Get The App

‘કોઈપણ દેશ રશિયા પાસેથી ઓઈલ ખરીદીને બીજાને વેચશે તો...’ US સંસદમાં રજૂ કરાયું ‘500% ટેરિફ’ ઝીંકવાનું બિલ

Updated: Nov 17th, 2025

GS TEAM

Google News
Google News
‘કોઈપણ દેશ રશિયા પાસેથી ઓઈલ ખરીદીને બીજાને વેચશે તો...’ US સંસદમાં રજૂ કરાયું ‘500% ટેરિફ’ ઝીંકવાનું બિલ 1 - image

America-Russia Controversy : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ યુક્રેન સાથે યુદ્ધ લડી રહેલા રશિયા પર ફરી આક્રમક બન્યા છે. ટ્રમ્પે સત્તા સંભાળતાની સાથે જ કહ્યું હતું કે, તેઓ યુક્રેન-રશિયાનું યુદ્ધ એક મહિનામાં સમાપ્ત કરી દેશે. જોકે તેઓ નિષ્ફળ ગયા બાદ રશિયા પર એક પછી એક પ્રહારો કરી રહ્યા છે. હવે તેમણે ચેતવણી આપી છે કે, રશિયા પાસેથી વેપાર કરનારા કોઈપણ દેશ પર કડક પ્રતિબંધો લાદવામાં આવશે.

રશિયા પાસેથી ઓઈલ ખરીદીને બીજાને વેંચવામાં આવશે તો...

વાસ્તવમાં રશિયા પર વધુ દબાણ વધારવા માટે સીનેટર લિન્ડસે ગેહામે અમેરિકન સંસદમાં એક બીલ રજૂ કર્યું છે. બિલના પ્રસ્તાવ મુજબ, જો કોઈ દેશ રશિયા પાસેથી ઓઈલ ખરીદે અને તેને પુનઃ વેચાણ કરે તો તે દેશો પર 500 ટકા ટેરિફ ઝીંકવાનો ઉલ્લેખ કરાયો છે. 

બિલને સર્વસંમત્તિ મળી

ગ્રાહમ અને સીનેટર રિચર્ડ બ્લૂમેંથલે ‘રશિયા પ્રતિબંધ અધિનિયમ-2025’ નામનું બિલ રજૂ કર્યું છે. બિલનો મુખ્ય ઉદ્દેશ્ય, પુતિનની મદદ કરનારા દેશો પર ગૌણ ટેરિફ અને પ્રતિબંધો લાદવાનો છે. આ બિલને સીનેટની વિદેશ મામલાઓની સમિતિ દ્વારા સર્વસંમત્તિ પણ મળી ગઈ છે.

આ પણ વાંચો : શેખ હસીના મુદ્દે ચુકાદા બાદ બાંગ્લાદેશમાં ભારેલો અગ્નિ, હજારોની સંખ્યામાં જવાનો તૈનાત 

ટ્રમ્પે બિલ અંગે શું કહ્યું?

પત્રકારોએ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (US President Donald Trump)ને પ્રશ્નો કર્યો હતો કે, શું રશિયા અને રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન (Russia President Vladimir Putin) પર દબાણ લાવવા માટે કોંગ્રેસ દ્વારા કાર્યવાહી કરવાનો સમય આવી ગયો છે? તો તેમણે કહ્યું કે, ‘મેં સાંભળ્યું છે કે, તેઓ આવું કરી રહ્યા છે અને મને તેનાથી કોઈ વાંધો નથી. આપણે તેમાં ઈરાનને પણ જોડી શકીએ છીએ.’

આ પણ વાંચો : બાંગ્લાદેશને સોંપો શેખ હસીના, ફાંસીની સજાના ચુકાદા બાદ યુનુસ સરકારનો ભારતને પત્ર