Get The App

ક્રેશ થયા બાદ ગોલ્ડ-સિલ્વરમાં તોફાની રિકવરી! ચાંદી એકઝાટકે રૂ. 21000 મોંઘી થઈ

Updated: Feb 3rd, 2026

GS TEAM

Google News
Google News
ક્રેશ થયા બાદ ગોલ્ડ-સિલ્વરમાં તોફાની રિકવરી! ચાંદી એકઝાટકે રૂ. 21000 મોંઘી થઈ 1 - image


Gold-Silver Price: સોના-ચાંદીની કિંમતોમાં પણ હવે શેર બજાર જેવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. અચાનક જ ભારે તેજી જોવા મળે અને અચાનક જ કિંમતો ક્રેશ થઈ જાય. સોના-ચાંદીની કિંમતમાં ગયા સપ્તાહે જોરદાર ઘટાડો જોવા મળ્યો છે. ચાંદીની કિંમત 4 લાખ રૂપિયાને પાર ગયા બાદ અચાનક જ ક્રેશ થઈ ગઈ હતી. સોનાના ભાવમાં પણ જોરદાર ઘટાડો થઈ રહ્યો હતો. જોકે આજે બંને કિંમતી ધાતુના ભાવમાં તેજી જોવા મળી છે. 

ચાંદીની કિંમતમાં 21 હજાર રૂપિયાનો વધારો

મંગળવારે (ત્રીજી ફેબ્રુઆરી) MCX પર વાયદા બજારમાં માર્કેટ ખૂલતાં જ સોના-ચાંદીની કિંમતમાં તોફાની તેજી જોવા મળી. સોમવારે ચાંદીની કિંમત 2.25 લાખ રૂપિયા થઈ હતી. આજે માર્કેટ ખૂલતાં જ ચાંદીની કિંમતમાં 21 હજાર રૂપિયાનો વધારો જોવા મળ્યો. સોનાના ભાવમાં પણ એકઝાટકે 5 હજાર રૂપિયાનો વધારો નોંધાયો છે. 

આજે 1 કિલો ચાંદીની કિંમત 2,57,480 રૂપિયા પહોંચી છે. અગાઉ 29 જાન્યુઆરીએ ચાંદીની કિંમત પહેલીવાર 4 લાખ રૂપિયાને પાર થઈ હતી.

આ પણ વાંચો: માર્કેટ મજામાં... સેન્સેક્સમાં 2500, નિફ્ટીમાં 700 પોઈન્ટનો ઉછાળો, રોકેટ બન્યા શેર

સોનાના ભાવમાં 5,494 રૂપિયાનો ઉછાળો

સોમવારે (બીજી ફેબ્રુઆરી) 10 ગ્રામ સોનાનો ભાવ MCX પર 1,43,991 રૂપિયા પર બંધ થયો હતો. આજે તેમાં 5,494 રૂપિયાનો ઉછાળો નોંધાતા માર્કેટની શરુઆતમાં સોનાની કિંમત 1,49,485 રૂપિયા પહોંચી હતી. જોકે હાલમાં જ 29 જાન્યુઆરીએ સોનાનો ભાવ ઓલટાઇમ હાઇ પર પહોંચ્યો હતો. જ્યારે 10 ગ્રામ સોનાની કિંમત 1,93,096 રૂપિયા થઈ ગઈ હતી.

ભારતીય બજારમાં ઉછાળો

ઉલ્લેખનીય છે કે, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પરના ટેરિફમાં 18 ટકા ઘટાડો કરવાની જાહેરાત કરી, જેના પરિણામે ભારતીય બજારમાં તીવ્ર ઉછાળો જોવા મળ્યો. મંગળવારે (ત્રીજી ફેબ્રુઆરી) બજાર ખૂલતા જ સેન્સેક્સ 2,546 પોઇન્ટથી વધુ વધ્યો, જ્યારે નિફ્ટી ઇન્ડેક્સ પણ 724 પોઇન્ટ ઉછળ્યો.