Get The App

ભારતમાં શક્તિ તો ચીનમાં મેટમો વાવાઝોડાનો ખતરો, 151 કિમીની ગતિ; સાડા ત્રણ લાખ લોકોનું સ્થળાંતર

Updated: Oct 5th, 2025

GS TEAM

Google News
Google News
ભારતમાં શક્તિ તો ચીનમાં મેટમો વાવાઝોડાનો ખતરો, 151 કિમીની ગતિ; સાડા ત્રણ લાખ લોકોનું સ્થળાંતર 1 - image


Typhoon Matmo In China : એક તરફ ભારતમાં શક્તિ વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે, ત્યારે ચીનમાં મેટમો વાવાઝોડા (Typhoon Matmo)એ લેન્ડફોલ થતાં પહેલા જ પોતાનું જોર બતાવાનું શરૂ કરી દીધું છે. વાવાઝોડુંને લઈને તંત્ર ઍલર્ટમાં છે. રવિવારે (5 ઓક્ટોબર) સરકારે ગ્વાંગડોંગ અને હેનાન વિસ્તારોના લગભગ 3.47 લાખ લોકોને તાત્કાલિક સ્થળાંતર કરવાનો આદેશ આપ્યો હતો. ચીનના રાષ્ટ્રીય હવામાન કેન્દ્ર અનુસાર, રવિવારે સવારે મેટમોની મહત્તમ સતત પવનની ગતિ 151 કિલોમીટર પ્રતિ કલાક હતી. વાવાઝોડું રવિવારે બપોરના સુમારે ગ્વાંગડોંગના ઝાનઝિયાંગ વિસ્તારમાં પહોંચ્યું હતું. 

ચીનમાં રેડ ઍલર્ટ

મેટમો તુફાનને લઈને ચીનના હવામાન વિભાગે રેડ ઍલર્ટ જાહેર કરીને ચેતવણી આપી છે. તુફાનને લઈને ગત શનિવાર(4 ઓક્ટોબર)થી હેનાન પ્રાંતથી ફ્લાઈટ્સ રદ કરી દેવામાં આવી છે. જ્યારે સાર્વજનિક પરિવહન અને વ્યવસાયોને બંધ કરવામાં આવ્યા છે. ધ પેપર અનુસાર, પ્રભાવિત વિસ્તારના 1,97,856 જેટલાં લોકોને સલામત સ્થળે સ્થાળાંતર કરી દેવામાં આવ્યા છે. 

ભારતમાં શક્તિ તો ચીનમાં મેટમો વાવાઝોડાનો ખતરો, 151 કિમીની ગતિ; સાડા ત્રણ લાખ લોકોનું સ્થળાંતર 2 - image
Image : Google Map

ચીનના દક્ષિણ-પશ્ચિમ વિસ્તારો 'મેટમો'થી પ્રભાવિત

મેટમોના કારણે ગ્વાંગડોંગના દક્ષિણ-પશ્ચિમ વિસ્તારોને પ્રભાવિત કર્યા છે. જ્યાંથી લગભગ 1.51 લાખ લોકોનું સ્થાળાંતર કરાયુ છે. સ્થાનિક મીડિયા મુજબ, ઝાનઝિયાંગના કાંઠાના વિસ્તારોમાં રસ્તા પર દરિયાના પાણી ફરી વળ્યું હોવાના વીડિયો સામે આવ્યા છે. વાવાઝોડાને લઈને હવામાન વિભાગે ભારે વરસાદની ચેતવણી આપી છે. જેમાં ગ્વાંગડોંગ અને હેનાનના કેટલાક ભાગોમાં 100થી 249 મિલીમીટર (4 થી 10 ઇંચ) જેટલો વરસાદ થવાની શક્યતા છે. ભારે પવન સાથે વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને સ્થાનિક તંત્ર દ્વારા શિક્ષણ અને ટ્યુશન ક્લાસ રદ કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યુ છે. 

આ પણ વાંચો: નેપાળમાં કુદરતનું તાંડવ: 45થી વધુના મોત, અનેક ગુમ, મોટી સંખ્યામાં પ્રવાસીઓ પણ ફસાયા

આ અઠવાડિયાની શરૂઆતમાં મેટમો ફિલિપાઇન્સમાંથી પસાર થયું હતું. જ્યારે કોઈ મોટી જાનહાનિ કે સંપત્તિનું નુકસાન થયું ન હતું. પરંતુ વાવાઝોડાના કારણે પાંચ ઉત્તરીય કૃષિ મેદાનો અને પર્વતીય પ્રદેશોમાં 220,000 થી વધુ લોકોને અસર પહોંચી હતી. આપત્તિ વ્યવસ્થાપન અધિકારીઓએ રવિવારે જણાવ્યું હતું કે, તેમાંથી લગભગ 35,000 લોકો ભૂસ્ખલનગ્રસ્ત અથવા પૂરગ્રસ્ત વિસ્તારથી બચાવ માટે પોતાના સંબંધીઓના ઘરોમાં સ્થળાંતરિત થયા છે. ત્યારબાદ વાવાઝોડું પશ્ચિમ અને ઉત્તર તરફ આગળ વધશે, જ્યાં તે ઉત્તર વિયેતનામ અને ચીનના યુનાન પ્રાંત તરફ આગળ વધશે. 

Tags :