ચોખાની નિકાસ પર નિયંત્રણો મૂકવા માટે સરકારની વિચારણા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

આ નિયંત્રણો ટૂંકા ગાળાના પગલાં હોવાની શક્યતા, જે ઓગસ્ટ, ૨૦૨૩માં લાદવામાં આવેલા પ્રતિબંધથી અલગ હશે
અમદાવાદ : સ્થાનિક પુરવઠો સુધારવા અને સ્થાનિક ભાવમાં થઈ રહેલા તીવ્ર વધારાને રોકવા માટે સરકાર નોન-બાસમતી ચોખા પર ૩૦% નિકાસ જકાત (એક્સપોર્ટ ડયુટી) લાદવાના પ્રસ્તાવ પર વિચાર કરી રહી છે. અલ નીનોની અસરને કારણે ખરીફ પાકનું ઉત્પાદન ઓછું થવાની સંભાવના વચ્ચે સ્થાનિક છૂટક ભાવમાં સતત વધારો થઈ રહ્યો હોવાથી, આવા અનાજ માટે લઘુત્તમ નિકાસ કિંમત લાદવા અંગે પણ ચર્ચા ચાલી રહી છે.
આ નિયંત્રણો ટૂંકા ગાળાના પગલાં હોવાની શક્યતા છે, જે ઓગસ્ટ, ૨૦૨૩માં લાદવામાં આવેલા શિપમેન્ટ પરના પ્રતિબંધ અને લઘુત્તમ નિકાસ કિંમતથી અલગ હશે, જે ૧૪ મહિના સુધી ચાલુ રહ્યા હતા.
નવેમ્બરની શરૃઆતમાં, જ્યારે આંતર-મંત્રાલય પેનલ સમક્ષ નિકાસ પર નિયંત્રણો મૂકવાની યોજના રજૂ કરવામાં આવી હતી, ત્યારે વ્યાપારી સૂત્રોના જણાવ્યા અનુસાર સફેદ ચોખા (આંશિક તૂટેલા) નો ભારતીય (ફ્રેી ઓન બોર્ડ) ભાવ પ્રતિ ટન ૩૮૪-૩૮૯ ડોલર હતો, જેની સામે તેના હરીફ દેશો પાકિસ્તાન (૪૧૫ ડોલર /ટન), થાઇલેન્ડ (૪૯૫ ડોલર/ટન) અને વિયેતનામ (૪૮૦ ડોલર/ટન) ના ભાવ હતા.
પશ્ચિમ એશિયાના સંઘર્ષને કારણે પુરવઠામાં વિક્ષેપ અને અલ નીનોને કારણે સ્થાનિક ઉત્પાદનમાં ઘટાડાની સંભાવના હોવા છતાં, ભારતની સૌથી મોટી કૃષિ-પેદાશની નિકાસ એવી ચોખાની નિકાસ એપ્રિલ-ઓક્ટોબર (૨૦૨૬-૨૭) દરમિયાન વાર્ષિક ધોરણે ૪.૬% વાૃધીને ૬.૮૧ બિલિયન ડોલર થઈ છે.
ઓક્ટોબર, ૨૦૨૬માં વિશ્વના સૌથી મોટા ચોખા નિકાસકાર ભારતે ૧.૦૨ બિલિયન ડોલરના મૂલ્યના અનાજની નિકાસ કરી હતી, જે ગયા વર્ષના સમાન મહિનાની તુલનામાં ૧૮% થી વધુનો વધારો દર્શાવે છે.
ઓલ ઈન્ડિયા રાઈસ એક્સપોર્ટર્સ એસોસિએશને જણાવ્યું હતું કે, નોન-બાસમતી ચોખાની નિકાસ પરના નિયંત્રણો અથવા વધારાની જકાત સંબંિાૃધત કોઈપણ નિર્ણય ભારતીય નિકાસકારોના હિતો, આંતરરાષ્ટ્રીય વેપાર પ્રતિબદ્ધતાઓ અને વિદેશી ખરીદદારોના વિશ્વાસ વચ્ચે કાળજીપૂર્વક સંતુલન જાળવીને લેવો જોઈએ.
જો નોન-બાસમતી ચોખાની નિકાસ પર નિયંત્રણો લાદવામાં આવે, તો જે નિકાસ ઓર્ડર સામે એપેડા સંબંિાૃધત મંજૂરીઓ અથવા નોંધણીઓ પહેલેથી જ જારી કરવામાં આવી છે, લેટર્સ ઓફ ક્રેડિટ ખોલવામાં આવ્યા છે અથવા આંશિક શિપમેન્ટ થઈ ચૂક્યા છે, તે તમામ ઓર્ડરને નવી લાદવામાં આવેલી નિકાસ જકાત અથવા નિકાસ પ્રતિબંધમાંથી ખાસ મુક્તિ આપવી જોઈએ.
ચોખાની નિકાસ પર નિયંત્રણ મૂકવાનો સરકારનો આ પ્રસ્તાવ ખાદ્ય મંત્રાલયે આ મહિનાની શરૃઆતમાં દક્ષિણના રાજ્યોના તમામ વેપારીઓ, જથ્થાબંધ વિક્રેતાઓ, છૂટક વિક્રેતાઓ, મોટી રિટેલ ચેઈન્સ અને પ્રોસેસર્સ તથા મિલરોને પોર્ટલ પર ચોખાની વિવિધ જાતો - બાસમતી, નોન-બાસમતી પ્રીમિયમ, પાર-બોઈલ્ડ (ઉકળેલા), તૂટેલા ચોખા અને ડાંગરના સ્ટોકની સ્થિતિ જાહેર કરવા નિર્દેશ આપ્યા બાદ આવ્યો છે.




