app-icon
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app{play}
FOLLOW US

પ્રતિબંધની ચિંતાના કારણે લેપટોપ, ટેબલેટની આયાત 42 ટકા ઊંચી રહી

- સરકારે નિર્ણય મોકૂફ રાખ્યો તે પૂર્વે ચીન તથા સિંગાપુર ખાતેથી આયાતમાં વધારો

Updated: Nov 21st, 2023


મુંબઈ : લાયસન્સિંગની ચિંતાને પરિણામે સપ્ટેમ્બરમાં ભારતની લેપટોપ્સ, ટેબ્લેટસની આયાત ૪૨ ટકા વધી ૭૧.૫૦ કરોડ ડોલર રહી હતી. આવા પ્રકારની ઈલેકટ્રોનિકસ હાર્ડવેર આઈટેમ્સની આયાત પર પ્રતિબંધ આવશે તેવી સરકારેે ઓગસ્ટમાં જાહેરાત કર્યા બાદ આયાતમાં વધારો થયો હતો. 

આ પહેલા આ ચીજવસ્તુની આયાત છેલ્લા એક વર્ષથી ઘટી રહી હોવાનું ચિત્ર હતું.  વાણિજ્ય વિભાગ દ્વારા જારી કરાયેલા આંકડા પ્રમાણે લેપટોપ્સ તથા ટેબ્લેટસની આયાત ચીન તથા સિંગાપુર ખાતેથી વધી છે.

પરસનલ કોમ્પ્યુટર્સ, માઈક્રો કોમ્પ્યુટર્સ, મેઈનફ્રેમ કોમ્પ્યુટર્સ, સુપર કોમ્પ્યુટર્સ, સુપર કોમ્પ્યુટર્સ સહિતના ઈન્ફરમેશન ટેકનોલોજી હાર્ડવેર સેગમેન્ટમાંના પ્રોડકટસને મર્યાદિત પ્રોડકટસની યાદી હેઠળ આવરી લેવા યોજના બનાવી રહ્યાનું કેન્દ્રએ ૩ ઓગસ્ટના જાહેર કર્યું હતું.

જો કે સરકારે આ નિર્ણય પહેલા મોકૂફ રાખીને બાદમાં તેના પર કોઈ પણ વિસ્તાર ખાતેથી પ્રતિબંધ નહીં મુકાય તેવીઓકટોબરમાં સ્પષ્ટતા આવી પડી હતી.

દેશના ઈલેકટ્રોનિકસ ઉદ્યેોગ દ્વારા કેન્દ્ર સરકાર સમક્ષ કરાયેલી રજુઆત બાદ તેને લાગુ નહીં કરવાનો નિર્ણય આવી પડયો હોવાનું ઉદ્યોગના સુત્રોએ જણાવ્યું હતું. ચીન ખાતેથી આયાત ઘટાડવાના ભાગરૂપ સરકારનો આ નિર્ણય આવી પડયો હતો. 

૨૦૨૨ના સપ્ટેમ્બરથી પરસનલ કોમ્પ્યુટર્સની આયાતમાં સતત ઘટાડો જોવા મળ્યો હતો. વર્તમાન વર્ષના ઓગસ્ટમાં આવા પ્રોડકટસની આયાત ૨૬ ટકા ઘટી ૫૨.૫૦ કરોડ ડોલર રહી હતી. 

Gujarat