Business

સોનાના ભાવ રૂ.2000 તૂટયા પછી રૂ.1000 ઉછળ્યા: ચાંદી પણ ઉંચકાઈ

By GS Team
11 Jun 20242 mins read
This article was originally published on 11 Jun 2024
સોનાના ભાવ રૂ.2000 તૂટયા પછી રૂ.1000 ઉછળ્યા: ચાંદી પણ ઉંચકાઈ

મુંબઈ : મુંબઈ ઝવેરીબજારમાં આજે સોના- ચાંદીના ભાવ આંચકા પચાવી ફરી વધી આવ્યા હતા. વિશ્વબજારના સમાચાર ઘટયા ભાવથી પ્રત્યાઘાતી ઉછાળો બતાવતા હતા. વિશ્વબજાર વધતાં ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ ઉંચકાતાં ઝવેરીબજારોમાં ઘટયા મથાળે નવી વેચવાલી અટકી માનસ લેવાનું જોવા મળ્યું હતું. અમદાવાદ ઝવેરીબજારમાં સોનાના ભાવ જે શનિવારે ૧૦ ગ્રામના રૂ.૨૦૦૦ તૂટયા હતા તે આજે રૂ.૧૦૦૦ ઉછળી ૯૯.૫૦ના રૂ.૭૩૩૦૦ તથા ૯૯.૯૦ના રૂ.૭૩૫૦૦ બોલાતા થયા હતા.

 અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૯૦૫૦૦ રહ્યા હતા.

વિશ્વબજારમાં સોનાના ભાવ ઔંશના ૨૨૯૩થી ૨૨૯૪ વાળા આજે વધી ઉંચામાં ૨૩૦૮થી ૨૩૦૯ થઈ ૨૩૦૫થી ૨૩૦૬ ડોલર રહ્યા હતા. 

સોનામાં ઘટાડે ફંડોનું ફરી બાઈંગ જોવા મળ્યું હતું. વૈશ્વિક ચાંદીના ભાવ પણ ઔંશના ૨૯.૧૫થી ૨૯.૧૬ વાળા વધી ૨૯.૮૧થી ૨૯.૮૨ થઈ ૨૯.૭૭થી ૨૯.૭૮ ડોલર રહ્યા હતા.

વૈશ્વિક પ્લેટીનમના ભાવ ઔંશના ૯૬૭થી ૯૬૮ વાળા વધી ૯૭૮થી ૯૭૯ થઈ ૯૭૪થી ૯૭૫ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ઉંચામાં ૯૨૯ તથા નીચામાં ૯૧૪ થઈ ૯૧૫થી ૯૧૬ ડોલર રહ્યા હતા.

વૈશ્વિક કોપરન ાભાવ આજે ૧.૪૪ ટકા ઉછળ્યા હતા. વિશ્વબજારમાં ક્રૂડતેલના ભાવ પણ આંચકા પચાવી ફરી ઉંચા જતા જોવા મળ્યા હતા. બ્રેન્ટ ક્રૂડતેલના ભાવ બેરલના ૭૯.૬૨ વાળા વધી ૮૦.૪૮ થઈ ૮૦.૪૩ ડોલર રહ્યા હતા.

 યુએસ ક્રૂડના ભાવ ૭૫.૫૩ વાળા વધી ૭૬.૪૨ થઈ ૭૬.૩૮ ડોલર રહ્યા હતા. ગોલ્ડમેન સેકના જણાવ્યા મુજબ સમર  ડિમાન્ડના પગલે ક્રૂડ ઓઈલમાં સપ્લાય ડેફીસીટ સર્જાવાની શક્યતા છે તથા આ વર્ષે બ્રેન્ટના ભાવ ઉંચામાં ૯૦ ડોલર સુધી જવાની શક્યતા છે. નીચામાં બોટચમના ભાવ ૭૫ ડોલર રહેવાની ગણતરી સૂત્રોએ દર્શાવી હતી.

મુંબઈ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯.૫૦ના વધી રૂ.૭૦૮૯૧ તથા ૯૯.૯૦ના વધી રૂ.૭૧૧૭૬ રહ્યા હતા. 

જ્યારે મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૮૭૯૦૦ વાળા વધી રૂ.૮૮૯૨૮ રહ્યા હતા. મુંબઈ સોના- ચાંદીના ભાવ જીએસટી સાથે આ ભાવથી ત્રણ ટકા ઉંચા રહ્યા હતા.