Get The App

સોના-ચાંદીની કિંમતમાં ધરખમ ઘટાડો, ક્રૂડ ઓઇલના ભાવ પણ આસમાને, જુઓ લેટેસ્ટ ભાવ

Updated: May 15th, 2026

GS TEAM

Google News
Google News
સોના-ચાંદીની કિંમતમાં ધરખમ ઘટાડો, ક્રૂડ ઓઇલના ભાવ પણ આસમાને, જુઓ લેટેસ્ટ ભાવ 1 - image

Today Gold, Silver, Crude Oil Price : અમેરિકા-ઈરાનના વધતા તણાવની અને વૈશ્વિક સ્તરે ડૉલર મજબૂત થવાની અસર ભારતમાં પણ જોવા મળી રહી છે. આ કારણે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) ક્રૂડ ઓઇલના ભાવ આસમાને પહોંચી ગયા છે, તો સોના-ચાંદીના ભાવમાં ધરખમ ઘટાડો જોવા મળી રહ્યો છે.

MCX પર ક્રૂડ ઓઇલના ભાવ

ગ્લોબલ માર્કેટમાં ક્રૂડ ઓઇલની કિંમતમાં અચાનક 4 ટકાનો વધારો થયો છે, જેના કારણે બ્રેન્ટ ક્રૂડ ઓઇલનો પ્રતિ બેરલ ભાવ 109 ડૉલરને પાર પહોંચી ગયો છે. ભારતીય કોમોડિટી માર્કેટમાં પણ તેની અસર જોવા મળી છે. MCX પર ક્રૂડ ઓઇલનો ભાવ ઝડપથી ઉપર પહોંચી ગયો છે. MCX પર ગઈકાલે ક્રૂડ ઓઇલનો ભાવ રૂ.9,724 પર બંધ થયો હતો અને આજે રૂ.9,811 પર ઓપન થયો હતો. આજે ટ્રેડિંગ દરમિયાન તેનો ભાવ નીચામાં 9,807 પર અને ઊંચામાં 10,112 પર સ્પર્શ્યો છે. એટલે કે આજે તેના ભાવમાં રૂ.305ની ઉથલ-પાથલ જોવા મળી છે.

સાંજે 9.00 વાગ્યા સુધીમાં મે ડિલીવરી ક્રૂડ ઓઇલની કિંમત 306 (3.15%) વધારા સાથે રૂ.10,030 પર ટ્રેડ થઈ રહી છે.

આ પણ વાંચો : ટ્રમ્પ, મસ્ક અને કૂકે પર્સનલ ફોન કે લેપટોપ લીધા વિના જ બેજિંગ બેઠકમાં ગયા, જાણો શું છે કારણ

MCX પર સોનાના ભાવ

એમસીએક્સ પર સોનાના ભાવની વાત કરીએ તો, ગઈકાલે સોનાનો ભાવ રૂ.161,978 પર બંધ થયો હતો અને આજે રૂ.160,790 પર ઓપન થયો હતો. આજે ટ્રેડિંગ દરમિયાન તેનો ભાવ નીચામાં રૂ.158,150 પર અને ઊંચામાં રૂ.160,992 પર સ્પર્શ્યો છે. એટલે કે આજે તેના ભાવમાં રૂ.2,842ની ઉથલ-પાથલ જોવા મળી છે.

સાંજે 9.00 વાગ્યા સુધીમાં જૂન ડિલીવરી સોનાની કિંમત 3405 (2.10%) ઘટાડા સાથે રૂ.1,58,573 પર ટ્રેડ થઈ રહી છે.

MCX પર ચાંદીનો ભાવ

એમસીએક્સ પર ચાંદીના ભાવની વાત કરીએ તો, ગઈકાલે ચાંદીનો ભાવ રૂ.291,102 પર બંધ થયો હતો અને આજે રૂ.280,000 પર ઓપન થયો હતો. આજે ટ્રેડિંગ દરમિયાન તેનો ભાવ નીચામાં રૂ.268,623 પર અને ઊંચામાં રૂ.283,219 પર સ્પર્શ્યો છે. એટલે કે આજે તેના ભાવમાં રૂ.14596ની ઉથલ-પાથલ જોવા મળી છે.

સાંજે 9.00 વાગ્યા સુધીમાં જુલાઈ ડિલીવરી ચાંદીની કિંમત 21,332 (7.33%) ઘટાડા સાથે રૂ.2,69,770 પર ટ્રેડ થઈ રહી છે.

આ પણ વાંચો : દિલ્હી BRICS બેઠકમાં ઈરાન-UAE વચ્ચે શાબ્દિક યુદ્ધ! ભારતને કેમ પડતું મૂકવું પડ્યું 'જોઈન્ટ સ્ટેટમેન્ટ'?