Business

અઠવાડિયામાં સોનું 5000થી વધુ સસ્તુ, ચાંદી પણ ગબડી, જાણો અમદાવાદ-મુંબઈ જેવા શહેરોમાં કિંમતી ધાતુના લેટેસ્ટ રેટ

By GS Team
14 Nov 20262 mins read
TukuTouch Logo
સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે. IBJA મુજબ, 6થી 13 નવેમ્બર દરમિયાન 24 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ ₹5,139નો ઘટાડો થયો. અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરોમાં વધારાની આશંકા અને ક્રૂડ ઓઇલની ઊંચી કિંમતોને કારણે મોંઘવારી વધવાની ચિંતાએ આ ઘટાડો લાવ્યો છે. મુખ્ય શહેરોમાં ભાવ ઘટ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અઠવાડિયામાં સોનું 5000થી વધુ સસ્તુ, ચાંદી પણ ગબડી, જાણો અમદાવાદ-મુંબઈ જેવા શહેરોમાં કિંમતી ધાતુના લેટેસ્ટ રેટ
AI Image

Gold Prices Drop Over Five Thousand Weekly: સોના અને ચાંદીની કિંમતોમાં ઘટાડાનો સિલસિલો યથાવત્ જોવા મળી રહ્યો છે. 14 નવેમ્બર 2026ના રોજ સોનું ચાલુ વર્ષના જૂન મહિના બાદના તેના સૌથી મોટા સાપ્તાહિક ઘટાડા તરફ આગળ વધી રહ્યું છે. આ અઠવાડિયા દરમિયાન સોનાના ભાવમાં 4.6%નો ઘટાડો નોંધાયો છે, જ્યારે ચાંદી પણ દબાણ હેઠળ છે અને શુક્રવારે તેની કિંમતમાં 1.74% સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો.

ઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ ઍસોસિએશન(IBJA)ના આંકડા મુજબ, 6 નવેમ્બરની સવારે 24 કેરેટ સોનાનો ભાવ ₹1,41,023 પ્રતિ 10 ગ્રામ હતો, જે 13 નવેમ્બરના રોજ ઘટીને ₹1,35,884ના સ્તરે બંધ થયો હતો. આમ, માત્ર એક જ અઠવાડિયામાં 10 ગ્રામ સોનાના ભાવમાં ₹5,139નો જંગી ઘટાડો થયો છે.

સોના-ચાંદીના ભાવમાં કેમ આવ્યો આ મોટો ઘટાડો?

અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરોમાં વધારો થવાની આશંકા અને ક્રૂડ ઓઇલની ઊંચી કિંમતોને કારણે મોંઘવારી વધવાની ચિંતાએ કીમતી ધાતુઓ પર દબાણ ઊભું કર્યું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં શુક્રવારે સ્પોટ સિલ્વર 1.74% તૂટ્યું હતું, જ્યારે પ્લેટિનમની કિંમતોમાં પણ ઘટાડો નોંધાયો હતો.

દેશના પ્રમુખ શહેરોમાં 14 નવેમ્બર 2026ના તાજા ભાવ

બુલિયન વેબસાઇટના આંકડા મુજબ, દેશના મુખ્ય શહેરોમાં સોના (પ્રતિ 10 ગ્રામ) અને 999 ફાઇન ચાંદી(પ્રતિ કિલો)ના ભાવ નીચે મુજબ રહ્યા છે:

  • દિલ્હી: 24 કેરેટ સોનું ₹1,36,820, 22 કેરેટ ₹1,25,418, 18 કેરેટ ₹1,02,615 અને ચાંદી ₹1,76,640 પ્રતિ કિલો.
  • મુંબઈ: 24 કેરેટ સોનું ₹1,37,060, 22 કેરેટ ₹1,25,638, 18 કેરેટ ₹1,02,795 અને ચાંદી ₹1,76,940 પ્રતિ કિલો.
  • અમદાવાદ: 24 કેરેટ સોનું ₹1,37,240, 22 કેરેટ ₹1,25,803, 18 કેરેટ ₹1,02,930 અને ચાંદી ₹1,77,180 પ્રતિ કિલો.
  • હૈદરાબાદ: 24 કેરેટ સોનું ₹1,37,280, 22 કેરેટ ₹1,25,840, 18 કેરેટ ₹1,02,960 અને ચાંદી ₹1,77,220 પ્રતિ કિલો.
  • બેંગલુરુ: 24 કેરેટ સોનું ₹1,37,170, 22 કેરેટ ₹1,25,739, 18 કેરેટ ₹1,02,878 અને ચાંદી ₹1,77,080 પ્રતિ કિલો.
  • કોલકાતા: 24 કેરેટ સોનું ₹1,36,880, 22 કેરેટ ₹1,25,473, 18 કેરેટ ₹1,02,660 અને ચાંદી ₹1,76,710 પ્રતિ કિલો.
  • ચેન્નાઈ અને કોઈમ્બતૂર (સૌથી મોંઘું): 24 કેરેટ સોનું ₹1,37,460, 22 કેરેટ ₹1,26,005, 18 કેરેટ ₹1,03,095 અને ચાંદી ₹1,77,460 પ્રતિ કિલો.

સોના-ચાંદી ખરીદતા પહેલાં રાખો આ ખાસ સાવચેતી

દરેક શહેરમાં સ્થાનિક ટેક્સ અને ટ્રાન્સપોર્ટેશન મુજબ ભાવમાં થોડો તફાવત હોઈ શકે છે, તેથી ખરીદી પહેલાં તમારા શહેરનો તાજો રેટ અવશ્ય તપાસો. 24 કેરેટ સોનું સૌથી શુદ્ધ હોય છે, પરંતુ દાગીના ઘડવા માટે સામાન્ય રીતે 22 કેરેટ અને 18 કેરેટ સોનાનો ઉપયોગ થાય છે. જ્વેલરી ખરીદતી વખતે આ બુલિયન રેટ ઉપરાંત મેકિંગ ચાર્જ, GST અને અન્ય શુલ્ક ઉમેરાતા અંતિમ બિલ અલગ હોઈ શકે છે.