Business

સતત છઠ્ઠા દિવસે સોનામાં કડાકો, આજે 1700 રૂપિયા તૂટ્યું, ચાંદીમાં 7300થી વધુનો ઘટાડો

By GS Team
19 Mar 20262 mins read
TukuTouch Logo
મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ અને વૈશ્વિક બજારમાં આવેલા મોટા ફેરફારોની સીધી અસર કિંમતી ધાતુઓના ભાવ પર જોવા મળી રહી છે. સોના-ચાંદીની કિંમતો સતત છઠ્ઠા દિવસે ઘટતી દેખાઈ રહી છે. જ્યારે આજે સોના કરતાં ચાંદીમાં ફરી એકવાર મોટું ગાબડું પડ્યું. ઉલ્લેખનીય છે એક તરફ ક્રૂડ ઓઈલના ભાવ આકાશ આંબી રહ્યા છે ત્યારે બીજી બાજુ ડૉલર મજબૂત થવાને કારણે રૂપિયો રોજ રેકોર્ડ તળીયે પહોંચી રહ્યું છે. આજે પણ ક્રૂડ ઓઈલના ભાવ 112 ડૉલરને વટાવી ગયા છે. ત્યારે ડૉલરની તુલનાએ રૂપિયો 93.13 ની સપાટીને કૂદી ગયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સતત છઠ્ઠા દિવસે સોનામાં કડાકો, આજે 1700 રૂપિયા તૂટ્યું, ચાંદીમાં 7300થી વધુનો ઘટાડો

Silver and Gold Price : મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ અને વૈશ્વિક બજારમાં આવેલા મોટા ફેરફારોની સીધી અસર કિંમતી ધાતુઓના ભાવ પર જોવા મળી રહી છે. સોના-ચાંદીની કિંમતો સતત છઠ્ઠા દિવસે ઘટતી દેખાઈ રહી છે. જ્યારે આજે સોના કરતાં ચાંદીમાં ફરી એકવાર મોટું ગાબડું પડ્યું. ઉલ્લેખનીય છે એક તરફ ક્રૂડ ઓઇલના ભાવ આકાશ આંબી રહ્યા છે ત્યારે બીજી બાજુ ડૉલર મજબૂત થવાને કારણે રૂપિયો રોજ રૅકોર્ડ તળીયે પહોંચી રહ્યું છે. આજે પણ ક્રૂડ ઑઇલના ભાવ 112 ડૉલરને વટાવી ગયા છે. ત્યારે ડૉલરની તુલનાએ રૂપિયો 93.13ની સપાટીને કૂદી ગયો છે. 

સોનાના ભાવમાં મોટું ગાબડું

વૈશ્વિક બજારમાં ચાલી રહેલા ઑઇલ સંકટ અને આર્થિક અસ્થિરતા વચ્ચે સોનાના ભાવમાં આજે સતત છઠ્ઠા દિવસે ઘટાડો જોવા મળ્યો છે. એમસીએક્સ (MCX) પર સોનું આજે રૂ. 1,51,941 પર ખુલ્યા બાદ રૂ. 1,725 તૂટીને રૂ. 1,51,429ની સપાટીએ પહોંચ્યું છે. અગાઉ સોનું રૂ. 1,53,025 પર બંધ થયું હતું.

વાયદા બજારમાં સોનાની શું છે સ્થિતિ? 

જૂનો બંધ ભાવ (Prev. Close): રૂ. 1,53,025

આજનો ઓપન ભાવ (Open): રૂ. 1,51,941

દિવસનો ઉચ્ચ ભાવ (High): રૂ. 1,52,449

દિવસનો નીચો ભાવ (Low): રૂ. 1,51,300

સમાચાર લખાયા સુધીનો ભાવ: રૂ. 1,51,429 (આશરે 1.04%નો ઘટાડો)

ચાંદીના ભાવમાં કડાકો

સોનાની સાથે ચાંદીના ભાવમાં પણ આજે મોટું ધોવાણ થયું છે. ચાંદીના ભાવમાં એક જ દિવસમાં રૂ. 7,340નો ઘટાડો નોંધાયો છે. રૂ. 2,48,194ના સ્તરે બંધ થયેલી ચાંદી આજે રૂ. 2,45,000 પર ખુલી હતી અને સમાચાર લખાયા સુધીમાં તે ઘટીને રૂ. 2,41,500 પર ટ્રેડ થઈ રહી હતી.

ચાંદીની વાયદા બજારની સ્થિતિ

જૂનો બંધ ભાવ (Prev. Close): રૂ. 2,48,194

આજનો ઓપન ભાવ (Open): રૂ. 2,45,000

દિવસનો ઉચ્ચ ભાવ (High): રૂ. 2,45,674

દિવસનો નીચો ભાવ (Low): રૂ. 2,40,854

સમાચાર લખાયા સુધીનો ભાવ: રૂ. 2,41,500 (આશરે 2.70%નો ઘટાડો)