Business

સોના-ચાંદીમાં પીછેહટ: વિશ્વ બજારમાં ઘટાડો: ક્રૂડ ઉછળી ૯૮ ડોલર પહોંચ્યું

By GS Team
8 Sep 20262 mins read
TukuTouch Logo
મુંબઈ સહિત અમદાવાદના ઝવેરી બજારમાં સોના-ચાંદીના ભાવમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો. વૈશ્વિક બજારમાં સોનાના ભાવ 4381 ડોલર થતાં, ભારતમાં ઓગસ્ટમાં આયાત 30% ઘટી 45 ટન થઈ. સપ્ટેમ્બરમાં વધુ 15% ઘટાડાની શક્યતા છે. બીજી તરફ, ચીનની સરકારે 22 મહિનાથી સોનાની ખરીદી વધારી, સ્ટોક 76.73 મિલિયન ઔંસ થયો. ક્રૂડતેલના ભાવ 98 ડોલર નજીક પહોંચ્યા.

Summarized by AI; it may make mistakes. Check important info

સોના-ચાંદીમાં પીછેહટ: વિશ્વ બજારમાં ઘટાડો: ક્રૂડ ઉછળી ૯૮ ડોલર પહોંચ્યું

ભારતમાં સોનાની ઈમ્પોર્ટમાં ઘટાડો, ચીનની સરકારે સોનાની ખરીદી વધારી
મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો આગળ વધ્યો હતો. નવી માગ ધીમી હતી. વિશ્વ બજારના સમાચાર ભાવમાં વધુ ઘટાડો બતાવી રહ્યા હતા. વિશ્વ બજાર ઘટતાં ઘરઆંગણે ઈંમ્પોર્ટ કોસ્ટ નીચી ઉતરી હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા.
વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંસના ૪૪૨૯થી ૪૪૩૦ ડોલરથી ઘટી ૪૩૮૧ થઈ ૪૩૮૯થી ૪૩૯૦ ડોલર રહ્યાના નિર્દેશો હતા. વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે આજે અમદાવાદ ઝવેરી બજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ વધુ રૂ.૫૦૦ ઘટયા હતા. જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોદીઠ વધુ રૂ.૨૦૦૦ તૂટયા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ વધુ વધી બેરલના ઉંચામાં ૯૮ ડોલર નજીક પહોંચ્યા હતા.
ભારતમાં ઓગસ્ટ મહિનામાં સોનાની આયાત આશરે ૩૦ ટકા ઘટી ૪૫ ટન જેટલી થયા પછી હવે સપ્ટેમ્બરમાં આયાતમાં વધુ ૧૫ ટકાનો ઘટાડો થશે એવી શકયતા બજારના જાણકારો બતાવી રહ્યા હતા. ચીનમાં સોનાની ઈમ્પોર્ટ વધી છે તથા સરકાર હસ્તકનો ત્યાં સોનાનો સ્ટોક ત્યાં વધી ૭૬.૭૩ મિલીયન ઔંસ થયાના વાવડ મળ્યા હતા.
દરમિયાન વિશ્વ બજારમાં ચાંદીના ભાવ આજે ઔંસના ૬૬.૨૦થી ૬૬.૨૧ વાળા ઘટી ૬૫.૪૦ થઈ ૬૫.૫૨થી ૬૫.૫૩ ડોલર રહ્યા હતા.અમદાવાદ બજારમાં ચાંદીના ભાવ ઘટી રૂ.૨૩૩૦૦૦ તથા સોનાના ભાવ ઘટી ૯૯૫ના રૂ.૧૫૭૨૦૦ તથા ૯૯૯ના રૂ.૧૫૭૫૦૦ રહ્યા હતા. મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯૫ના ઘટી રૂ.૧૫૧૮૬૪ થઈ રૂ.૧૫૨૦૯૨ રહ્યા હતા. જ્યારે ૯૯૯ના ભાવ ઘટી રૂ.૧૫૨૪૭૫ થઈ રૂ.૧૫૨૭૦૩ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૯૦૦ ઘટી રૂ.૨૩૧૬૫૦ રહ્યા હતા. વિશ્વ બજારમાં આજે પ્લેટીનમના ભાવ ઘટી ૧૮૧૪ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ઘટી ૧૩૮૬ થઈ ૧૩૮૭ ડોલર રહ્યા હતા.ચીનની સરકાર છેલ્લે સતત ૨૨ મહિનાથી સોનાની ખરીદી કરતી જોવા મળી છે. દરમિયાન, વિશ્વ બજારમાં ઈરાન-અમેરિકા વચ્ચે ફરી ઘર્ષણ વધતાં ક્રૂડતેલ બજારમાં બ્રેન્ટના ભાવ વધી બેરલના ઉંચામાં ૯૮.૦૫ થઈ ૯૮.૦૨ ડોલર રહ્યા હતા.