Business

સોફ્ટ ડ્રિંક્સ પરનો GST 28 થી વધારીને 40 ટકા કરાયો; પણ ભાવ નહીં વધે! જાણો કેમ?

By GS Team
3 May 20262 mins read
TukuTouch Logo
ભારત સરકારે 1 મે 2026 થી સોફ્ટ ડ્રિંક્સ પરના ટેક્સ દરોમાં ધરખમ વધારો કર્યો છે. 30મી એપ્રિલે બહાર પાડવામાં આવેલા નોટિફિકેશન મુજબ, હવે સોફ્ટ ડ્રિંક્સ પર 28 ટકાને બદલે 40 ટકા જીએસટી લાગુ થશે. હવેથી નવા રેટ પ્રમાણે જ તમામ વ્યવહાર કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સોફ્ટ ડ્રિંક્સ પરનો GST 28 થી વધારીને 40 ટકા કરાયો; પણ ભાવ નહીં વધે! જાણો કેમ?
 AI IMAGE

GST rate hike on soft drinks India: ભારત સરકારે 1 મે 2026 થી સોફ્ટ ડ્રિંક્સ પરના ટેક્સ દરોમાં ધરખમ વધારો કર્યો છે. 30મી એપ્રિલે બહાર પાડવામાં આવેલા નોટિફિકેશન મુજબ, હવે સોફ્ટ ડ્રિંક્સ પર 28 ટકાને બદલે 40 ટકા જીએસટી લાગુ થશે. હવેથી નવા રેટ પ્રમાણે જ તમામ વ્યવહાર કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે. 

શા માટે લેવાયો આ નિર્ણય?

સિંગલ ટેક્સ સ્લેબ: અગાઉ સોફ્ટ ડ્રિંક્સ પર 38 ટકા જીએસટી અને 12 ટકા કોમ્પન્સેશન સેસ લેવામાં આવતો હતો, જેના કારણે બે અલગ હિસાબ રાખવા પડતા હતા. હવે બંનેને ભેગા કરીને 40 ટકાનો એક જ સ્લેબ બનાવી દેવામાં આવ્યો છે.

આરોગ્ય પ્રત્યે જાગૃતિ: પીણાંઓમાં સુગર કન્ટેન્ટનું પ્રમાણ ઘટાડવા અને તેનો વપરાશ ઓછો કરવાના હેતુથી આ ટેક્સ વધારવામાં આવ્યો છે.

આ પણ વાંચો: દિલ્હીના વિવેક વિહારમાં ACમાં બ્લાસ્ટ થતાં ભીષણ આગ, 9 લોકોના મોત, તંત્રમાં દોડધામ

વેપારીઓ ખાસ ધ્યાન રાખે

સરકારી આદેશ મુજબ, 1 મે થી જ રિટેઈલ બિલિંગ, સ્ટોક ટ્રાન્સફર અને પરચેઝ ઓર્ડર નવા દર (40%) પ્રમાણે તૈયાર કરવાના રહેશે. જો કોઈ વેપારી જૂના ટેક્સ સ્ટ્રક્ચર મુજબ વ્યવહાર કરશે, તો તેમની સામે ટેક્સ ડિમાન્ડ નીકળી શકે છે અને વ્યાજ સહિત દંડ પણ ચૂકવવો પડી શકે છે.

ફળના નામે વેચાતા ડ્રિંક્સ પર સ્પષ્ટતા

ઘણા ડ્રિંક્સ મેન્ગો ડ્રિંક કે ફ્રૂટ સ્પ્લેશ જેવા ફળના નામે વેચાય છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે, માત્ર ફળના નામ જોડવાથી જીએસટીમાં કોઈ રાહત મળશે નહીં, તેના પર પણ નિયમ મુજબ પૂરો ટેક્સ લાગશે. જોકે, પ્યોર ફ્રૂટ જ્યુસ કે પલ્પ જે કાર્બોનેટેડ નથી, તેના પર ટેક્સ ઓછો રહેશે.