Business

અમદાવાદ એરપોર્ટ પરથી ૨૦૨૪માં પકડાયેલા ૧૩૩ કિલો સોનાની હરાજી

By GS Team
5 Feb 20252 mins read
This article was originally published on 5 Feb 2025
અમદાવાદ એરપોર્ટ પરથી ૨૦૨૪માં પકડાયેલા ૧૩૩ કિલો સોનાની  હરાજી

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, બુધવાર 

અમદાવાદ એરપોર્ટ પરથી ૨૦૨૪-૨૫ના ૧૦ મહિનાના ગાળામાં પકડાયેલું અંદાજે ૧૩૬ કિલો સોનું હરાજી માટે રિઝર્વ બેન્કને પાઠવી દેવામાં આવ્યું છે. આમદાાવાદ ગુજરાતનું આંતરરાષ્ટ્રીય વિમાન મથક  હોવાથી પરદેશથી આવતા પેસેન્જર્સ ચોરીછૂપીથી મોટા પ્રમાણમાં સોનુ ંલાવતા હોવાથી અમદાવાદ એરપોર્ટ પર વધુ માત્રામાં સોનું પકડાઈ રહ્યું હોવાનું કસ્ટમ્સના ટોચના સૂત્રોનું કહેવું છે. 

કસ્ટમ્સના ટોચના સૂત્રોનું કહેવું છે કે પહેલી એપ્રિલ ૨૦૨૪થી ૩૧મી જાન્યુઆરી ૨૦૨૫ના દસ મહિનાના ગાળામા કુલ ૧૩૬ કિલો સોનું પકડાયું છે.આ સોનું જપ્ત કરી લીધા બાદ જે વ્યક્તિના નામે આવ્યું હોય તેમને કસ્ટમ્સ એક્ટની કલમ ૧૫૦ હેઠળ નોટિસ આપવામાં આવે છે. આ નોટિસ આપીને તેમના સોના પર ભરવાની થતી ડયૂટી અને પેનલ્ટી ભરી દેવામાં જણાવવામાં આવે છે. સોનું લાવનારા તેઓ સોનું લાવી રહ્યા હોવાની જાહેરાત જ ન કરતાં હોવાથી તેમની પાસેનું સોનું જપ્ત કરી લેવામાં આવે છે. અન્યથા તેમની પાસેથી તેના પર ભરવાની થતી આયાત ડયૂટી જમા કરાવવામાં આવે છે. ત્યારબાદ સોનું પરત કરી દેવામાં આવે છે.

પરંતુ દાણચોરીથી સોનુ ંલાવનારાઓ તે ક્લેઈમ કરવા ન આવતા હોવાથી કસ્ટ્મ્સ પાસે તે સોનું જમા પડી રહે છે. વર્ષના અંતે કે વર્ષ દરમિયાન કસ્ટમ્સના સત્તાવાળાઓ તે સોનું હરાજી કરવા માટે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાને સુપરત કરી દે છે. 

બીજીતરફ વડોદરા એરપોર્ટ પર પણ માર્ચ મહિનાથી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ ચાલુ થઈ રહી છે. તેથી વડોદરામાં પણ કસ્ટમ્સ ક્લિયરન્સ માટેની તમામ સુવિધા ઊભી કરવાનું ંઆયોજન કરી દેવામાં આવ્યું હોવાનું કસ્ટમ્સના ટોચના સૂત્રોનું કહેવું છે.વડોદરામાં બેગેજ ક્લિયરિંગની, સ્કેનિંગની, તેમ જ કસ્ટમ્સ ઓફિસ ઊભી કરવાની કામગીરી આગામી પંદરમી  માર્ચ પહેલા ઊભી કરી દેવામાં આવશે. વડોદરામાં કસ્ટમ્સ ક્લિયરન્સ માટે ૫ સુપરિન્ટેન્ડન્ટ અને પાંચ ઇન્સ્પેક્ટર્સ મૂકવામાં આવશે. 

(ફકરો) 

આઈસીડી ખોડિયારમાં ક્લિયરિંગ ચાલુ કરી દેવાયુ

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,બુધવાર

એન્ટિ કરપ્શન બ્યુરોએ આઈસીડી ખોડિયારના અધિકારીને લાંચ લેવાના કેસમાં ઝડપી લીધા તેને પરિણામે અટકી પડેલું કસ્ટમ્સ ક્લિયરન્સનું કામ આજેથી ફરી ચાલુ થઈ ગયું હોવાનું કસ્ટમ્સના ટોચના સૂત્રોનું કહેવું છે. આ સાથે જ કસ્ટમ્સ ક્લિયરન્સમાં કોઈ પણ અવરોધ આવે કે તકલીપ પડે તો તેન ેલગતી ફરિયાદો કસ્ટમ્સના  ઉચ્ચ અધિકારીઓને કરવા જણાવવામાં આવ્યું છે. તેમ જ કસ્ટમ્સ ક્લિયરન્સના દરેક નિયમોનું ચુસ્ત પાલન કરવાની ખાતરી પણ આપી હતી.