Business

તહેવાર ટાણે બેન્કનું કામકાજ હોય તો વહેલાસર આટોપી લેજો! આવતા સપ્તાહમાં 4 દિવસ બેન્કો રહેશે બંધ

By GS Team
23 Aug 20261 min read
TukuTouch Logo
આગામી સપ્તાહે 24 થી 30 ઓગસ્ટ 2026 દરમિયાન દેશના વિવિધ રાજ્યોમાં બેંકો કુલ 4 દિવસ બંધ રહેશે. ઈદ-એ-મિલાદ, ઓણમ અને રક્ષાબંધન જેવા તહેવારો તથા રવિવારની રજાના કારણે બેંક શાખાઓ બંધ રહેશે. 29 ઓગસ્ટે પાંચમો શનિવાર હોવાથી બેંકો ખુલ્લી રહેશે. જોકે, ઓનલાઈન બેંકિંગ અને ATM સેવાઓ રાબેતા મુજબ ચાલુ રહેશે.

Summarized by AI; it may make mistakes. Check important info

તહેવાર ટાણે બેન્કનું કામકાજ હોય તો વહેલાસર આટોપી લેજો! આવતા સપ્તાહમાં 4 દિવસ બેન્કો રહેશે બંધ

Bank Holidays Next Week Banks To Remain Closed: આગામી સપ્તાહે તારીખ 24 થી 30 ઓગસ્ટ 2026 દરમિયાન દેશના અલગ-અલગ રાજ્યોમાં તહેવારો અને અઠવાડિક રજાઓના કારણે બેંક શાખાઓ કુલ 4 દિવસ બંધ રહેશે. ઈદ-એ-મિલાદ, ઓણમ અને રક્ષાબંધન જેવા તહેવારોને કારણે વિવિધ રાજ્યોમાં બેંકોમાં કામકાજ બંધ રહેશે.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના હોલિડે કેલેન્ડર મુજબ, 29 ઓગસ્ટે મહિનાનો પાંચમો શનિવાર હોવાથી તે દિવસે બેંકો ખુલ્લી રહેશે.

24 થી 30 ઓગસ્ટ વચ્ચે રજાઓની સંપૂર્ણ યાદી

25 ઓગસ્ટ (મંગળવાર): કેરળ અને આંધ્રપ્રદેશમાં મિલાદ-ઉન-નબી / ઓણમ નિમિત્તે બેંકો બંધ રહેશે.

26 ઓગસ્ટ (બુધવાર): મહારાષ્ટ્ર, કર્ણાટક, મધ્યપ્રદેશ, તમિલનાડુ, ઉત્તરાખંડ, તેલંગાણા, મણિપુર, જમ્મુ-કાશ્મીર, ઉત્તર પ્રદેશ, કેરળ, દિલ્હી, બિહાર, છત્તીસગઢ અને ઝારખંડમાં ઈદ-એ-મિલાદ (બારાવફાત) અને તિરુઓણમના કારણે બેંકો બંધ રહેશે.

28 ઓગસ્ટ (શુક્રવાર): રક્ષાબંધન નિમિત્તે ગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ, સિક્કિમ, રાજસ્થાન, જમ્મુ-કાશ્મીર, ઉત્તર પ્રદેશ, કેરળ અને હિમાચલ પ્રદેશમાં બેંકો બંધ રહેશે.

30 ઓગસ્ટ (રવિવાર): અઠવાડિક રજા (સાપ્તાહિક રવિવાર).

ડિજિટલ સેવાઓ ચાલુ રહેશે

બેંક શાખાઓ બંધ હોવા છતાં, ગ્રાહકો માટે ઓનલાઈન બેંકિંગ, મોબાઈલ બેંકિંગ, ઈન્ટરનેટ બેંકિંગ, UPI અને ATM સેવાઓ વિના કોઈ અડચણે 24 કલાક ચાલુ રહેશે.