સોના-ચાંદીમાં વધ્યા ભાવથી ઘટાડો: ક્રૂડમાં પીછેહટ: ઓપેક ઉત્પાદનમાં વૃદ્ધિ કરશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ડોલર ઈન્ડેક્સ વધતાં વૈશ્વિક સોનામાં ફંડોના સેલીગમાં વૃદ્ધિ
પ્લેટીનમના ભાવમાં પણ વિશ્વ બજાર પાછળ ઘટાડો
મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદી તથા પ્લેટીનમના ભાવ વધ્યા મ થાળેથી ઘટાડા પર રહ્યા હતા. વિશ્વ બજારના સમાચાર પીછેહટ બતાવી રહ્યા હતા. વિશ્વ બજારના સમાચાર પીછેહટ બતાવી રહ્યા હતા. વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે પણ ભાવમાં પીછેહટ દેખાઈ હતી. વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ પણ નરમ રહ્યા હતા. ઓપેક દ્વારા ઉત્પાદન વધારાશે એવા સમંચાર હતા.
દરમિયાન, વિશ્વ બજારમાં આજે સોનાના ભાવ ઔંસના ૪૧૭૬થી ૪૧૭૭ ડોલરવાળા નીચામાં ભાવ ૪૧૩૬ થઈ ૪૧૪૬થી ૪૧૪૭ ડોલર રહ્યા હતા. સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ પણ ઔંસના ૬૨.૪૧થી ૬૨.૪૨ વાળા નીચામાં ભાવ ૬૧.૫૬ થઈ ૬૨.૦૪થી ૬૨.૦૫ ડોલર રહ્યા હતા. વિશ્વ બજારમાં ડોલરનો ગ્લોબલ ઈન્ડેકસ ઉંચકાતાં વૈશ્વિક સોનામાં આજે ફંડોનું સેલીંગ વધ્યાના નિર્દેશો હતા.
દરમિયાન, મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૧૦ ગ્રામદીઠ રૂ.૪૦૦ ઘટી ૯૯૫ના રૂ.૧૪૫૦૦૦ તથા ૯૯૯ના રૂ.૧૪૫૫૮૩ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર કિલોના રૂ.૮૫૦ ઘટી રૂ.૨૩૩૧૫૮ રહ્યા હતા. મુંબઈ સોના ચાંદીમાં જીેસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચૌ રહ્યા હતા. ચાંદીમાં આજે નીચામાં ભાવ રૂ.૨૩૧૮૧૨ ચાલુ બજારે થયા હતા. અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૯૯૫ના રૂ.૧૪૯૭૦૦ તથા ૯૯૯ના ભાવ રૂ.૧૫૦૦૦૦રહ્યા હતા અમદાવાદ ચાંદીના ભાવ રૂ.૨૩૫૦૦૦ રહ્યા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં ક્રૂડતેલ બજારમાં આજે બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ઘટી નીચામાં ભાવ ૭૧.૦૨ થઈ ૭૧.૭૩ ડોલર રહ્યા હતા. યુએસ ક્રૂડના ભાવ નીચામાં ૬૭.૮૨ થઈ ૬૮.૧૭ ડોલર રહ્યા હતા. ક્રૂડતેલના વિવિધ ઉત્પાદક દેશોના સંગઠન ઓપેકના જણાવ્યા મુજબ ઓગસ્ટમાં દૈનિક ઉત્પાદન ૧ લાખ ૮૮ હજાર બેરલ્સ વધારવામાં આવનાર છે.
ઈરાન તથા અમેરિકા વચ્ચે હવે વાતચીતનો દોર કેવો આગળ વધે છે તેના પર ક્રૂડતેલ બજારની નજર રહી હતી. મુબઈ કરન્સી બજારમાં આજે રૂપિયા સામે ડોલરના ભાવ વધતાં ઝવેરી બજારમાં કિંમતી ધાતુઓના ભાવમાં ઘટાડો તેટલા પ્રમાણમાં મર્યાદિત રહ્યો હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા. વિશ્વ બજારમાં આજે સોનાના ભાવ ૪૧૩૫થી ૪૧૩૬ ડોલર રહ્યા હતા. ચાંદીના ભાવ ૬૧.૫૧થી ૬૧.૫૨ ડોલર રહ્યા હતા. પ્લેટીનમના ભાવ ઘટી ૧૨૬૪થી ૧૨૬૫ રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ વધ્યા પછી ઘટી છેલ્લે ૦.૩૨ ટકા જ પ્લસમાં રહ્યાના નિર્દેશો હતા.દરમિયાન, મુંબઈ બુલિયન બજારમાં આજે પ્લેટીનમના ભાવ ૧૦ ગ્રામદીઠ ઘટી નીચામાં ભાવ રૂ.૫૭૧૯૦ થઈ રૂ.૫૭૩૦૦ રહ્યા હતા.









