Business

સોના-ચાંદીમાં ફરી તેજીનો ચમકારો: ક્રૂડ પણ ઉંચકાયું: પ્લેટીનમમાં બેતરફી વધઘટ

By GS Team
29 Oct 20262 mins read
TukuTouch Logo
અમેરિકામાં ક્રૂડતેલનો સ્ટોક 200 લાખ બેરલ્સ ઘટતાં અને ઈરાન પ્રેરિત હુથી જૂથે સાઉદી અરેબિયાની ઓઈલ રિફાઈનરી પર હુમલો કરતા વિશ્વ બજારમાં અજંપો વ્યાપ્યો છે. પરિણામે, મુંબઈ અને અમદાવાદ ઝવેરી બજારમાં સોના-ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળ્યો. અમદાવાદમાં સોનું 10 ગ્રામના રૂ.1500 અને ચાંદી કિલોના રૂ.2000 વધ્યા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

સોના-ચાંદીમાં ફરી તેજીનો ચમકારો: ક્રૂડ પણ  ઉંચકાયું: પ્લેટીનમમાં બેતરફી વધઘટ

અમેરિકામાં ક્રૂડતેલનો સ્ટોક ૨૦૦ લાખ બેરલ્સ ઘટયો
ઈરાન પ્રેરિત હુથી જૂથે સાઉદી અરેબિયાની મોટી ઓઈલ રિફાઈનરી પર હુમલો કરતાં વિશ્વ બજારમાં ફરી અજંપો
મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીમાં ભાવ આંચકા પચાવી ફરી ઉંચકાયા હતા. સામે પ્લેટીનમના ભાવ આરંભમાં નીચા ખુલ્યા પછી ઝડપી ઉંચકાયા હતા. વિશ્વ બજારમાં કિંમતી ધાતુઓના ભાવ ઉછળતાં ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ ઉંચી જતાં દેશના ઝવેરી બજારોમાં આજે ભાવ નવેસરથી ઉછળતા જોવા મળ્યા હતા.મુંબઈ કરન્સી બજારમાં આજે રૂપિયા સામે ડોલરના ભાવ ઉંચકાતાં તેની અસર પણ ઝવેરી બજાર પર દેખાઈ હતી.
દરમિયાન, વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંસના ૪૦૦૯થી ૪૦૧૦ વાળા વધી ઉંચામાં ભાવ ૪૦૭૦થી ૪૦૭૧ થઈ ૪૦૪૮થી ૪૦૪૯ ડોલર રહ્યા હતા. વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૧૫૦૦ વધી ૯૯૫ના ભાવ રૂ.૧૪૭૨૦૦ તથા ૯૯૯ના ભાવ રૂ.૧૪૭૫૦૦ બોલાયા હતા. દરમિયાન, અમદાવાદ ચાંદીના ભાવ આજે કિલોના રૂ.૨૦૦૦ ઉછળી રૂ.૧૯૭૫૦૦ બોલાયા હતા. વિશ્વ બજારમાં સોના પાછળ ચાંદીના ભાવ ઔંસના ૫૩.૩૦ વાળા વધી ઉંચામાં ભાવ ૫૪.૫૩ થઈ ૫૩.૮૩થી ૫૩.૮૪ ડોલર રહ્યા હતા. વિશ્વ બજારમાં અમેરિકાના ફોરેક્સ રિઝર્વની મિટિંગ પર નજર વચ્ચે આજે સોનામાં નીચા મથાળે ફંડોની લેવાલી જોવા મળી હતી. વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ આંચકા પચાવી ફરી વધતાં તેની ઈમ્પેક્ટ પણ વૈશ્વિક સોનાના ભાવ પર દેખાઈ હતી. મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર રૂ.૧૩૦૦થી ૧૪૦૦ વધી ૯૯૫ના ભાવ રૂ.૧૪૨૧૩૬ તથા ૯૯૯ના ભાવ રૂ.૧૪૨૭૦૭ રહ્યા હતા જ્યારે મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૧૦૦૦ વધી રૂ.૧૯૩૪૪૨ રહ્યા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા. દરમિયાન, જીએસટી સાથેના ભાવ ૩ ટકા ઉંચા રહ્યા હતા. મુંબઈ બજારમાં પ્લેટીનમના ભાવ ૧૦ ગ્રામના રૂ.૬૧૪૧૮ વાળા આજે સવારે રૂ.૫૬૧૬૭ ખુલ્યા પછી ફરી ઉછળી રૂ.૬૧૭૦૬ બંધ રહ્યા હતા.
વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ઔંસના ૧૫૦૮ વાળા વધી ૧૫૫૦ થઈ ૧૫૪૪થી ૧૫૪૫ ડોલર રહ્યા હતા જ્યારે પેલેડીયમના ભાવ ઔંસના ૧૦૨૦ વાળા ઉંચામાં ભાવ ૧૦૪૩ થઈ ૧૦૨૫થી ૧૦૨૬ ડોલર રહ્યા હતા. વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ ફરી ઉંચકાયા હતા. બ્રેન્ટ ક્રૂડના ભાવ ૧૧૪.૮૪ વાળા વધી ૧૧૬.૩૫ થઈ ૧૧૫.૩૫ ડોલર રહ્યા હતા. યુએસ ક્રૂડના ભાવ ઉંચામાં ૧૦૨.૨૪ થઈ ૧૦૧.૭૮ ડોલર હતા. દરમિયાન, ઈરાન પ્રેરિત હાઉથી જૂથે સાઉદી અરેબિયાની મોટી આઈલ રિફાઈનરી પર હુમલો કર્યાના સમાચાર હતા. અમેરિકામાં ક્રૂડતલનો સ્ટોક ૨૦૩ લાખ બેરલ્સ ઘટયો હોવાનું અમેરિકન પેટ્રોલિયમ ઈન્સ્ટીટયુટે જણાવ્યું હતું. આની અસર વૈશ્વિક ક્રૂડના ભાવ પર દેખાઈ હતી.