Business

સોના-ચાંદી તથા પ્લેટીનમમાં ફરી તેજી: ક્રૂડમાં જો કે વધ્યા ભાવથી ઘટાડો

By GS Team
10 Oct 20262 mins read
TukuTouch Logo
મુંબઈ અને અમદાવાદના ઝવેરી બજારમાં સોના-ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે. વૈશ્વિક બજારમાં કિંમતી ધાતુઓના ભાવ ઊંચકાતા સ્થાનિક બજારમાં પણ અસર થઈ. અમદાવાદમાં સોનું 10 ગ્રામદીઠ રૂ.1300 અને ચાંદી કિલોદીઠ રૂ.2000 વધી હતી. વૈશ્વિક સોનું 4200 ડોલર પાર પહોંચ્યું, જ્યારે ક્રૂડના ભાવમાં ઘટાડો નોંધાયો.

Summarized by AI; it may make mistakes. Check important info

સોના-ચાંદી તથા પ્લેટીનમમાં ફરી તેજી: ક્રૂડમાં જો કે વધ્યા ભાવથી ઘટાડો

વૈશ્વિક સોનું ફરી ઉછળી ૪૨૦૦ ડોલરને પાર
અમેરિકામાં નવેમ્બરમાં યોજાનારી મિડટર્મ ચૂંટણીઓ સુધી ટ્રમ્પ ઈરાન પર હુમલાઓ કરશે નહિં એવા નિર્દેશોએ ક્રૂડમાં પીછેહટ
મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવ ઘટતા અટકી ઝડપી ઉછળ્યા હતા. વિશ્વ બજારમાં કિંમતી ધાતુઓના ભાવ ઉંચકાતાં ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ વધી હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા. વિશ્વ બજારમાં બોન્ડ યીલ્ડ તથા ક્રૂડના ભાવમાં પીછેહટના પગલે વૈશ્વિક ડોલર ઈન્ડેક્સ ઘટતાં વૈશ્વિક સોનામાં નીચા મથાળે ફંડો ફરી બજારમાં આવ્યા હતા.
ઘરઆંગણે અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ.૧૩૦૦ વધ્યા હતા. જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૨૦૦૦ ઉછળ્યા હતા. વિશ્વ બજારમાં આજે સોનાના ભાવ ઔંસના ૪૧૨૪થી ૪૧૨૫ ડોલર વાળા ઉછળી ઉંચામાં ભાવ ૪૨૦૭ થઈ ૪૧૮૩થી ૪૧૮૪ ડોલર રહ્યા હતા. સ ોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ ઔસના ૫૮.૮૧થી ૫૮.૮૨ વાળા ઉંચકાઈ ઉંચામાં ભાવ ૬૦.૬૧ થઈ ૬૦.૩૫થી ૬૦.૩૬ ડોલર રહ્યા હતા. ક્રૂડ તેલના ભાવમાં ઉછાળા ઉભરા જેવા નિવડયા હતા તથા ભાવ વધ્યા મથાળેથી ઘટયા હતા. અમેરિકામાં નવેમ્બરમાં આવનારી મિડ ટર્મ ચૂંટણીઓ સુધી ટ્રમ્પ હવે ઈરાન પર હુમલાઓ કરશે નહિં એવી ખાતરી અપાતાં ક્રૂડના ભાવ પર નેગેટીવ ઈમ્પેક્ટ દેખાઈ હતી. હોર્મુઝ રુટ પર નાના જહાજોમાંથી મોટા ટેન્કરોમાં શિપ-ટુ-શિપ ક્રૂડ ઓઈલની હેરફેર વધ્યાના વાવડ પણ મળ્યા હતા. બ્રેન્ટ ક્રૂડના ભાવ જે વધી બેરલના ૧૦૫ ડોલર ઉપર ગયા હતા તે આજે ઘટી ૧૦૨.૩૩ થઈ ૧૦૩.૦૫ ડોલર રહ્યા હતા. યુએસ ક્રૂડના ભાવ આજે ઘટી ૯૦.૦૧ થઈ ૯૦.૮૫ ડોલર રહ્યા હતા.
દરમિયાન, મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર રૂ.૨૪૦૦ વધી ૯૯૫ના ભાવ રૂ. ૧૪૮૮૩૨ તથા ૯૯૯ના ભાવ રૂ.૧૪૯૪૩૦ બોલાયા હતા જ્યારે મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૪૦૦૦ ઉછળી રૂ.૨૨૧૧૦૯ બોલાયા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા. મુંબઈ પ્લેટીનમના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ.૪૮૦૦ વધી રૂ.૬૧૨૮૭ રહ્યા હતા. વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ઔંસદીઠ ૧૬૪૯ વાળા વધી ૧૬૯૮ થઈ ૧૬૮૮થી ૧૬૮૯ ડોલર રહ્યા હતા.
પેલેડીયમના ભાવ ઔંસના ૧૧૩૦ વાળા વધી ૧૧૭૦ થઈ ૧૧૬૨થી ૧૧૬૩ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ આજે ૧.૮૭ ટકા ઉંચકાયા હતા.