સોનાના વાયદામાં રૂ.1949 અને ચાંદીમાં રૂ.5341ના ઉછાળા સાથે વિક્રમી ટોચે

મુંબઈ : દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ પર કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. ૩૯૬૯૨.૬૨ કરોડનાં કામકાજ થયાં હતાં સોનું ફેબ્આરી વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૧૩૪૮૯૯ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.૧૩૬૧૯૯ના ઓલ ટાઇમ હાઈ અને નીચામાં રૂ.૧૩૪૮૯૯ના સ્તરને સ્પર્શી, રૂ.૧૩૪૧૯૬ના આગલા બંધ સામે રૂ.૧૯૪૯ના ઉછાળા સાથે રૂ.૧૩૬૧૪૫ના સ્તરે પહોંચ્યો હતો.
ગોલ્ડ-ગિની ડિસેમ્બર વાયદો ૮ ગ્રામદીઠ રૂ.૧૧૧૦ની તેજી સાથે રૂ.૧૦૮૪૮૭ના સ્તરે પહોંચ્યો હતો. ગોલ્ડ-પેટલ ડિસેમ્બર વાયદો ૧ ગ્રામદીઠ રૂ.૧૨૬ વધી રૂ.૧૩૫૬૬ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સોનું-મિની જાન્યુઆરી વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૧૭૧૭ ઊછળી રૂ.૧૩૪૧૪૪ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
ગોલ્ડ-ટેન ડિસેમ્બર વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૧૩૨૫૯૯ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.૧૩૪૩૬૪ અને નીચામાં રૂ.૧૩૨૫૯૯ના સ્તરને સ્પર્શી, રૂ.૧૩૨૭૮૦ના આગલા બંધ સામે રૂ.૧૫૦૦ વધી રૂ.૧૩૪૨૮૦ થયો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો કિલોદીઠ રૂ.૨૦૯૪૭૫ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.૨૧૪૫૮૩ના ઓલ ટાઇમ હાઈ અને નીચામાં રૂ.૨૦૯૪૭૫ના મથાળે અથડાઈ, રૂ.૨૦૮૪૩૯ના આગલા બંધ સામે રૂ.૫૩૪૧ના ઉછાળા સાથે રૂ.૨૧૩૭૮૦ના સ્તરે પહોંચ્યો હતો.
કિલોદીઠ ચાંદી-મિની ફેબ્આરી વાયદો રૂ.૫૪૪૨ની તેજી સાથે રૂ.૨૧૪૩૧૧ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ચાંદી-માઇક્રો ફેબ્આરી વાયદો રૂ.૫૫૨૪ના ઉછાળા સાથે રૂ.૨૧૪૩૧૪ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. બિનલોહ ધાતુઓમાં રૂ. ૩૫૮૦.૨૧ કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબું ડિસેમ્બર વાયદો રૂ.૭.૪૫ વધી રૂ.૧૧૨૨.૩ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. જસત ડિસેમ્બર વાયદો રૂ.૧.૮ વધી રૂ.૩૦૩.૨ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. એલ્યુમિનિયમ ડિસેમ્બર વાયદો રૂ.૧.૩ વધી રૂ.૨૮૫.૨ના સ્તરે પહોંચ્યો હતો. સીસું ડિસેમ્બર વાયદો કોઈ ફેરફાર વગર રૂ.૧૮૧.૮ થયો હતો.
એનર્જી સેગમેન્ટમાં રૂ. ૩૨૨૬.૦૨ કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ઇલેક્ટ્રિસિટી ડિસેમ્બર વાયદો એમડબલ્યુએચદીઠ રૂ.૩૯૫૦ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.૩૯૮૨ અને નીચામાં રૂ.૩૯૨૦ના સ્તરને સ્પર્શી, રૂ.૮૬ વધી રૂ.૩૯૫૦ થયો હતો. ક્ડ તેલ જાન્યુઆરી વાયદો બેરલદીઠ રૂ.૫૧૨૪ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.૫૨૦૮ અને નીચામાં રૂ.૫૧૧૪ના સ્તરને સ્પર્શી, રૂ.૫૧૦૫ના આગલા બંધ સામે રૂ.૯૮ વધી રૂ.૫૨૦૩ થયો હતો. ક્ડ તેલ-મિની જાન્યુઆરી વાયદો રૂ.૯૭ વધી રૂ.૫૨૦૨ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. નેચરલ ગેસ ડિસેમ્બર વાયદો એમએમબીટીયુદીઠ રૂ.૧૦.૫ વધી રૂ.૩૬૭.૪ થયો હતો. નેચરલ ગેસ-મિની ડિસેમ્બર વાયદો રૂ.૧૦.૨ વધી રૂ.૩૬૭.૪ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.








