Business

LIC પોલિસી સરન્ડર કરવાનું વિચારતા હોવ તો મોટું આર્થિક નુકસાન થઈ શકે, સમજો ગણિત

By GS Team
18 Aug 20262 mins read
TukuTouch Logo
આર્થિક મુશ્કેલીમાં LIC પોલિસીનું પ્રીમિયમ ભરવું અઘરું બનતા, ઘણા લોકો પોલિસી સરન્ડર કરવાનું વિચારે છે. જોકે, સમય પહેલા પોલિસી બંધ કરવાથી વીમા સુરક્ષા સમાપ્ત થાય છે અને આર્થિક નુકસાન થાય છે. શરૂઆતના વર્ષોમાં સરન્ડર કરવાથી ઓછા પૈસા મળે છે. તેના બદલે, પોલિસીને 'પેઇડ-અપ' કરવાનો વિકલ્પ વધુ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

LIC પોલિસી સરન્ડર કરવાનું વિચારતા હોવ તો મોટું આર્થિક નુકસાન થઈ શકે, સમજો ગણિત
ફાઈલ ફોટો

LIC Policy Surrender: લોકો પોતાના અને પરિવારના સારા ભવિષ્ય માટે લાઈફ ઈન્સ્યોરન્સ પોલિસી લે છે. પરંતુ ઘણી વખત આર્થિક મુશ્કેલી આવવા પર પ્રીમિયમ ભરવું મુશ્કેલ થઈ જાય છે. આવા સમયે ઘણા લોકો LIC પોલિસીને સમય પહેલા બંધ કરવા વિશે વિચારે છે પરંતુ, પોલિસી બંધ કરતા પહેલા તેના નુકસાન અને ફાયદાને સમજવું જરૂરી છે.

પોલિસી સરન્ડર અને સરન્ડર વેલ્યૂનો અર્થ

જ્યારે કોઈ વ્યક્તિ પોતાની પોલિસીને સમય પૂરો થતા પહેલા બંધ કરી દે છે અને કંપની પાસે પૈસા પાછા માગે છે, તો તેને પોલિસી સરન્ડર કહેવામાં આવે છે. ઘણા લોકોને લાગે છે કે જેટલા રૂપિયા તેમણે પ્રીમિયમ તરીકે જમા કર્યા છે, પૂરા પાછા મળી જશે. પરંતુ એવું નથી હોતું. કંપની નિયમો મુજબ અમુક કાપ મૂકીને પૈસા પાછા આપે છે, જેને સરન્ડર વેલ્યૂ કહેવામાં આવે છે.

પોલિસી બંધ કરવાના નુકસાન અને આર્થિક ફટકો

પોલિસી સરન્ડર કરવાનો સૌથી મોટો ગેરફાયદો એ છે કે ઈન્સ્યોરન્સ સેફ્ટી ખતમ થઈ જાય છે. પોલિસી બંધ થયા પછી જો પોલિસી લેનાર સાથે કંઈ થાય છે, તો પરિવાર કે નોમિનીને ઈન્સ્યોરન્સના રૂપિયા મળતા નથી. એટલે કે જે સેફ્ટી માટે પોલિસી લેવામાં આવી હતી, તે પૂરી થઈ જાય છે. પોલિસીના શરૂઆતના વર્ષોમાં પ્રીમિયમનો અમુક હિસ્સો એજન્ટ કમિશન, પોલિસી ઈશ્યૂ કરવાના ખર્ચ અને અન્ય ફીમાં જતો રહે છે. તેથી જો કોઈ વ્યક્તિ શરૂઆતના વર્ષોમાં પોલિસી બંધ કરે છે તો તેને જમા કરેલા રૂપિયાથી ખૂબ ઓછા રૂપિયા મળી શકે છે. સાથે જ બોનસ જેવા ફાયદા પણ ખતમ થઈ શકે છે.

પોલિસી બંધ કરવાને બદલે પેઇડ-અપ કરવાનો વિકલ્પ

જો પ્રીમિયમ ભરવું મુશ્કેલ થઈ રહ્યું હોય તો પોલિસીને તુરંત બંધ કરવી જરૂરી નથી. કસ્ટમર પોતાની પોલિસીને Paid-up કરાવી શકે છે. તેમાં આગળ પ્રીમિયમ ભરવું પડતું નથી, પરંતુ પોલિસી પૂરી રીતે ખતમ નથી થતી. પરંતુ, મેચ્યોરિટી પર મળતા રૂપિયા ઓછા થઈ શકે છે, તેથી LIC પોલિસી બંધ કરતા પહેલા સરન્ડર વેલ્યૂ અને Paid-up વેલ્યૂની જાણકારી જરૂર લો, જેથી ઉતાવળમાં ફાઈનાન્શિયલ નુકસાનથી બચી શકાય.