સોનામાં ૨૫૦૦નો ઉછાળોઃ ચાંદીમાં પણ તેજીઃ ક્રૂડ ૯૦ ડોલર થયા પછી ફરી તૂટયું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વિશ્વ બજારમાં સોનાના ભાવ ઉછળી ૪૪૦૦ ડોલર કુદાવી ગયા
અમેરિકામાં સરકાર હસ્તક ક્રૂડનો વ્યુહાત્મક સ્ટોક ઈરાન યુદ્ધના પગલે ૧૨ કરોડ ડોલર ઘટી ૪૩ વર્ષના તળિયે
મુંબઈ,મંગળવાર
મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવ ફરી ઉંચકાયા હતા. વિશ્વ બજાર વધતાં તથા ઘરઆંગણે કરન્સી બજારમાં રૂપિયા સામે ડોલરના ભાવ વધતાં દેશમાં આયાતી થતી કિંમતી ધાતુઓની ઈમ્પોર્ટ કોસ્ટ વધી જતાં ઝવેરી બજારમાં આજે તેજીનો પવન ફૂંકાયો હતો. વિશ્વ બજારમાં સોનાના ભાવ ઉછળી ઔંસના ઉંચામાં ૪૪૦૦ ડોલ ર ઉપર ગયાના સમાચાર હતા. દરમિયાન, વિશ્વ બજાર પાછળ અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવુ ૧૦ ગ્રામના રૂ.૨૫૦૦ ઉછળ્યા હતા.
જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૧૦૦૦ વધ્યા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં સોનાના ભાવ ૪૩૩૫ વાળ ા વધી ઉંચામાં ભાવ ૪૪૩૫ થઈ ૪૩૯૬થી ૪૩૯૭ ડોલર રહ્યાના સમાચાર હતા. વિશ્વ બજારમાં સોના પાછળ ચાંદીના ભાવ પણ ઔંસ ના ૬૪.૦૬ વાળા વધી ઉંચામાં ૬૬.૪૮ થઈ ૬૫.૨૪થી ૬૫.૨૫ ડોલર રહ્યા હતા.
દરમિયાન, અણદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ વધી ૯૯૫ના રૂ.૧૫૭૨૦૦ તથા ૯૯૯ના ભાવ રૂ.૧૫૭૫૦૦ રહ્યા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ વધી રૂ.૨૩૬૦૦૦ રહ્યા હતા. દરમિયાન, મુંબઈ બુલિયન બચારમાં સોનાના ભાવ આજે જીએસટી વગર રૂ.૨૦૦૦ વધી ૯૯૫ના ભાવ રૂ.૧૫૨૧૯૧ તથા ૯૯૯ના ભાવ રૂ.૧૫૨૮૦૭ રહ્યા હતા જ્યારે મુંબઈ ચાંદીના ભાવ જીએસટી રૂ.૪૦૦૦ વધી રૂ.૨૩૫૩૫૨ રહ્યા હતા.
દરમિયાન, વિશ્વ બજારમાં ક્રૂડતેલ બજારમાં આજે બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ૮૪.૫૨થી વધી ઉંચામાં ભાવ ૯૦.૦૭ થઈ ૮૭.૮૨ ડોલર રહ્યા હતા. યુએસ ક્રૂડન ભાવ વ ધી ૮૪.૬૧ થઈ ૮૨.૩૦ ડોલર રહ્યા હતા. અમેરિકામાં સરકાર હસ્તકનો ક્રૂડનો વ્યુહાત્મક સ્ટોક ઘટી ૩૦ કરોડ બેરલ્સની અંંદર ઉતરી ગયાના સમાચાર હતા. આવો સ્ટોક વધુ ૬૧ લાખ બેરલ્સ ઘટી ૨૯ કરોડ ૮૭ લાખ બેરલ્સ નોંધાયો છે જે ઈરાન યુદ્ધ પૂર્વે ૪૧ કરોડ ૫૦ લાખ બેરલ્સનો રહ્યો હતો. દરમિયાન, મુંબઈ બુલિયન બજારમાં આજે પ્લેટીનમના ભભાવ ૧૦ ગ્રામના રૂ.૧૨૦૦ વધી રૂ.૬૦૮૬૦ રહ્યા હતા.









