અચાનક સસ્તું થયું સોનું પણ ચાંદીમાં હજુ ભારે તેજી યથાવત્, જાણો લેટેસ્ટ રેટ્સ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Silver-Gold Rate Today: સોના અને ચાંદીના ભાવમાં વધારો અને ઘટાડો યથાવત્ છે. શુક્રવારે (19મી ડિસેમ્બર) અઠવાડિયાના છેલ્લા ટ્રેડિંગ દિવસે જ્યારે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો હતો હતો, જ્યારે ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો હતો. ટ્રેડિંગ દરમિયાન સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ 700 રૂપિયાથી વધુનો ઘટાડો નોંધાયો હતો અને ચાંદીના ભાવમાં પ્રતિ કિલોગ્રામ 2,000 રૂપિયાથી વધુનો વધારો જોવા મળ્યો હતો.
MCX પર સોના અને ચાંદીના ભાવ
અહેવાલો અનુસાર, શુક્રવારે (19મી ડિસેમ્બર) MCX પર બપોરે 3:30 વાગ્યે સોનાના ભાવમાં થયેલા ઘટાડા અને પાંચમી ફેબ્રુઆરીની એક્સપાયરી ડેટ વાળા 24 કેરેટ સોનામાં 721 રૂપિયાના ઘટાડા સાથે 1,33,555 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યા હતા. જોકે, ટ્રેડિંગ દરમિયાન, તે 1,34,360 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયા હતા. MCX સોનાનો ઉચ્ચતમ ભાવ 1,35,590 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે, અને હાલમાં, સોનું આ ઉચ્ચતમ સ્તર કરતાં 2,035 રૂપિયા સસ્તું થયું છે.
બીજી તરફ MCX પર ચાંદીના ભાવમાં પણ વધારો જોવા મળ્યો. ચાંદી, જે પહેલાથી જ 2 લાખ રૂપિયા પ્રતિ કિલોથી વધુના ભાવે ટ્રેડ થઈ રહી હતી, તે વધુ મોંઘું થઈ ગઈ છે. પાંચમી માર્ચની એક્સપાયરી ડેટ વાળા ચાંદીના ભાવ 2,05,582 રૂપિયા પ્રતિ કિલો પર ટ્રેડ થઈ રહ્યા હતા, જે 2,017 રૂપિયાનો તીવ્ર ઉછાળો હતો. ટ્રેડિંગ દરમિયાન ભાવ વધુ વધીને 2,06,280 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયો.
આ પણ વાંચો: જાપાનમાં વ્યાજદરોનો 30 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, ભારત સહિત દુનિયાભરના શેરબજારો પર થશે અસર
સ્થાનિક બજારમાં સોનાના ભાવ
MCX પર સોના અને ચાંદીના ભાવમાં વધઘટ જોવા મળી રહી હતી, પરંતુ સ્થાનિક બજારમાં શરુઆતના વેપાર દરમિયાન બંને કિંમતી ધાતુઓના ભાવમાં ઘટાડો થયો હતો. ઇન્ડિયન બુલિયન જ્વેલર્સ ઍસોસિયેશનની વેબસાઇટ IBJA.com અનુસાર, 24 કેરેટ સોનું 132,394 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ખૂલ્યું, જે તેના અગાઉના બંધ 132,474 રૂપિયાથી ઘટીને 200,336 રૂપિયા પર ખૂલ્યું, જે ગુરુવારે (18મી ડિસેમ્બર) 2,01,120 રૂપિયાથી ઘટીને 2,00,336 રૂપિયા પર ખૂલ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, IBJAની વેબસાઇટ પર અપડેટ કરાયેલા સોના-ચાંદીના ભાવ દેશભરમાં સમાન હોય છે, પરંતુ જ્યારે તમે ઘરેણાં ખરીદો છો, ત્યારે તેમાં GST સાથે, તમારે મેકિંગ ચાર્જ પણ ચૂકવવો પડશે, ત્યારબાદ તેની કિંમત વધે છે.








