Get The App

સોના-ચાંદીમાં ફરી તેજી: ચાંદીમાં 3 હજાર રૂપિયાનો વધારો, સોનું રૂ.1.48 લાખની સપાટીએ પહોંચ્યું; જાણો લેટેસ્ટ રેટ

Updated: Apr 6th, 2026

GS TEAM

Google News
Google News
Gold and Silver Prices Surge


Gold and Silver Prices Surge: યુદ્ધના કારણે વૈશ્વિક ઉથલપાથલ તથા શેરબજારમાં અસ્થિરતા વચ્ચે ભારતમાં સોના-ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે. 

ઇન્ડિયા બુલિયન ઍન્ડ જ્વેલર્સ ઍસોસિએશન(IBJA)ના ડેટા અનુસાર, આજે 24 કેરેટ સોનાના ભાવમાં 1,283 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. 10 ગ્રામ સોનું હવે 1.48 લાખ રૂપિયાની સપાટીએ પહોંચ્યું છે. 

ચાંદીમાં પણ તેજી

સોનાની સાથે ચાંદીના ભાવમાં પણ મોટો વધારો નોંધાયો છે. એક કિલો ચાંદીના ભાવમાં 3,215 રૂપિયાનો તોતિંગ વધારો થયો છે, જેને પગલે હવે 1 કિલો ચાંદીની કિંમત 2.31 લાખ રૂપિયા થઈ ગઈ છે. અગાઉ ચાંદી 2.28 લાખ રૂપિયાના સ્તરે બંધ રહી હતી.

ક્રૂડ ઓઇલમાં ભડકો: ટ્રમ્પની ધમકી બાદ 110 ડૉલરને પાર

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાનના 'સ્ટ્રેટ ઑફ હોર્મુઝ' અને ઊર્જા મથકો પર હુમલાની ધમકી આપ્યા બાદ વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં જોરદાર ઉછાળો આવ્યો છે. ટ્રમ્પના નિવેદન બાદ ગ્લોબલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ (Brent Crude) 1.4% વધીને 110.60 ડૉલર પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે. જ્યારે યુએસ ક્રૂડ (WTI) 1.8%ના વધારા સાથે 113.60 ડૉલર પર ટ્રેડ થઈ રહ્યું છે. નિષ્ણાતો માની રહ્યા છે કે જો હોર્મુઝનો જળમાર્ગ જલ્દી નહીં ખૂલે તો ભાવ હજુ પણ વધી શકે છે.

આ પણ વાંચો: અમેરિકામાં પેટ્રોલ 2022 પછી સૌથી મોંઘું