Business

ચાંદી તથા ક્રૂડના ભાવમાં ઘટાડા સામે સોનાના ભાવ વિશ્વ બજાર પાછળ ઉંચકાયા

By GS Team
7 Oct 20262 mins read
TukuTouch Logo
મુંબઈ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો, જ્યારે ચાંદીમાં ઘટાડો નોંધાયો. પ્લેટિનમ ઉંચા ભાવે બોલાયું. અમદાવાદમાં ચાંદી 2000 રૂપિયા ઘટી 2,26,000 પ્રતિ કિલો થઈ. વૈશ્વિક બજારમાં બોન્ડ યીલ્ડ ઘટતા સોનામાં ફંડોની ખરીદી નીકળી હતી, જેના કારણે ભાવ 4175 ડોલર પ્રતિ ઔંસ થયા. સાઉદી અરેબિયાએ એશિયા માટે ક્રૂડના ભાવમાં છ વર્ષનો રેકોર્ડ ડિસ્કાઉન્ટ આપ્યું.

Summarized by AI; it may make mistakes. Check important info

ચાંદી તથા ક્રૂડના ભાવમાં ઘટાડા સામે સોનાના ભાવ વિશ્વ બજાર પાછળ ઉંચકાયા

સાઉદી અરેબિયાએ એશિયા માટે ક્રૂડના ભાવમાં નોંધપાત્ર ડિસ્કાઉન્ટ ઓફર કરતાં છ વર્ષનો રેકોર્ડ તૂટયાના નિર્દેશો
મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ વધ્યા હતા જ્યારે ચાંદીના ભાવ ઘટાડા પર રહ્યા હતા. પ્લેટીનમના ભાવ ઉંચા બોલાઈ રહ્યા હતા. અમદાવાદ ઝવેરી બજારમાં આજે ચાંદીના ભાવ કિલોદીઠ રૂ.૨૦૦૦ ઘટી રૂ.૨૨૬૦૦૦ બોલાતા થયા હતા. દરમિયાન, મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ આરંભમાં નીચા ખુલ્યા પછી ફરી ઉંચકાયા હતા.
મુંબઈ સોનાના ભાવ જીએસટી વગર ૧૦ ગ્રામના ૯૯૫ના રૂ.૧૪૭૬૦૫ વાળા રૂ.૧૪૭૮૭૯ બંધ રહ્યા હતા. જ્યારે ૯૯૯ના ભાવ જીએસટી વગર રૂ.૧૪૮૧૯૮ વાળા રૂ.૧૪૮૪૭૪ રહ્યા હતા. મુંબઈ સોનામાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા. દરમિયાન, મુંબઈ ચાંદીના ભાવ આજે જીએસટી વગર કિલોના રૂ.૨૨૪૧૫૭ વાળા રૂ.૨૨૦૯૮૧ ખુલ્યા પછી રૂ.૨૨૨૮૨૦ રહ્યા હતા. મુંબઈ પ્લેટીનમના ભાવ ૧૦ ગ્રામના રૂ.૫૯૩૯૦ વાળા રૂ.૫૯૯૮૦ ખુલી રૂ.૬૧૨૮૫ રહ્યા હતા. અમદાવાદ સોનાના ભાવ ૯૯૫ના રૂ.૧૫૨૭૦૦ તથા ૯૯૯ના રૂ.૧૫૩૦૦૦ રહ્યા હતા.
મુંબઈ કરન્સી બજારમાં આજે રૂપિયા સામે ડોલરના ભાવ વધતાં તેની ઈમ્પેક્ટ ઝવેરી બજાર પર દેખાઈ હતી. વિશ્વ બજારમાં બોન્ડ યીલ્ડના દર વધતા અટકી ઘટાડા પર રહેતાં વૈશ્વિક સોનામાં ફંડોની ખરીદી ફરી નિકળી હતી. વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંસના વધી આજે ૪૧૭૫થી ૪૧૭૬ ડોલર રહ્યા હતા.
સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ વધી ૬૧.૪૭થી ૬૧.૪૮ ડોલર રહ્યા હતા. વિશ્વ બજારમાં આજે ક્રૂડતેલના ભાવ ઘટતાં સોનાના ભાવમાં વૃદ્ધી મર્યાદિત રહી હતી. ગલ્ફના દેેશોમાંથી ક્રૂડતેલની સપ્લાય તથા નિકાસ વધી રહ્યાના વાવડ મળ્યા હતા. ગલ્ફથી આવી નિકાસ તાજેતરમાં વધી દૈનિક ઉંચામાં ૨૨૫ લાખ બેરલ્સની સપાટીએ પહોંચી હતી. સાઉદી અરેબિયાએ નવેમ્બર માટે એશિયા માટે ક્રૂડતેલના ભાવ ઘટાડતાં આવા ઘટાડાએ છ વર્ષનો રેકોર્ડ તોડયાનું વિશ્વ બજારના જાણકારો જણાવી રહ્યા હતા. ઓમાન તથા દુબઈના ભાવ સામે સાઉદી અરેબિયાના એશિયા માટેના ભાવમાં બેરલ દીઠ પાંચ ડોલરના ડિસ્કાઉન્ટના ભાવ જૂન ૨૦૨૦ પછીના નવા તળિયે ઉતર્યા હતા. વિશ્વ બજારમાં યુએસ ક્રૂડના ભાવ ઘટી બેરલના ૮૭.૮૮ ડોલર રહ્યા હતા.