Business

સોના-ચાંદીમાં તેજીને બ્રેક: ક્રૂડમાં ઘટાડો યુએસમાં સ્ટોક વધતાં ત્રણ વર્ષનો રેકોર્ડ તૂટયો

By GS Team
14 Aug 20262 mins read
TukuTouch Logo
મુંબઈ ઝવેરી બજારમાં સોના-ચાંદીના ભાવમાં પ્રત્યાઘાતી ઘટાડો નોંધાયો છે. વૈશ્વિક બજારમાં ક્રૂડતેલના ભાવ ઘટતાં તેની અસર સોના પર જોવા મળી હતી. અમેરિકામાં ક્રૂડનો સ્ટોક 174 લાખ બેરલ્સ વધતાં અને ક્રૂડની આયાતમાં વૃદ્ધિ થતાં સોનાના વૈશ્વિક ભાવ ઔંસ દીઠ 4400 ડોલરની અંદર આવી ગયા હતા. અમદાવાદમાં સોનું 500 અને ચાંદી 1000 રૂપિયા ઘટ્યા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

સોના-ચાંદીમાં તેજીને બ્રેક: ક્રૂડમાં ઘટાડો યુએસમાં સ્ટોક વધતાં ત્રણ વર્ષનો રેકોર્ડ તૂટયો

વૈશ્વિક સોનાના ભાવ બે મહિનાની ટોચ પરથી ઝડપી ગબડયા
વૈશ્વિક સોનું ૪૪૦૦ ડોલરની અંદર: અમેરિકામાં ક્રૂડનો સ્ટોક ૧૭૪ લાખ બેરલ્સ વધ્યો: ત્યાં ક્રૂડની ઈમ્પોર્ટમાં નોંધપાત્ર વૃદ્ધિે
મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદી તથા પ્લેટીનમના ભાવ વધતા અટકી પ્રત્યાઘાતી ઘટાડા પર રહ્યા હતા. નવી માગ ધીમી હતી. વિશ્વ બજાર ઘટતાં ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ નીચી ઉતરી હતી. દરમિયાન વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ ઘટતાં તેની ઈમ્પેક્ટ પણ સોનાના ભાવ પર દેખાઈ હતી. અમેરિકામાં ક્રૂડની ઈમ્પોર્ટ વધતાં ત્યાં ક્રૂડનો સ્ટોક ઝડપી ૧૭૦થી ૧૭૫ લાખ બેરલ્સ વધ્યાના વાવડ હતા.
દરમિયાન, સોનાના વૈશ્વિક ભાવ આજે ઔંસના ૪૪૦૦ ડોલ રની અંદર ઉર્્યા હતા. ઘરઆંગણે આજે અમદાવાદ ઝવેરી બજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૫૦૦ તથા ચાંદીના ભાવ કિલોના રૂ.૧૦૦૦ ઘટયા હતા. વિશ્વ બજારમાં સોનામાં ઉછાળે નફારૂપી વેચવાલી જોવા મળી હતી. દરમિયાન, ક્રૂડ તેલના ભાવ આજે બે ટકા તૂટયા હતા. અમેરિકામાં ક્રૂડની ઈમ્પોર્ટ કેનેડા, સાઉદી અરેબિયા તથા વેનેઝુએલા ખાતેથી વધ્યાના સમાચાર હતા. ત્યાં ક્રૂડના સ્ટોકમાં નોંધાયેલી વિકલી વૃદ્ધીમાં સાડા ત્રણ વર્ષનો રેકોર્ડ તૂટયો હોવાનું વિશ્વ બજારના જાણકારો જણાવી રહ્યા હતા. બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ઘટી નીચામાં ભાવ ૮૬.૮૫ ડોલર થઈ ૮૭.૨૯ ડોલર રહ્યા હતા. યુએસ ક્રૂડના ભાવ નીચામાં ૮૧.૨૫ લથઈ ૮૧.૪૫ ડોલર રહ્યા હતા. વૈશ્વિક સ્તરે ક્રૂડની માગ આ વર્ષે ઘટયાનો અંદાજો જાણકારો બતાવી રહ્યા હતા.
દરમિયાન, અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ઘટી ૯૯૫ના રૂ.૧૫૭૭૦૦ તથા ૯૯૯ના રૂ.૧૫૮૦૦૦ રહ્યા હતા. અમદાવાદ ચાંદીના ભાવ ઘટી રૂ.૨૩૬૦૦૦ રહ્યા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં સોનાના ભાવ ૪૪૧૪ વાળા નીચામાં આજે ૪૩૬૪ થઈ ૪૩૮૪થી ૪૩૮૫ ડોલર રહ્યા હતા. વૈશ્વિક ચાંદીના ભાવ ઔંસના ૬૬.૩૦ વાળા ઘટી ૬૪.૨૩ ડોલર થઈ ૬૪.૮૭થી ૬૪.૮૮ ડોલર રહ્યા હતા. મુંબઈ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર રૂ.૩૫૦ ઘટી ૯૯૫ના રૂ.૧૫૨૪૫૮ તથા ૯૯૯ના રૂ.૧૫૩૦૭૧ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર આજે ૩૦૦૦ તૂટી રૂ.૨૩૪૨૨૮ રહ્યા હતા. દરમિયાન, મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા. મુંબઈ પ્લેટીનમના ભાવ આજે ૧૦ ગ્રામના રૂ.૬૦૦૦ તૂટી રૂ.૫૯૪૫૯ રહ્યા હતા. વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ઔંસના ૧૭૯૩ વાળા ઘટી ૧૭૧૭ થઈ ૧૭૩૪થી ૧૭૩૫ ડોલ ર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ઔંસના ૧૪૦૬ વાળા ઘટી ૧૩૩૭ થઈ ૧૩૪૧થી ૧૩૪૨ ડોલર રહ્યા હતા. કોપરના ભાવ વિશ્વ બજારમાં આજે ૦.૫૭ ટકા ઘટયા હતા. અમેરિકામાં ફુગાવો ઘટતાં ત્યાં આગળ ઉપર વ્યાજના દરમાં વૃદ્ધીની શકયતા ઘટી હોવાની ચર્ચા બજારમાં સંભળાઈ હતી. સોનાના વૈશ્વિક ભાવ બે મહિનાની ટોચ પરથી આજે ઝડપી નીચા ઉતર્યા હતા.