Business

સોના-ચાંદીના ભાવમાં કડાકો: ચાંદી રૂ.4,500 તૂટી, સોનું રૂ.2,000 સસ્તું; જાણો બજાર ક્રેશ થવાના 5 કારણો

By GS Team
17 Sep 20262 mins read
TukuTouch Logo
ગુરુવારે MCX પર સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે. ચાંદી રૂ. 4,565 સસ્તી થઈ રૂ. 2,30,221 પ્રતિ કિલોગ્રામ થઈ, જ્યારે 24 કેરેટ સોનું રૂ. 1,987 ઘટી રૂ. 1,50,483 પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યું. યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં 0.25 ટકાનો વધારો અને મજબૂત ડૉલર આ કડાકાનું મુખ્ય કારણ છે. વૈશ્વિક તણાવ અને પ્રોફિટ બુકિંગ પણ જવાબદાર છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સોના-ચાંદીના ભાવમાં કડાકો: ચાંદી રૂ.4,500 તૂટી, સોનું રૂ.2,000 સસ્તું; જાણો બજાર ક્રેશ થવાના 5 કારણો

Gold Silver Price Crash : સપ્તાહના ચોથા કારોબારી દિવસે એટલે કે ગુરુવારે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે. કારોબારની શરૂઆત સાથે જ ચાંદી રૂ. 4,565 સસ્તી થઈને રૂ. 2,30,221 પ્રતિ કિલોગ્રામના સ્તરે આવી ગઈ છે, જે અગાઉના સત્રમાં રૂ. 2,34,786 પર બંધ થઈ હતી. બીજી તરફ, 24 કેરેટ સોનાનો ભાવ પણ રૂ. 1,987 ઘટીને રૂ. 1,50,483 પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો છે. કિંમતી ધાતુઓમાં આવેલા આ અચાનક ઘટાડાથી બજારમાં હલચલ મચી ગઈ છે.

યુએસ ફેડરલ રિઝર્વનો વ્યાજ દર વધારો

સોના-ચાંદીના ભાવમાં આ ભારી ઘટાડા પાછળનું સૌથી મોટું અને મહત્ત્વપૂર્ણ કારણ યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા લેવાયેલો નિર્ણય છે. ફેડ ચેરમેન કેવિન વૉર્શના નેતૃત્વ હેઠળ મળેલી બેઠકમાં પોલિસી રેટમાં 25 બેસિસ પોઇન્ટ એટલે કે 0.25 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. જેથી વ્યાજ દર 3.75 ટકાથી 4 ટકાના દરે પહોંચી ગયા છે. વ્યાજ દરોમાં થયેલા આ વધારાને કારણે બુલિયન માર્કેટ પર દબાણ વધ્યું છે અને કિંમતી ધાતુઓના ભાવ ગગડ્યા છે.

મજબૂત ડૉલર અને વૈશ્વિક કારણો

આ કડાકા પાછળ અમેરિકી ડૉલરની મજબૂતાઈ પણ મુખ્ય ભૂમિકા ભજવી રહી છે. ફેડ દ્વારા 2023 પછી પહેલીવાર વ્યાજ દરોમાં વધારો કરાતા ડૉલર ઇન્ડેક્સ 100ના સ્તરને પાર કરી ગયો છે. આ ઉપરાંત, વેસ્ટ એશિયામાં તણાવ અને ક્રૂડ ઓઇલની ઊંચી કિંમતોને કારણે બ્રેન્ટ ક્રૂડ 105 ડૉલર પ્રતિ બેરલ ઉપર ટ્રેડ થઈ રહ્યો છે. વૈશ્વિક સ્તરે વધતી મોંઘવારી અને જીઓ-પોલિટિકલ તણાવ વચ્ચે રોકાણકારો દ્વારા પ્રોફિટ બુકિંગ કરવામાં આવી રહ્યું છે, જેના કારણે કોમોડિટી માર્કેટમાં ભાવ નીચે આવ્યા છે.