Get The App

સોનામાં રેકોર્ડ તેજીની આગેકૂચ ચાલુ : રૂ. 86,000ની સપાટી નજીક પહોંચ્યું

- ચાંદી રૂા. ૯૩૦૦૦ પાર કરી ગઇ : જો કે ક્રૂડ તેલમાં તીવ્ર કડાકા વચ્ચે આ વર્ષનો બધો સુધારો ધોવાઇ ગયાના નિર્દેશો

- વૈશ્વિક સોનામાં ઉંચામાં ૨૮૨૫ ડોલરની નવી ટોચ

Updated: Feb 5th, 2025


Google NewsGoogle News
સોનામાં રેકોર્ડ તેજીની આગેકૂચ ચાલુ : રૂ. 86,000ની સપાટી નજીક પહોંચ્યું 1 - image


મુંબઈ : વિશ્વ બજારમાં ઉછળતા ઘર આંગણે ઇમ્પોર્ટ કોસ્ટ ઉંચકાતાં ઝવેરી બજારોમાં રેકોર્ડ તેજી આગળ વધી હતી. જેના પગલે અમદાવાદ બજારમાં સોનાના ભાવ વધી ૧૦ ગ્રામના ઉંચામાં રૂા. ૮૬ હજાર નજીક પહોંચી ગયા હતા. વિશ્વ બજારમાં વૈશ્વિક ડોલર ઇન્ડેક્સ ઉંચેથી ઘટતાં તેના પગલે વૈશ્વિક સોનામાં આજે ફંડોનું બાઇંગ ફરી વધ્યાના વાવડ મળ્યા હતા. 

વૈશ્વિક સોનાના ભાવ ઔંશના ૨૮૦૧થી ૨૮૦૨ વાળા આજે ઉંચામાં ૨૮૨૪થી ૨૮૨૫ની નવી ટોચ બતાવી ૨૮૧૯થી ૨૮૨૦ ડોલર  રહ્યા હતા. દરમિયાન, ઘરઆંગણે અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ વધુ રૂા. ૫૦૦ વધી ૯૯.૫૦ના રૂા. ૮૫૫૦૦ તથા ૯૯.૯૦ના રૂા. ૮૫૮૦૦ બોલાતા થયા હતા.

અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂા. ૫૦૦ વધી રૂા. ૯૩૫૦૦ રહ્યા હતા. વિશ્વ બજારમાં સોના પાછળ ચાંદીના ભાવ ઔંશના ૩૧.૨૭થી ૩૧.૨૮ વાળા ઉંચામાં ૩૧.૬૯થી ૩૧.૭૦ થઇ ૩૧.૬૩થી ૩૧.૬૪ ડોલર રહ્યા હતા.

વિશ્વ બજારમાં જો કે આજે ક્રૂડ તેલના ભાવમાં ઝડપી  ઘટાડો જોવા મળ્યો હતો. બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ૭૬.૯૨ વાળા નીચામાં ૭૪.૮૧ થઇ ૭૪.૯૭ ડોલર રહ્યા હતા. મેક્સિકો તથા કેનેડા સામે ટેરીફનો અમલ અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે એક મહિનો પાછો ઠેલયાના સમાચારની અસર બજાર પર દેખાઇ હતી. ચીન તથા અમેરિકા વચ્ચે  એકમેક  સામે ટેરીફ લાદવાની આપલે શરૂ થયાના સમાચાર પણ મળ્યા હતા. 

ક્રૂડના વિવિધ ઉત્પાદક દેશોના સંગઠન ઓપેકના જણાવ્યા મુજબ એપ્રિલ મહિનાથી ઉત્પાદન કાપમાં  કપાત કરી ઉત્પાદન વધારવામાં આવનાર છે. દરમિયાન, યુએસ ક્રૂડના ભાવ બેરલના ૭૪.૪૦ વાળા આજે નીચામાં ૭૧.૫૦ થઇ ૭૧.૫૫ ડોલર રહ્યા હતા.

ક્રૂડતેલમાં ૨૦૨૫ના વર્તમાન નવા વર્ષમાં  તેજીમાં ભાવ જેટલા ઉંચા ગયા હતા તેટલા હવે નીચા આવી ગયા છે. દરમિયાન, વિશ્વ બજારમાં આજે કોપરના ભાવ ૦.૫૩ ટકા ઘટયા હતા. પ્લેટીનમના ભાવ ઔંશના ૯૭૨થી ૪૭૩ વાળા નીચામાં ૯૬૦ થઇ ૯૬૫થી ૯૬૭ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ૧૦૨૬થી ૧૦૨૭ વાળા નીચામાં ૯૯૪ થઇ ૯૯૯થી ૧૦૦૦ ડોલર રહ્યા હતા.

મુંબઇ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯.૫૦ના રૂા. ૮૨૩૭૩ વાળા રૂા. ૮૨૬૭૮ રહ્યા હતા જ્યારે ૯૯.૯૦ના ભાવ રૂા. ૮૨૭૦૪ વાળા રૂા. ૮૩૦૧૦ રહ્યા હતા. જ્યારે મુંબઇ ચાંદીના ભાવ જીએસટી વગર રૂા. ૯૩૩૧૩ વાળા  રૂા. ૯૩૭૯૩ રહ્યા હતા. મુંબઇ સોના- ચાંદીમાં જીએસટી  સાથેના ભાવ આ ભાવથી ત્રણ ટકા ઉંચા રહ્યા હતા. ભાવ ઉછળતા ઉંચા મથાળે નવી માગ ધીમી પડયાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું. 

bullio

Google NewsGoogle News