સોનું ઉંચકાયું: ચાંદીમાં રૂ.૫૦૦૦નો કડાકો: પ્લેટીનમ રૂ.૬૦ હજારની અંદર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ક્રૂડ વધી ૯૨ ડોલર પાર: ઈરાક નવો દરિયાઈ માર્ગ અપનાવશે
મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ આરંભમાં તૂટયા પછી ફરી ઉંચકાયા હતા. ચાંદીના ભાવમાં ઘટાડો ઝડપી આગળ વધ્યો હતો. પ્લેટીનમના ભાવ ગબડી ૧૦ ગ્રામદીઠ ૬૦ હજારની અંદર જતા રહ્યા હતા. વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ વધી બેરલના ઉંચામાં ૯૨ ડોલર ઉપર ગયાના સમાચાર મળ્યા હતા. અમેરિકા-ઈરાનના ઘર્ષણ ઉપરાંત યુનાઈટેડ આરબ અમીરાતના દેશોએ ઈરાન સાથેના આર્થિક સંબંધો તોડી નાંખ્યાના સંમાચાર મળ્યા હતા.
વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંસના નીચામાં એક તબક્કે ૪૩૨૪ ડોલર થયા પછી ભાવ ફરી વધી ૪૩૬૫થી ૪૩૬૬ ડોલર રહ્યા હતા. અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૫૦૦ ઘટયા હતા જ્યારે અમ દાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૫૦૦૦ તૂટયા હતા. વિશ્વ બજારમાં ચાંદીના ભાવ તૂટી નીચામાં ઔંસના ૬૨.૪૫ ડોલર થઈ ૬૩.૪૭થી ૬૩.૪૮ ડોલર રહ્યા હતા.
અમદાવાદ ચાંદીના ભાવ રૂ.૨૩૦૦૦૦ રહ્યા હતા જ્યારે અમદાવાદ સોનાના ભાવ ૯૯૫ના રૂ.૧૫૮૨૦૦ તથા ૯૯૯ના ભાવ રૂ.૧૫૮૫૦૦ રહ્યા હતા. મુંબઈ બુલિયન બજારમાં સોનાના ભાવ બેતરફી વધઘટના અંતે રૂ.૨૦૦ માઈન્સમાં રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ બેતરફી વધઘટના અંતે રૂ.૪૦૦૦ નીચા બંધ રહ્યા હતા.
મુંબઈ સોનાના ભાવ જીએસટી વગર ૯૯૫ના રૂ.૧૫૩૨૫૨ તથા ૯૯૯ના રૂ.૧૫૩૮૬૮ રહ્યા હતા જ્યારે મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૨૨૯૨૨૫ રહ્યા હતા. દરમિયાન, મુંબઈ બજારમાં પ્લેટીનમના ભાવ આજે ૧૦ ગ્રામદીઠ રૂ.૩૦૦૦ ગબડી રૂ.૫૯૭૬૩ રહ્યા હતા. વિશ્વ બજારમાં આજે પ્લેટીનમના ભાવ ઔંસના નીચામાં ૧૭૦૬ થઈ ૧૭૩૪થી ૧૭૩૫ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ઔંસના નીચામાં ૧૩૦૦ની અંદર ઉતરી ૧૨૫૦ થઈ ૧૨૯૪થી ૧૨૯૫ ડોલર રહ્યા હતા. કોપરના વૈશ્વિક ભાવ આજે ૧.૦૫ ટકા નરમ બોલાઈ રહ્યા હતા.
વિશ્વ બજારમાં ક્રૂડતેલમાં તેજી આગળ વધી હતી. બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ઉંચામાં ૯૨.૩૮ ડોલર થઈ ૯૧.૬૬ ડોલર રહ્યા હતા. યુએસ ક્રૂડના ભાવ ઉંચામાં બેરલદીઠ ૮૬.૩૧ થઈ ૮૫.૭૦ ડોલર રહ્યા હતા. ઈરાન-અમેરિકા વચ્ચે મડાગાંઠ ચાલુ રહેતાં ક્રૂડના ભાવ વધી ત્રણ સપ્તાહની ટોચે પહોંચ્યા હતા. ઈરાકે સપ્ટેમ્બરથી ઓઈલની નિકાસ માટે નવો દરિયાઈ માર્ગ અપનાવવાનો નિર્ણય કર્યાના સમાચાર પણ મળ્યા હતા.









