Get The App

GSTમાં રાહત: ડિસેમ્બરમાં જીવન વીમા કંપનીઓની પ્રીમિયમની આવક વધી

- જીવન વીમા પોલિસીનું વેચાણ પણ ૩૫ ટકાથી વધુ વધી ૨૮ લાખ લાખ પહોંચી ગયુ

Updated: Jan 13th, 2026

GS TEAM

Google News
Google News
GSTમાં રાહત: ડિસેમ્બરમાં જીવન વીમા કંપનીઓની પ્રીમિયમની આવક વધી 1 - image

મુંબઈ : ગુડસ એન્ડ સર્વિસીઝ ટેકસ (જીએસટી)માં ઘટાડાને પરિણામે જીવન વીમા ઉદ્યોગની નવા બિઝનેસ પ્રીમિયમ મારફતની આવક ડિસેમ્બરમાં વાર્ષિક ધોરણે ૪૦ ટકા જેટલી વધી રૂપિયા ૪૨૧૫૦.૮૦ કરોડ રહી છે. ૨૦૨૪ના ડિસેમ્બરમાં આ આંક રૂપિયા ૩૦૨૧૮.૭૧ કરોડ રહ્યો હતો. 

જીવન વીમા કંપનીઓ દ્વારા  પોલિસીનું વેચાણ ૩૫.૪૪ ટકા જેટલું વધી ૨૮ લાખ રહ્યું છે. 

વ્યક્તિગત જીવન વીમા પોલિસી પરના જીએસટીને તર્કબદ્ધ બનાવાતા ગ્રાહકોને પોલિસીઓ પરવડી શકે તેવા પ્રીમિયમ સ્તરે પ્રાપ્ત થવા લાગી છે. 

વર્તમાન નાણાં વર્ષમાં કોઈ એક મહિનામાં નવા બિઝનેસ પ્રીમિયમમાં ડિસેમ્બરની વૃદ્ધિ સૌથી ઊંચી રહેવા પામી છે. વ્યક્તિગત જીવન વીમા પોલિસીના પ્રીમિયમ પર જીએસટી ઘટાડી શૂન્ય ટકા કરાયો છે. 

નવેમ્બરમાં નવા બિઝનેસ પ્રીમિયમ મારફતની આવકમાં વીસ ટકા વધારો જોવા મળ્યો હતો, એમ લાઈફ ઈન્સ્યૂરન્સ કાઉન્સિલના ડેટા જણાવે છે.

સરકાર હસ્તકની એલઆઈસીની નવા બિઝનેસ પ્રીમિયમ મારફતની આવક ડિસેમ્બરમાં વાર્ષિક ધોરણે ૫૭.૪૫ ટકા વધી રૂપિયા ૨૧૨૯૩.૯૦ કરોડ રહી હતી, જે ૨૦૨૪ના ડિસેમ્બરમાં રૂપિયા ૧૩૫૨૩.૯૦ કરોડ જોવા મળી હતી. 

ખાનગી જીવન વીમા કંપનીઓની આવક આશરે ૨૫ ટકા વધી રૂપિયા ૨૦૮૫૬.૯૦ કરોડ રહી હોવાનું પણ કાઉન્સિલના ડેટા જણાવે છે.  ડિસેમ્બરના અંતે સમાપ્ત થયેલા નવ મહિનામાં જીવન વીમા કંપનીઓની નવા બિઝનેસ પ્રીમિયમ મારફતની આવક રૂપિયા ૩.૧૧ ટ્રિલિયન રહી હતી.