Business

સોના-ચાંદીમાં આંચકા પચાવી ભાવ ફરી ઉંચકાયા પ્લેટીનમ તથા પેલેડીયમના ભાવ વચ્ચે તફાવત વધ્યો

By GS Team
8 Feb 20252 mins read
This article was originally published on 8 Feb 2025
સોના-ચાંદીમાં આંચકા પચાવી ભાવ ફરી ઉંચકાયા પ્લેટીનમ તથા પેલેડીયમના ભાવ વચ્ચે તફાવત વધ્યો

- વિશ્વ બજારમાં ભાવમાં બેતરફી ઉછળકુદ

- સામાન્ય પણે પ્લેટીનમ સસ્તુ તથા પેલેડીયમ મોંઘુ હોય છે પરંતુ હવે  સ્થિતી બદલાઈ: ક્રૂડતેલમાં ઈરાન વિશે ટ્રમ્પના વ્યુહ પર બજારની નજર

મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે ચાંદીના ભાવ આંચકા પચાવી ફરી ઉંચકાયા હતા. સોનામાં ભાવ સવારે નીચા ખુલ્યા પછી બપોર પછી ફરી વધી આવ્યા હતા.  વિશ્વ બજારના સમાચાર બેતરફી વધઘટ બતાવતા હતા. વિશ્વ બજારમાં  સોનાના ભાવ ઔંશના ૨૮૬૮થી ૨૮૬૯ ડોલરવાળા નીચામાં ૨૮૫૫ તથા ઉંચામાં ભાવ ઔંમશના ૨૮૬૮થી ૨૮૬૯ ડોલરવાળા નીચામાં ૨૮૫૫  તથા ઉંચામાં ભાવ ૨૮૭૦થી ૨૮૭૧ થઈ ૨૮૬૫થી ૨૮૬૬ ડોલર રહ્યાના સમાચાર હતા. 

વૈશ્વિક ડોલર ઈન્ડેક્સ વધ્યા પછી ઘટતાં વિશ્વ બજારમાં સોનામાં ઘટાડે ફંડોનું બાઈંગ ફરી જોવા મળ્યાની ચર્ચા હતી. દરમિયાન, મુંબઈ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૮૪૨૭૪ વાળા  રૂ.૮૪૧૮૪ ખુલી રૂ.૮૪૩૬૦ રહ્યા હતા સજ્યારે ૯૯.૯૦ના ભાવ રૂ.૮૪૬૧૩ વાળા રૂ.૮૪૫૨૨ થઈ રૂ.૮૪.૬૯૯ રહ્યા હતા. મંબઈ ચાંદીના ભાવ કિલોના જીએસટી વગર રૂ.૯૪૭૬૨ વાળા વધી રૂ.૯૫૩૯૧ રહ્યા હતા  મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી  સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા.  વિશ્વ બજારમાં ચાંદીના ભાવ ઔંશદીઠ ૩૨.૦૮થી ૩૨.૦૯ વાળા ઉંચામાં ૩૨.૪૨ થઈ ૩૨.૨૫થી ૩૨.૨૬ ડોલર  રહ્યા હતા.  વિશ્વ બજાર પાછળ મુંબઈ બજારમાં કિંમતી ધાતુઓ આંચકા પચાવી ફરી ઉંચકાઈ હતી પરંતુ કરન્સી બજારમાં આજે રૂપિયા સામે ડોલરના ભાવ ઉંચેથી ઘટતાં ઝવેરી બજારોમાં ભાવ વ-દ્ધી તેટલા પ્રમાણમાં મર્યાદિત રહી હોવાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું.

દરમિયાન, અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૯૯.૫૦ના  રૂ.૮૭૨૦૦ તથા ૯૯.૯૦ના રૂ.૮૭૫૦૦  રહ્યા હતા.   જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ રૂ.૯૪૫૦૦ રહ્યા હતા.  દરમિયાન,  વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ૯૯૧થી ૯૯૨ વાળા નીચામાં  ૯૮૬ તથા ઉંચામાં ૧૦૦૨ થઈ ૯૯૦થી ૯૯૧ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ૯૯૦થી ૯૯૧ વાળા ગબડી ૯૭૪થી ૯૭૫ ડોલર રહ્યા હતા. પ્લેટીનમ મોંઘું તથા પેલેડીયમના ભાવ તેના કરતાં ઓછા જેવી આશ્ચર્યજનક સ્થિતિ દેખાઈ હતી તથા  બન્નેના ભાવ વચ્ચેનો તફાવત પણ વધ્યો હોવાના નિર્દેશો મળ્યા હતા.  વૈશ્વિક ક્રૂડતેલના ભાવ આજે ૧.૧૮ ટકા વધ્યા હતા.

દરમિયાન, વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવમાં બેતરફી વધઘટ દેખાઈ હતી. બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ઉંચામાં ૭૫.૧૨ તથા નીચામં ૭૪.૨૬ ડોલર થઈ ૭૪.૭૯ ડોલર રહ્યા હતા.  યુએસ ક્રૂડના ભાવુ ઉંચામાં ૭૧.૩૩ તથા નીચામાં ૭૦.૨૭ થઈ ૭૧.૦૧ ડોલર રહ્યા હતા.  અમેરિકામાં  ક્રૂડનો સ્ટોક  વધ્યો છે. સાઉદી અરેબિયાએ ભાવ વધાર્યા છે. ઈરાનના પ્રશ્ને  હવે અમેરિકાના નવા પ્રમુખ ટ્રમ્પ દ્વારા કેવો વ્યૂહ અપનાવવામાં આવે છે તેના પર ખેલાડીઓની નજર રહી હતી.