Business

સોનું 4,000 અને ચાંદી 9,000 રૂપિયા સસ્તી થઈ! યુએસ ફેડરલ રિઝર્વના આ એક નિવેદનથી બજાર ધ્રૂજ્યું

By GS Team
29 Aug 20262 mins read
TukuTouch Logo
સોના-ચાંદીના ભાવમાં શુક્રવારે મોટો કડાકો બોલાયો હતો. વોશિંગ્ટન અને અમેરિકી ફેડરલ રિઝર્વના વ્યાજદર વધારાના સંકેતોને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં દબાણ વધ્યું હતું. MCX પર સોનું 4,000 રૂપિયા અને ચાંદી 9,000 રૂપિયાથી વધુ તૂટ્યા. દિલ્હીમાં 24 કેરેટ સોનું 3 દિવસમાં 4,700 રૂપિયા ઘટી 1,62,400 થયું, જ્યારે ચાંદી 5,000 રૂપિયા સસ્તી થઈ.

Summarized by AI; it may make mistakes. Check important info

સોનું 4,000 અને ચાંદી 9,000 રૂપિયા સસ્તી થઈ! યુએસ ફેડરલ રિઝર્વના આ એક નિવેદનથી બજાર ધ્રૂજ્યું

Gold Silver Price Crash: સોના અને ચાંદીના રોકાણકારો માટે શુક્રવારનો દિવસ ભારે ઉથલપાથલ ભરેલો રહ્યો. સતત વધતા ભાવ વચ્ચે અચાનક એવા સમાચાર આવ્યા કે બુલિયન માર્કેટમાં મોટી વેચવાલી શરૂ થઈ ગઈ. MCX પર સોનાના ભાવમાં તેના રેકોર્ડ હાઈથી 4,000 રૂપિયાથી વધુ અને ચાંદીમાં 9,000 રૂપિયાથી વધુનો ઘટાડો જોવા મળ્યો. આ આંચકા પાછળનું સૌથી મોટું કેન્દ્રબિંદુ વોશિંગ્ટન અને અમેરિકી ફેડરલ રિઝર્વનું એક નિવેદન બન્યું છે.

એમસીએક્સ પર વાયદા બજારની સ્થિતિ
શુક્રવારે કોમોડિટી માર્કેટમાં શરૂઆતમાં ભારે ઘટાડો નોંધાયા બાદ કામકાજના અંત સુધીમાં બજારે થોડી રિકવરી પણ દર્શાવી હતી.

  • સોનું (5 ઑક્ટોબર વાયદો): કારોબારના અંતે સોનું 2,596 રૂપિયા અથવા 1.63% ઘટીને 1,56,400 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ રહ્યું.
  • ચાંદી (4 સપ્ટેમ્બર વાયદો): ચાંદીના ભાવમાં 4,000 રૂપિયા અથવા 1.66% નો ઘટાડો નોંધાયો અને તે 2,36,651 રૂપિયા પ્રતિ કિલો પર આવી ગઈ.

બુલિયન માર્કેટમાં 3 દિવસમાં સોનું 4,700 રૂપિયા ઘટ્યું ( દિલ્હીના બજાર ભાવ )

બજારમાં પણ આ ઘટાડાની સીધી અને મોટી અસર જોવા મળી છે. ગુરુવારે 24 કેરેટ સોનાનો ભાવ ₹1,65,700 પ્રતિ 10 ગ્રામ હતો, જે શુક્રવારે ₹3,300 તૂટીને ₹1,62,400 પર આવી ગયો છે. આ સાથે છેલ્લા ત્રણ દિવસમાં જ સોનામાં કુલ ₹4,700 એટલે કે લગભગ 3% જેટલો મોટો ઘટાડો નોંધાયો છે. બીજી તરફ, ચાંદીના ભાવમાં પણ મોટો કડાકો બોલાયો છે. ચાંદી અગાઉના કારોબારી સત્રના ₹2,50,500 પ્રતિ કિલોના સ્તરથી સીધી ₹5,000 સસ્તી થઈને ₹2,45,500 પ્રતિ કિલો પર પહોંચી ગઈ છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં દબાણ

  • સોનું: 3.43% તૂટીને 4,504.10 ડૉલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થતું જોવા મળ્યું.
  • ચાંદી: 4.57% ના કડાકા સાથે 66.255 ડૉલર પ્રતિ ઔંસ પર આવી ગઈ.

ભાવ તૂટવા પાછળનું મુખ્ય કારણ: અમેરિકાની ફેડરલ બેન્ક વ્યાજદર વધારે તેવી શક્યતા

બજારમાં અચાનક આવેલી આ મંદી પાછળ અમેરિકન સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વના વડા કેવિન વોર્શનું નિવેદન જવાબદાર માનવામાં આવી રહ્યું છે. બજારમાં એવી ચર્ચા છે કે ફેડ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં 2 ટકા સુધીનો વધારો થઈ શકે છે. જેના કારણે સોના-ચાંદીના ભાવમાં કડાકો જોવા મળી રહ્યો છે.