ધિરાણ વ્યવસ્થામાં ગોલ્ડ લોનનો હિસ્સો ૧૦ ટકા પહોંચવા ધારણા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ગોલ્ડ લોન સસ્તી પડતી હોવાથી વધી રહેલુ આકર્ષણ
મુંબઈ : ધિરાણ વ્યવસ્થામાં ગોલ્ડ લોનનો હિસ્સો આગામી પાંચ વર્ષમાં વધી ૧૦ ટકા પહોંચી જવાની ધારણાં રાખવામાં આવી રહી છે. નાણાં વર્ષ ૨૦૨૬માં ધિરાણ વ્યવસ્થામાં ગોલ્ડ લોનનો હિસ્સો પાંચ ટકા હતો અને નાણાં વર્ષ ૨૦૨૪માં તે બે ટકા રહ્યો હતો.
સોનું જે અત્યારસુધી વારસદારોની અનામત તરીકે જળવાતુ રહ્યું હતું તેનો ઉપયોગ આજની પેઢી લોન લેવામાં કરી રહી છે.
ઊંચા વ્યાજ દર સાથેની અનસિકયોર્ડ લોન લેવાને બદલે બોરોઅરો સોના સામે લોન લેવાનું વધુ પસંદ કરવા લાગ્યા છે. ધિરાણદારો પણ નીચા જોખમ સાથેની સિક્યોર્ડ લોન પૂરી પાડવાનું વધુ પસંદ કરી રહ્યા છે.
નાણાં વર્ષ ૨૦૨૬માં રિટેલ ધિરાણમાં ૪૧ ટકા હિસ્સો ગોલ્ડ લોન્સનો રહ્યો હતો. નાણાં વર્ષ ૨૦૨૪માં આ માત્રા ૨૦ ટકા રહી હતી એમ એક રિપોર્ટમાં જણાવાયું હતું. આજ ગાળામાં વ્યક્તિગત લોનનો હિસ્સો ૧૬ ટકા પરથી ઘટી ૧૩ ટકા પર આવી ગયો છે.
અનસિકયોર્ડ લોન્સની સરખામણીએ ગોલ્ડ લોન્સ પ્રમાણમાં સસ્તી રહે છે. નીચા બોરોઈંગ ખર્ચ ગોલ્ડ લોનના હિસ્સામાં વધારો થવાનું મુખ્ય કારણ છે.
નાણાંકીય જાગૃતિ પણ ગોલ્ડનું મોનિટાઈઝેશન કરવા લોકોને પ્રોત્સાહિત કરી રહી છે. નિષ્ક્રિય રીતે પડી રહેલા સોનાનો ઉપયોગ કરી તેને વળતરદાયી વેપારમાં રોકવા અથવા તો શિક્ષણ અને આરોગ્યસંભાળના ખર્ચને પહોંચી વળવા ગોલ્ડ લોન સરળ માર્ગ હોવાનું લોકો માનતા થયા છે, એમ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે.
તાજેતરમાં સોનાના ભાવમાં આવેલી રેકોર્ડ તેજી પણ ગોલ્ડ સામે લોન લેવાની વૃત્તિમાં વધારો થયો છે.









