સાથેના સંબંધો મજબૂત થશે.

આ પણ વાંચો : ‘કોઈપણ દેશ રશિયા પાસેથી ઓઈલ ખરીદીને બીજાને વેચશે તો...’ US સંસદમાં રજૂ કરાયું ‘500% ટેરિફ’ ઝીંકવાનું બિલ

ભારત કુલ જરૂરિયાતનો 60 ટકા LPG આયાત કરે છે

ભારતમાં એલપીજીનો ઉપયોગ મુખ્યત્વે ઘરેલું રસોઈ માટે થાય છે અને અત્યાર સુધી તેના આયાતનો મોટો હિસ્સો પશ્ચિમ એશિયામાંથી આવતો હતો. સરકાર ગરીબ અને ગ્રામીણ પરિવારોને સબસિડીવાળા દરે એલપીજી ઉપલબ્ધ કરાવે છે, જેનો હેતુ પરંપરાગત અને પ્રદૂષિત ઇંધણનો ઉપયોગ ઘટાડવાનો છે. સરકારી ડેટા મુજબ, ભારત દેશની કુલ એલપીજીની જરૂરિયાતનો 60 ટકા હિસ્સો અન્ય દેશોમાંથી આયાત કરે છે.

આ પણ વાંચો : શેખ હસીના મુદ્દે ચુકાદા બાદ બાંગ્લાદેશમાં ભારેલો અગ્નિ, હજારોની સંખ્યામાં જવાનો તૈનાત