Business

Explainer: જાપાનને પછાડી દુનિયાનું સૌથી મોટું અર્થતંત્ર બન્યું ભારત, પરંતુ આમ આદમી તો ઠેરના ઠેર

By GS TEAM
31 Dec 20253 mins read
TukuTouch Logo
કેન્દ્ર સરકારની આર્થિક સમીક્ષા અનુસાર ભારત હવે અમેરિકા, ચીન અને જર્મની પછી વિશ્વનું ચોથું સૌથી મોટું અર્થતંત્ર બની ગયું છે. અંદાજે 4.18 ટ્રિલિયન ડોલરની સંપત્તિ(GDP) સાથે ભારતે જાપાન(4.11 ટ્રિલિયન ડોલર)ને પાછળ છોડી દીધું છે. આર્થિક વૃદ્ધિની ગતિ આવી જ જોવા મળશે તો 2030 સુધીમાં ભારત 7.3 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનીને જર્મની(હાલમાં 4.59 ટ્રિલિયન ડોલર)ને પણ પાછળ રાખી શકે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

Explainer: જાપાનને પછાડી દુનિયાનું સૌથી મોટું અર્થતંત્ર બન્યું ભારત, પરંતુ આમ આદમી તો ઠેરના ઠેર
(AI IMAGE)

India becomes 4th largest economy: કેન્દ્ર સરકારની આર્થિક સમીક્ષા અનુસાર ભારત હવે અમેરિકા, ચીન અને જર્મની પછી વિશ્વનું ચોથું સૌથી મોટું અર્થતંત્ર બની ગયું છે. અંદાજે 4.18 ટ્રિલિયન ડોલરની સંપત્તિ(GDP) સાથે ભારતે જાપાન(4.11 ટ્રિલિયન ડોલર)ને પાછળ છોડી દીધું છે. આર્થિક વૃદ્ધિની ગતિ આવી જ જોવા મળશે તો 2030 સુધીમાં ભારત 7.3 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનીને જર્મની(હાલમાં 4.59 ટ્રિલિયન ડોલર)ને પણ પાછળ રાખી શકે છે.

ભારતની ઝડપી આર્થિક ઉડાન પાછળ કેટલાક મુખ્ય કારણો રહ્યા છે:

- સર્વિસ સેક્ટરમાં તેજી: ટેક્નોલોજી, IT અને ફાઇનાન્સ જેવા સેવા ક્ષેત્રોનો અભૂતપૂર્વ વિકાસ થયો છે.

- મજબૂત ઘરેલુ ખર્ચ: દેશની ઘરેલુ ખરીદશક્તિ અને ગ્રાહક ખર્ચે અર્થતંત્રને સહારો આપ્યો છે.

- માળખાગત વિકાસ: રસ્તા, રેલવે, બંદરો અને ઊર્જા ક્ષેત્રમાં મોટા પ્રમાણમાં રોકાણ થયું છે.

- સુધારા: નાણાકીય અને ઔદ્યોગિક નીતિમાં થયેલા સુધારાએ વિદેશી રોકાણને આકર્ષવામાં મદદ કરી છે. 

- વર્ષ 2025ના બીજા ત્રિમાસિક ગાળામાં વાસ્તવિક જીડીપી 8.2% રહ્યો છે, જે વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે ભારતની મજબૂતી દર્શાવે છે. 

નોંધનીય છે કે, જાપાનનો વૃદ્ધિ દર 1 %, જર્મનીનો લગભગ 0.5-1 % અને અમેરિકાનો લગભગ 2-2.5 % રહ્યો છે. 

ભારતીય જીડીપી (GDP) માં થયેલો ઐતિહાસિક ઉછાળો

- 2014માં ભારત વિશ્વની 10મું સૌથી મોટું અર્થતંત્ર હતું. 

- 2019માં બ્રિટન અને ફ્રાન્સ જેવા દેશોને પાછળ છોડીને ભારત 5મા સ્થાને પહોંચ્યું.

- 2025માં જાપાનને પછાડીને ભારતે દુનિયાની ચોથી સૌથી મોટી આર્થિક શક્તિ બનવાની સિદ્ધિ મેળવી.


સિક્કાની બીજી બાજુ: માથાદીઠ આવક અને આર્થિક અસમાનતા  

ભારતમાં જીડીપીનું કદ વધવું ગર્વની વાત છે, પરંતુ માથાદીઠ આવક(Per Capita Income)ના સંદર્ભમાં ચિત્ર ગંભીર છે. ભારતની માથાદીઠ આવક અંદાજે 2,694 ડોલર છે, જ્યારે જાપાનની 32,487 ડોલર અને જર્મનીની 56,103 ડોલર છે. તેનો અર્થ એ છે કે સામાન્ય ભારતીયની આર્થિક સ્થિતિ હજુ પણ વિકસિત દેશોની સરખામણીએ ઘણી પાછળ છે. 

બીજી બાજુ, ભારતમાં આર્થિક અસમાનતા ખૂબ જ ભયાનક છે અને લાખો લોકો બેરોજગાર છે. વૈશ્વિક ધારાધોરણ પ્રમાણે રોજના ત્રણ ડોલરની આવકની રીતે જોઈએ તો દેશમાં આશરે આઠ કરોડ લોકો અતિશય ગરીબની વ્યાખ્યામાં આવે છે, જે બીપીએલ એટલે કે બિલો પોવર્ટી લાઈન જીવન વ્યતીત કરી રહ્યા છે. એટલું જ નહીં, ભારત સરકારના આંકડા પ્રમાણે 23 કરોડથી વધુ લોકો ગરીબ છે, જેમને ઘર, ભોજન કે પીવાનું શુદ્ધ પાણી સહિત કોઈ જ સુવિધા મળી નથી. 

આ પણ વાંચો: ચાંદી ફરી ગબડી, એકઝાટકે 18000 રૂપિયા સુધીનો કડાકો, સોનું પણ 1000થી વધુ તૂટ્યું

ટૂંકમાં ફક્ત મોટા અર્થતંત્રથી લોકોની સુખાકારી વધી છે એવું કહી ના શકાય. 

આ ટેબલ દ્વારા સમજો, ભારતનું અર્થતંત્ર મોટું હોવા છતાં વાસ્તવિક સમૃદ્ધિ કેટલી છે  

માપદંડભારતજાપાનજર્મનીઅમેરિકા
GDP (અંદાજિત)$4.18 Trillion$4.11 Trillion$4.59 Trillion$28+ Trillion
વૈશ્વિક રેન્કિંગચોથુંપાંચમુંત્રીજુંપહેલું
માથાદીઠ આવક$2,694$32,487$56,103$80,000+
વૃદ્ધિ દર~7-8%1%0.5-1%2-2.5%


'સામાન્ય માણસ' કેટલો સમૃદ્ધ?

આર્થિક ક્રમાંકમાં વધારો થવો એક વાત છે, પરંતુ સામાન્ય નાગરિકના રોજબરોજના જીવન પર તેની અસર બીજી વાત છે.

- વસ્તીનું ભારણ: વિશાળ વસ્તીના કારણે રાષ્ટ્રીય સંપત્તિ (GDP) વહેંચાઈ જતા માથાદીઠ હિસ્સો ઓછો થઈ જાય છે.

- આવકની અસમાનતા: દેશની સંપત્તિ સમગ્ર સમાજમાં સમાનરૂપે વહેંચાતી નથી. શહેરી અને ઉચ્ચ કુશળતા ધરાવતા વર્ગો સુધી વિકાસ મર્યાદિત રહેવાનું જોખમ છે.

- રોજગાર અને કૌશલ્ય: ઝડપી આર્થિક વૃદ્ધિને પર્યાપ્ત રોજગાર સર્જન અને યુવાનોના કૌશલ્ય વિકાસ સાથે જોડવાની જરૂર છે.

આ પણ વાંચો: ઇન્વેસ્ટમેન્ટ જગતના 'મહારથી' વોરેન બફેટની નિવૃત્તિ: 95 વર્ષની વયે 60 વર્ષની CEO તરીકેની ઇનિંગનો અંત

સર્વસમાવેશક વિકાસ જરૂરી છે

જાપાન જેવી મહાશક્તિને પાછળ છોડવું એ ગર્વની વાત છે. પરંતુ, જ્યારે સામાન્ય નાગરિકની માથાદીઠ આવક અને જીવનધોરણમાં સુધારો થશે, ત્યારે જ આ સિદ્ધિ સંપૂર્ણ ગણાશે. દેશની આર્થિક તાકાતને દરેક નાગરિકની સમૃદ્ધિમાં રૂપાંતરિત કરવાનો પડકાર હજુ આપણી સામે છે. આર્થિક ક્રમાંકની આ બઢતીને ખરેખર સાર્થક બનાવવા માટે સર્વસમાવેશક વિકાસ(Inclusive Growth) પર ધ્યાન કેન્દ્રિત કરવું આવશ્યક છે. ગ્રામીણ અર્થતંત્રને મજબૂત કરવું, લઘુ અને મધ્યમ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવું, શિક્ષણ અને આરોગ્ય સેવાઓમાં રોકાણ વધારવું, અને વ્યાપક રોજગારીની તકો ઊભી કરવી એ બધું જરૂરી છે.

આ આંકડા દર્શાવે છે કે ભારત આર્થિક કદમાં ભલે મોટું બન્યું હોય, પણ સામાન્ય નાગરિકની આર્થિક સમૃદ્ધિના મામલે હજુ લાંબી મજલ કાપવાની બાકી છે. નીતિ ઘડવૈયા માટે હવે સૌથી મોટો પડકાર સમાવેશી વિકાસ સુનિશ્ચિત કરવાનો છે.