Gold price India: સોનાના ભાવમાં વર્ષ 2025માં જોરદાર તેજી આવી છે. વર્ષની શરૂઆતથી, સોનું લગભગ ૪૮ ટકા જેટલું મોંઘુ થયું છે. સોના ઉપરાંત ચાંદીના ભાવમાં પણ તીવ્ર વધારો જોવા મળ્યો હતો, જેના કારણે બંને કિંમતી ધાતુઓના ભાવ ઓલ ટાઈમ હાઈ નજીક રહ્યા હતા.
આ પણ વાંચો: સોનમ વાંગચુકનો જેલથી મેસેજ, લેહ હિંસાની તપાસની માગ, સ્વાસ્થ્ય વિશે આપી જાણકારી
24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ હવે 1,16,954
ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJE) અનુસાર, 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ હવે 1,16,954 રૂપિયા પર છે, જે એક અઠવાડિયા પહેલા આ દિવસે 1,13,262 રૂપિયા હતો, જેમાં 3692 રૂપિયાનો વધારો જોવા મળે છે.
તો 22 કેરેટ સોનાનો ભાવ વધીને 1,07,130 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે, જે અગાઉ 1,03,782 રૂપિયા હતો. 18 કેરેટ સોનાનો ભાવ વધીને 87,716 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે, જે 10 ગ્રામનો 84,974 રૂપિયા હતો.
ચાંદીના ભાવ ₹7,510 વધીને ₹1,45,610 પ્રતિ કિલો
આ સમયગાળા દરમિયાન ચાંદીના ભાવ ₹7,510 વધીને ₹1,45,610 પ્રતિ કિલો થયા, જે અગાઉ ₹1,38,100 પ્રતિ કિલોનો ભાવ હતો.
ઉલ્લેખનીય છે કે, 1 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹40,792 અથવા 53.55 ટકા વધીને ₹ 76,162 થી ₹1,16,954 થયો છે. ચાંદીના ભાવ પણ ₹ 59,593 કે 69.28 ટકા વધીને ₹1,45,610 થયા છે, જે પ્રતિ કિલોગ્રામ ₹86017 થી વધીને ₹ 1,45,610 થયો છે.


