Get The App

સોના-ચાંદી આંચકા પચાવી ઉંચકાયા

- દેશમાં સોના-ચાંદીની ઈમ્પોર્ટ વધતાં વેપાર ખાધ એક વર્ષમાં ૧૪ અબજ ડોલરથી વધી ૨૭ અબજ ડોલર

- ક્રૂડતેલમાં ઉંચા મથાળે બેતરફી વધઘટ

Updated: Mar 18th, 2026

GS TEAM

Google News
Google News
સોના-ચાંદી આંચકા પચાવી  ઉંચકાયા 1 - image

મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ઉંચા ખુલી બપોર પછી ઘટયા હતા જ્યારે ચાંદીમાં તેજી આગળ વધી હતી. પ્લેટીનમના ભાવ પણ ઉંચકાયા હતા. વિશ્વ બજારના સામાચર પ્રોત્સાહક હતા. વૈશ્વિક સોનાના ભાવ ઔંસના ૪૯૯૮થી ૪૯૯૯  વાળા વધી ઉંચામાં ભાવ ૫૦૪૪ થઈ ૫૦૧૭થી ૫૦૧૮ ડોલર રહ્યા હતા. 

વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૫૦૦ વધી ૯૯૫ના રૂ.૧૬૦૨૦૦ તથા ૯૯૯ના રૂ.૧૬૦૫૦૦ રહ્યા હતા. અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૧૦ હજાર વધી રૂ.૨૬૦૦૦૦ રહ્યા હતા. વિશ્વ બજારમાં ચાંદીના ભાવ ઔંસના ૭૮.૯૬ વાળા વધી ૮૨.૫૩ થઈ ૮૦.૮૧થી ૮૦.૮૨ ડોલર રહ્યા હતા.

પ્લેટીનમના ભાવ ઔંસના ૨૦૬૧થી વધી ૨૧૭૪ થઈ ૨૧૩૮થી ૨૧૩૯ ડોલર રહ્યા હતા.  મુંબઈ બુલિયન બજારમાં આજે પ્લેટીનમના ભાવ ૧૦ ગ્રામના રૂ.૩૦૦૦ વધી રૂ.૬૯૨૫૩ રહ્યા હતા.

મુંબઈ સોનાના ભાવ જીએસટી વગર ૯૯૫ના રૂ.૧૫૫૦૪૫ બંધ રહ્યા હતા. જ્યારે ૯૯૯ના ભાવ ૧૫૫૬૬૮ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ આજે જીએસટી વગર રૂ.૪૦૦૦ વધી રૂ.૨૫૨૩૪૦ રહ્યા હતા.  વિશ્વ બજારમાં પેલેડીયમના ભાવ ૧૬૨૩ ડોલર રહ્યા હતા. જો કે વૈશ્વિક કોપરના ભાવ આજે ૦.૮૬ ટકા માઈનસમાં રહ્યા હતા. ભારતમાં ફેબુ્રઆરીમાં સોનૌ-ચાંદીની ઈમ્પોર્ટ વધતાં દેશની કુલ વેપાર ખાધ વધી ૨૭ અબજ ડોલર થઈ ગયાના નિર્દેશો મળ્યા હતા.

ગયા વર્ષે ફેબુ્રઆરીમાં આવી વેપાર ખાધ ૧૪ અબજ ડોલર હતી તે આ વર્ષે ફેબુ્રઆરીમાં વધી ૨૭ અબજ ડોલર પાર થઇ હતી. ભારતમાં ફેબુ્રઆરીમાં સોનાના આયાત આશરે પાંચ અબજ ડોલર નોંધાઈ છે. ભારતમાં એપ્રિલથી જાન્યુઆરીમાં સોનાની આયાતમાં ૨૦થી ૨૧ ટકાની વૃદ્ધી તથા ચાંદીની આયાતમાં ૧૨૮થી ૧૨૯ ટકાની વૃદ્ધી થઈ છે.

દરમિયાન, વિશ્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડ ઓઈલના ભાવ બેરલના ઉંચામાં ૧૦૪.૯૮ ડોલર તથા નીચામાં ભાવ ૧૦૧.૪૮ થઈ ૧૦૨.૩૭ ડોલર રહ્યા હતા.