સરકારી જામીનગીરીઓ તરફ રિટેલ રોકાણકારોનું વધી રહેલું આકર્ષણ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

પોર્ટફોલિયોમાં વિવિધતા લાવવા માટે રોકાણકારોની સરકારી બોન્ડ્સમાં (ગિલ્ટ્સ) ખરીદી વધી
અમદાવાદ : ભારતીય રિઝર્વ બેંકના રિટેલ ડાયરેક્ટ પ્લેટફોર્મની લોકપ્રિયતા સતત વધી રહી છે, જેમાં ખાતાઓની સંખ્યા અને સેકન્ડરી માર્કેટમાં ટ્રેડિંગ વોલ્યુમમાં સ્થિર વૃદ્ધિ નોંધાઈ છે. આ દર્શાવે છે કે સરકારી જામીનગીરીઓમાં રિટેલ રોકાણકારોની ભાગીદારી વધી રહી છે.
૨૭ જુલાઈ સુધીના ડેટા મુજબ, ટ્રેઝરી બિલ્સ, ફ્લોટિંગ રેટ સેવિંગ્સ બોન્ડ્સ, કેન્દ્ર અને રાજ્ય સરકારની જામીનગીરીઓ જેવા સાધનોમાં પ્રાઈમરી માર્કેટ સબ્સ્ક્રિપ્શન વાર્ષિક ધોરણે ૩૮.૨% વધીને રૂ. ૯,૫૭૨.૭૫ કરોડ થયું છે. આ સાધનોમાં કુલ સેકન્ડરી માર્કેટ ટ્રેડિંગ વોલ્યુમ ૧૬૩% વધીને રૂ. ૧૧,૦૦૩.૭૫ કરોડ થઈ ગયું છે, જ્યારે આ સાધનોનું કુલ હોલ્ડિંગ લગભગ ૭૦% વધીને રૂ. ૪,૦૫૧.૨૪ કરોડ પહોંચ્યું છે.
૨૭ જુલાઈ સુધીમાં પોર્ટલ પર ખોલવામાં આવેલા ખાતાઓની સંખ્યા વાર્ષિક ધોરણે લગભગ ૩૧.૨% વધીને ૩,૭૭,૦૦૦ થઈ ગઈ છે, જે એક વર્ષ પહેલા ૨,૮૭,૦૦૦ હતી.
નિષ્ણાતોના મતે જોખમી અસ્કયામતો (રિસ્ક એસેટ્સ)ના નબળા દેખાવ અને ફિક્સ્ડ ડિપોઝિટના વ્યાજદરો પાછળ રહી જવાને કારણે, સુરક્ષાને પ્રાથમિકતા આપતા રોકાણકારો માટે આ પ્લેટફોર્મ પસંદગીનું સ્થળ બની રહ્યું છે. સરકારી જામીનગીરીઓ સ્થિરતા અને સુનિશ્ચિતતા પૂરી પાડે છે. સરકાર સમિાૃર્થત જામીનગીરીઓમાં ક્રેડિટ જોખમ હોતું નથી અને તે વાૃધુ વળતર (યીલ્ડ) આપે છે, તેથી આ પ્લેટફોર્મ ઝડપથી લોકપ્રિય થઈ રહ્યું છે.
ઘણા રોકાણકારો પોતાના પોર્ટફોલિયોમાં વિવિાૃધતા અને સંતુલન લાવવા માટે ફિક્સ્ડ-ઇનકમ એસેટ્સ તરફ વળી રહ્યા છે. જોકે અગાઉ ફિક્સ્ડ ડિપોઝિટ પર ઊંચા વ્યાજદરો મળતા હતા, પરંતુ ત્યારપછીના દર ઘટાડાને કારણે તેનું આકર્ષણ ઘટયું છે.









