સોનામાં રૂ.૨૫૦૦,ચાંદીમાં રૂ.૬૫૦૦નો કડાકો: ક્રૂડતેલ ઉછળી ૯૨ ડોલર પાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વિશ્વ બજારમાં સોનાના ભાવ ગબડી ૪૪૦૦ ડોલરની અંદર ઉતર્યા
સરકારે સોનાની ટેરીફ વેલ્યુ ઘટાડી જ્યારે ચાંદીની વધારી: આના પગલે ઈફેકટીવ ઈમ્પોર્ટ ડયુટીમાં ફેરફારો થયાના નિર્દેશો
મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદી તથા પ્લેટીનમના ભાવમાં ઘટાડો ઝડપી આગળ વધ્યો હતો. નવી માગ ધીમી હતી. વિશ્વ બજાર તૂટતાં તથા ઘરઆંગણે કરન્સી બજારમાં ડોલર સામ ે રૂપિયો ઉંચકાતાં દેશમાં આયાત થતી કિંમતી ધાતુઓની ઈંમ્પોર્ટ કોસ્ટ ઘટતાં તહેવારો ટાંણે ઝવેરી બજારોમાં ભાવ તૂટતાં જોવા મળ્યા હતા. દરમિયાન, અમદાવાદ બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૨૫૦૦ તૂટયા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૬૫૦૦ ગબડયા હતા.
વિશ્વ બજારમાં ડોલર ઈન્ડેક્સ તથા તથા બોન્ડ યીલ્ડ વધતાં વૈશ્વિક સોનામાં ફંડોનુંસેલીંગ વધ્યુ હતું તથા વૈશ્વિક સોનાના ભાવ આજે ઔંસના ૪૪૫૭થી ૪૪૫૮ વાળા ઔંસના ૪૪૫૭થી ૪૪૫૮ વાલા ઘટી નીચામાં ભાવ ૪૩૬૪ થઈ ૪૩૭૬થી ૪૩૭૭ ડોલર રહ્યા હતા. દેશમાં આયાત થતા સોના-ચાંદીની ઈંમ્પોર્ટ ડયુટી ગણવા બેન્ચ માર્ક તરીકે વપરાતી ટેરીફ વેલ્યુમાં સરકારે સોનાની ટેરીફ વેલ્યુ ૧૦ ગ્રામદીઠ ડોલરના સંદર્ભમાં ૧૫૦૦થી ઘટાડી ૧૪૬૮ ડોલર કર્યાના સમાચાર હતા.
જ્યારે ચાંદીની આવી ટેરીફ વેલ્યુ કિલોના ડોલરના સંદર્ભમાં જો કે ૨૦૯૭ વાળા વધી ૨૨૬૭ ડોલર કરવામાં આવ્યાના સમાચાર હતા. આના પગલે સોનાની ઈફેકટીવ ઈમ્પોર્ટ ડયુટીમાં ઘટાડો થયો છે જ્યારે ચાંદીમાં આવી ઈફેકટીવ ડયુટીમાં વૃદ્ધી થઈ હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા.
દરમિયાન, અમદાવાદ બજારમાં આજે સોનાના ભાવ ઘટી ૯૯૫ના રૂ.૧૫૭૭૦૦ તથા ૯૯૯ના રૂ.૧૫૮૦૦૦ રહ્યા હતા. અમદાવાદ ચાંદીના ભાવ ઘટી રૂ.૨૩૭૫૦૦ રહ્યા હતા.
વિશ્વ બજારમાં સોના પાછળ ચાંદીના ભાવ ઔંસના ૬૭.૨૭ વાળા ઘટી ૬૪.૪૬ થઈ ૬૪.૭૬થી ૬૪.૭૭ ડોલર રહ્યા હતા. દરમ યિાન,વિશ્વ બજારમાં ક્રૂડતેલ બજારમાં આજે તેજી આગળ વધી હતી. બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ૯૧.૧૬ વાળા વધી ૯૨.૫૫ ડોલર થઈ ૯૧.૮૯ ડોલર રહ્યા હતા. યુએસ ક્રૂડના ભાવ ઉંચામાં ૮૮.૧૩ થઈ ૮૭.૫૬ ડોલર રહ્યા હતા.
ઈરાન તથા અમેરિકા વચ્ચે ફરી તંગદીલી વધતાં વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ ફરી ઉછળી રહ્યા હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા. મુંબઈ બુલિયન બજારમાં જીએસટી વગર સોનાના ભાવ રૂ.૨૭૦૦ ઘટી ૯૯૫ના ભાવ રૂ.૧૫૨૫૭૦ તથા ૯૯૯ના ભાવ રૂ.૧૫૩૧૮૩ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર આજે રૂ.૬૮૦૦ તૂટી રૂ.૨૩૦૪૧૯ રહ્યા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા.
વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ઔંસના ૧૮૧૪ વાળા ઘટી નીચામાં ભાવ ૧૭૫૭ થઈ ૧૭૬૬થી ૧૭૬૭ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ૧૪૧૩ વાળા ઘટી ૧૩૨૩ થઈ ૧૩૩૫થી ૧૩૩૬ ડોલર રહ્યા હતા. કોપરના વૈશ્વિક ભાવ આજે ૧.૨૫ ટકા માઈનસમાં રહ્યા હતા.
મુંબઈ કરન્સી બજારમાં આજે ડોલરના ભાવ ઘટી રૂ.૯૫ની અંદર જતા રહ્યા હતા. ક્રૂડમાં હોર્મુઝ રુટ પર બે સુપર ટેન્કરો પર હુમલો થયાની ચર્ચા વિશ્વ બજારમાં સંભળાઈ હતી. મુંબઈ બુલિયન બજારમાં આજે પ્લેટીનમના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ.૧૯૦૦ ઘટી રૂ.૬૦૧૧૭ રહ્યા હતા.




