Business

સોનું ઊછળી રૂ.80,000ની ઉપર: ચાંદી ઉંચકાઈ જો કે ક્રૂડમાં તેજીના વળતા પાણી

By GS Team
10 Jan 20252 mins read
This article was originally published on 10 Jan 2025
સોનું ઊછળી રૂ.80,000ની ઉપર: ચાંદી ઉંચકાઈ જો કે ક્રૂડમાં તેજીના વળતા પાણી

મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવમાં રેકોર્ડ તેજી આગળ વધી હતી. વિશ્વ બજાર ઉંચકાતાં તથા ઘરઆંગણે કરન્સી બજારમાં ડોલર સામે રૂપિયો ગબડતાં ઘરઆંગણે કિંમતી ધાતુઓની ઈમ્પોર્ટ કેસ્ટ ઉંચકાતાં દેશના ઝવેરી બજારો આજે ઉછળતા જોવા મળ્યા હતા.  

અમદાવાદ ઝવેરી બજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામના વધુ રૂ.૨૦૦ વધી ૯૯.૫૦ના રૂ.૭૯૯૦૦ તથા ૯૯.૯૦ના રૂ.૮૦૧૦૦ રહ્યા હતા.

 અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૯૦૫૦૦ રહ્યા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશના ૨૬૪૯થી ૨૬૫૦ વાળા ઉંચામાં ૨૬૭૩ થઈ ૨૬૭૨ ડોલર રહ્યાના નિર્દેશો હતા. ફંડો એક્ટીવ હતા. સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ પણ ઔંશના ૩૦.૦૭થી ૩૦.૦૮ વાળા વધી ૩૦.૩૯ થઈ ૩૦.૩૪થી ૩૦.૭૫ ડોલર રહ્યા હતા.

દરમિયાન, ગયા વર્ષે અમેરિકાની ચૂંટણી પછા નવેમ્બરમાં વિશ્વ બજારમાં સોનાના ભાવ ગબડતાં રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ નવેમ્બરમાં આશરે ૮ ટન સોનું ખરીદયું હતું તથા ગયા વર્ષે જાન્યુઆરીથી નવેમ્બરના ૧૧ મહિનાના ગાળામાં રિઝર્વ બેન્ક દ્વારા કુલ ૭૩ ટન સોનાની ખરીદી કરવામાં આવી હોવાનું વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલે જણાવ્યું હતું તથા નવેમ્બર અંત સુધીમાં આરબીઆી પાસે સોનાનું હોલ્ડિંગ વધી ૮૭૬ ટન સુધી પહોંચી ગયાના સમાચાર હતા. 

દરમિયાન, વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ વધી ૯૬૧ થઈ ૯૫૭થી ૯૫૮ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ઉંચામાં ૯૩૩ તથા નીચામાં ૯૨૦ થઈ ૯૨૮થી ૯૨૯ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ આજે ૧.૧૫ ટકા વધ્યા હતા. 

જો કે વૈશ્વિક ક્રૂડના ભાવ વધ્યા મથાળેથી ઘટાડા પર રહ્યા હતા. બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ૭૭.૨૭ વાળા નીચામાં ૭૫.૬૮ થઈ ૭૬.૩૭ ડોલર રહ્યા હતા.  યપએસ ક્રૂડના ભાવ ૭૪.૬૪ વાળા નીચામાં ૭૨.૮૪ થઈ ૭૩.૫૦ ડોલર રહ્યા હતા.

 દરમિયાન, અમેરિકાના હાલના પ્રમુખ બાયડને યુક્રેન માટે ૫૦૦ મિલીયન ડોલર આપ્યાના સમાચાર હતા. આના પગલે રશિયા-યુક્રેન વચ્ચે તંગદિલી ફરી વધવાની ભીતિ જાણકારો બતાવતા હતા. મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર વધી ૯૯.૫૦ના રૂ.૭૭૩૦૭ તથા ૯૯.૯૦ના રૂ.૭૭૬૧૮ રહ્યા હતા જ્યારે મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર વધી રૂ.૮૯૮૦૦ રહ્યા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા.