Business

ગોલ્ડમેને ભારતના જીડીપી વૃદ્વિના અંદાજને વધાર્યો

By GS Team
27 Jun 20262 mins read
TukuTouch Logo
નવી દિલ્હી: અમેરિકા-ઈરાન શાંતિ કરાર બાદ ગોલ્ડમેન સાક્સે ભારતના આર્થિક વિકાસનો અંદાજ વધાર્યો છે. ક્રૂડ ઓઈલના ભાવ ઘટતા અને સ્થાનિક અર્થતંત્ર મજબૂત બનતા, 2026 માટે GDP વૃદ્ધિ દર 6.8% અંદાજવામાં આવ્યો છે. આનાથી ફુગાવો અને ચાલુ ખાતાની ખાધના અંદાજો પણ ઘટાડવામાં આવ્યા છે, જે ભારતીય અર્થતંત્ર માટે સકારાત્મક સંકેત છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગોલ્ડમેને ભારતના જીડીપી વૃદ્વિના અંદાજને વધાર્યો
  • ક્રુડના ભાવમાં તીવ્ર ઘટાડાથી ભારત માટે મેક્રો આર્થિક જોખમો ઘટયા
    નવી દિલ્હી : ગોલ્ડમેન સાક્સે તાજેતરના અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ કરાર બાદ કેલેન્ડર વર્ષ ૨૦૨૬ માટે ભારતના આર્થિક વિકાસ-જીડીપી વૃદ્વિના અંદાજને વધારીને મૂક્યો છે. જેમાં ક્રુડ ઓઈલના ભાવમાં ઘટાડો અને મજબૂત સ્થાનિક આર્થિક સ્થિતિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
    ભારત : અમેરિકા-ઈરાન કરાર પછી સુધારેલ મેક્રો આઉટલૂક શીષર્ક ધરાવતા રિપોર્ટમાં વૈશ્વિક ઈન્વેસ્ટમેન્ટ બેંકે તેના કેલેન્ડર વર્ષ ૨૦૨૬ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી) વૃદ્વિ દરનો અંદાજ વધારીને ૬.૮ ટકા મૂક્યો છે અને ફુગાવા તેમ જ ચાલુ ખાતાની ખાધ માટેના તેના અંદાજોને ઘટાડયો છે. એમ કહીને કે ઓઈલના ભાવમાં તીવ્ર ઘટાડાથી ભારત માટે મેક્રો આર્થિક જોખમો ઘટયા છે.
    ઈન્વેસ્ટમેન્ટ બેંકના રિસર્ચ ડિપાર્ટમેન્ટે અગાઉ ચાલુ નાણાકીય વર્ષમાં અર્થતંત્ર ૬.૧ ટકાના દરે વૃદ્વિ પામશે તેવો અંદાજ મૂક્યો હતો. બેલેન્સ-તુલા, ગોલ્ડમેનની કોમોડિટી ટીમ દ્વારા ઓઈલના ભાવમાં તાજેતરના ઘટાડાની આગાહી કેલેન્ડર વર્ષ ૨૦૨૬ના ત્રીજા ત્રિમાસિકમાં બેરલ દીઠ સરેરાશ ૯૨ ડોલર સામે ૮૨ ડોલર બેરલ દીઠ અને કેલેન્ડર વર્ષ ૨૦૨૭માં ૮૦ ડોલર સામે ૭૫ ડોલર બેરલ દીઠ બતાવતા અને કેલેન્ડર વર્ષ ૨૦૨૬ માટે વાસ્તવિક જીડીપી વૃદ્વિના અંદાજને ૦.૩ ટકા વધારીને વાર્ષિક ધોરણે ૬.૮ ટકા કર્યો છે.
    કોરોના મહામારી બાદ નાણાકીય વર્ષ ૨૦૨૭ એ પહેલું પૂર્ણ નાણાકીય વર્ષ હોવાની અપેક્ષા છે, જેમાં ભારતનો આર્થિક વિકાસ ૭ ટકાથી નીચે આવી ગયો છે. નાણાકીય વર્ષ ૨૦૨૬માં અર્થતંત્રનો વિકાસ ૭.૭ ટકા થયો છે, જેને મજબૂત વપરાશ અને રોકાણ પ્રવૃતિ દ્વારા ટેકો મળ્યો છે. ગોલ્ડમેન સેક્સે નાણાકીય વર્ષ ૨૦૨૭ માટે રિટેલ ફુગાવાનો અંદાજ ૫.૧ ટકાથી ઘટાડીને ૪.૯ ટકા કર્યો છે.