સોનું રૂ.6,000 અને ચાંદી રૂ.13,000 મોંઘી! આ અઠવાડિયે કિંમતી ધાતુઓમાં કેમ આવ્યો મોટો ઉછાળો?
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gold-Silver Price: ડોલર ઈન્ડેક્સ પર દબાણ અને ફુગાવો ઘટવાની શક્યતાને પગલે સોના અને ચાંદીમાં આ અઠવાડિયે મોટો ઉછાળો આવ્યો છે, જેના કારણે સોનું રૂ.6,000 અને ચાંદી રૂ.13,000 મોંઘી થઈ છે. ઈન્ડિયા બુલિયન જ્વેલર્સ એસોસિએશન મુજબ 24 કેરેટ સોનાનો ભાવ આ અઠવાડિયે 6,761 રૂપિયા વધીને પ્રતિ 10 ગ્રામ 1,49,621 થઈ ગયો છે, જે પહેલા પ્રતિ 10 ગ્રામ 1,42,860 પર હતો.
સોનાના ભાવમાં મોટો ઉછાળો
22 કેરેટ સોનાનો ભાવ વધીને પ્રતિ 10 ગ્રામ 1,37,053 થયો છે, જે પહેલા પ્રતિ 10 ગ્રામ 1,30,860 હતો. 18 કેરેટ સોનાની કિંમત વધીને પ્રતિ 10 ગ્રામ 1,12,216 થઈ છે, જે પહેલા પ્રતિ 10 ગ્રામ 1,07,145 હતી. આ અઠવાડિયે સોનામાં સૌથી નીચો ભાવ 3 ઓગસ્ટે સાંજના સત્રમાં પ્રતિ 10 ગ્રામ 1,42,557 નોંધાયો હતો. જ્યારે સૌથી ઊંચો ભાવ 7 ઓગસ્ટે સાંજના સત્રમાં પ્રતિ 10 ગ્રામ 1,49,621 નોંધાયો હતો.
ચાંદીના ભાવમાં પણ ઉછાળો
સોનાની સાથે ચાંદીના ભાવમાં પણ ઉછાળો જોવા મળ્યો છે. ચાંદીનો ભાવ 13,086 વધીને પ્રતિ કિલો 2,31,381 થઈ ગયો છે, જે પહેલા પ્રતિ કિલો 2,18,295 હતો. આ અઠવાડિયે ચાંદીમાં સૌથી ઊંચો ભાવ 7 ઓગસ્ટે સાંજના સત્રમાં પ્રતિ કિલો 2,31,381 નોંધાયો હતો. જ્યારે સૌથી નીચો ભાવ 3 ઓગસ્ટે સાંજના સત્રમાં પ્રતિ કિલો 2,17,287 નોંધાયો હતો.
કિંમતી ધાતુઓમાં કેમ આવ્યો મોટો ઉછાળો?
IBJA દ્વારા દિવસમાં બે વાર સવાર અને સાંજના સત્રમાં સોના-ચાંદીના ભાવ જાહેર કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે સોનાનો ભાવ 4,400 ડોલર પ્રતિ ઔંસ અને ચાંદીનો ભાવ 63 ડોલર પ્રતિ ઔંસ નજીક પહોંચી ગયો છે. એક્સપર્ટસના મતે સોના-ચાંદીમાં ઉછાળાનું કારણ ક્રૂડ ઓઈલમાં નરમાઈના કારણે ફુગાવો ઘટવાની શક્યતા છે. આ સાથે જ ડોલર ઈન્ડેક્સ નબળો પડવાથી પણ કિંમતી ધાતુઓમાં તેજીને ટેકો મળ્યો છે.









